વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી એમ બે દિવસ ગુજરાત પ્રવાસે હતા. ૨૪ ફેબ્રુઆરીએ જામનગરમાં રાત્રે રોડ શો કર્યા બાદ તેઓએ ૨૫ ફેબ્રુઆરીએ (રવિવાર) સવારે દ્વારા જઇ બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. ત્યાંથી વડાપ્રધાન દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા જ્યાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને દ્વારકામાં જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યુ છે કે દ્વારકા ચાર ધામ અને સપ્તપુરી બંનેનો ભાગ છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુને લઈ કહ્યું કે આ એક ફક્ત બ્રિજ નથી પરંતુ એન્જિનિયરીંગનો કમાલ છે. આ સેતુ ભારતીયો માટે મોટી ભેટ છે. તમામ ગુજરાત વાસીઓને શુભકામના પાઠવી હતી.
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં દ્વારકા ખાતે યોજેલી સભામાં જણાવ્યું કે વારંવાર કોંગ્રેસની સરકારના સમયે આ વિસ્તારના વિકાસ માટે વાત કરી હતી. પરંતુ તેમણે આ અંગે ધ્યાન આપ્યું નથી. ભગવાને આ સેતુનું લોકાર્પણ મારા ભાગ્યમાં લખ્યું હતુ. તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું. સાથે જ, વડાપ્રધાન મોદીએ જનતાને અપીલ કરી હતી કે હવે દ્વારકા નગરીને ચોખ્ખી રાખવાની છે. વિદેશીઓ જ્યારે અહીં પ્રવાસે આવે તો તેઓ દ્વારકા માટે એક સ્વચ્છ છબી મનમાં લઇને જવા જોઇએ એવી દ્વારકા આપણે રાખવાની છે.
દ્વારકાથી વડાપ્રધાન રાજકોટ પહોંચ્યા હતા. વડાપ્રધાને રાજકોટમાં 48,100 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું. નરેન્દ્ર મોદીના વરદહસ્તે રાજકોટમાં રૂ. 1195 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ, રૂ. 120 કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેઓ ગુજરાત તેમજ દેશના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગો-મંત્રાલયોના કુલ મળીને રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને લોકોને ભેટ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની એઈમ્સના 250 બેડ વાળા IPD વિભાગનું લોકાર્પણ કર્યું થે. છેલ્લા 2 વર્ષથી એઈમ્સ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા સાથે OPD બાદ હવે એઈમ્સમાં 250 બેડનો IPD વિભાગ બનીને તૈયાર થયો છે. જેનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. IPD વિભાગમાં 250 બેડની સુવિધા સાથે 25 બેડ ICU વાળા રાખવામાં આવ્યા છે. જેમાં 190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ્સ દર્દીઓની સેવા અને સારવારમાં તૈનાત રહેશે. જ્યારે હાર્ટ એટેક, અકસ્માત, સહીત ઇમરજન્સીમાં ડોક્ટરોની ટીમ હાજર રહેશે. સાથે સાથે IPD વિભાગમાં 4 ઓપરેશન થિયેટર પણ તૈયાર થઇ જતા તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. એઈમ્સનું લોકાર્પણ કર્યા બાદ તેઓ હોસ્પિટલનું નિરીક્ષણ પણ કર્યું હતું. જુના એરપોર્ટ થી રોડ શોમાં નાગરિકોનું અભિવાદન ઝીલતા તેઓ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદીએ રાજકોટ સાથેની ખાસ વાતો વાગોળી હતી. તેમણે કહ્યું કે, મારા જીવનમાં કાલે એક વિશેષ દિવસ હતો. મારી ચૂંટણી યાત્રાની શરૂઆતમાં રાજકોટની મોટી ભૂમિકા છે. ૨૨ વર્ષ પહેલાં ૨૪ ફેબ્રુઆરીએ રાજકોટે મને પહેલીવા આશીર્વાદ આપ્યા હતા અને પોતાનો ધારાસભ્ય બનાવ્યો હતો. મેં ૨૫ ફેબ્રુઆરીએ પહેલીવાર ગાંધીનગરમાં રાજકોટના ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. આજે ૨૨ વર્ષ પછી હું રાજકોટના એક એક વ્યક્તિને ગર્વથી કહી શકું કે તમારા વિશ્વાસ પર ખરા ઉતરવાનો મેં પ્રયત્ન કર્યો છે.
તેમણે કહ્યું કે જ્યારે સમગ્ર દેશ ત્રીજીવાર એનડીએ સરકારને આશીર્વાદ આપી રહ્યો છે. આજે સમગ્ર દેશ અબ કી બાર ૪૦૦ પારનો વિશ્વાસ કરી રહ્યો છે. હું રાજકોટના એક એક
પરિવારને માથું ઝુકાવી પ્રણામ કરું છું. પેઢીઓ બદલાઇ ગઇ પરંતુ મોદી પ્રત્યેનો સ્નેહ દરેક આયુ સીમાથી ઉપર છે. તમારા રૂણને વ્યાજ સાથે વિકાસ કરીને ચૂકવવાનો પ્રયાસ કરું છું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ૬૦ના દાયકામાં નહોતું થયું તેનાથી વધુ છેલ્લા ૧૦ વર્ષમાં અમારી સરકાર દેશને સમર્પિત કરી રહી છે. આજે દેશ કહી રહ્યો છે મોદીની ગેરેન્ટી એટલે પુરૂં થવાની ગેરેન્ટી. મોદીની ગેરન્ટી પર લોકોને ભરોસો કેમ છે તેનો જવાબ રાજકોટ એઇમ્સ છે. ઉત્તરપ્રદેશના રાયબરેલીને એઇમ્સની ગેરન્ટી આપી હતી. કોંગ્રેસના શાહી પરિવારે રાયબરેલીમાં માત્ર રાજકારણ કર્યું, મોદીએ કામ કર્યું છે. પાંચ વર્ષ પહેલાં શિલાન્યાસ કર્યો હતો અને આજે એઇમ્સનું લોકાર્પણ કર્યું છે. આજે ન્યુ મુન્દ્રા પાણીપત પાઇપલાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો છે. તેનાથી ગુજરાતથી કાચું તેલ સીધું હરિયાણીની રિફાઇનરી સુધી પાઇપથી પહોંચશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login