ફેબ્રુઆરીમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન નોમિનેશનના મુખ્ય દાવેદાર ભારતીય મૂળના વિવેક રામાસ્વામી વારંવાર તેમના હિંદુ ધર્મ વિશે ખૂલીને વાત કરે છે. તે કહે છે કે હું નકલી હિંદુ નથી. હાલમાં જ તેમને હિંદુ ધર્મ સાથે જોડાયેલી એક ખાસ ભેટ મળી હતી. આ ભેટ ઋગ્વેદની હતી.
અમેરિકામાં ઓહાયોના ડેટોન મંદિરમાં વિવેક રામાસ્વામીના પરિવારને નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન કેરળ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા (KHNA) દ્વારા ઋગ્વેદની એક નકલ અર્પણ કરવામાં આવી હતી. તેમણે ભારતીય હિંદુ ધર્મના આ પ્રાચીન ગ્રંથની નકલ ખૂબ જ આદરપૂર્વક સ્વીકારી હતી.
રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવાર વિવેક રામાસ્વામીના પિતાએ ઋગ્વેદ ગ્રંથનો સ્વીકાર કરીને પૂજા-અર્ચના કરી હતી બાદમાં આ ગ્રંથ વિવેકને આપ્યો હતો. આ દરમિયાન તેમણે એક્યામત્ય સૂક્તમનો પાઠ પણ કર્યો હતો. આ સૂક્તનો પાઠ લોકોને એક સામાન્ય ઉદ્દેશ્ય તરફ કામ કરવા અને શાંતિ સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ વિવેક રામાસ્વામીએ સીએનએનના ટાઉન હોલમાં એક સવાલના જવાબમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે હું હિંદુ છું અને હું નકલી હિંદુ નથી જેમણે પોતાનો ધર્મ બદલીને અપનાવ્યો છે. હું મારી રાજકીય કરિયર માટે ખોટું બોલી શકતો નથી. ઘણા લોકોનું માનવું છે કે તમે અમેરિકન રાષ્ટ્રપતિ નહીં બની શકો કારણ કે તમે તે ધર્મના નથી જેમને અમેરિકાની સ્થાપના કરનાર પૂર્વજ માને છે.
આ વાત પર વિવેક રામાસ્વામીએ કહ્યું કે હું આ વાત સાથે કોઈ પણ રીતે સહમત નથી. હું માનું છું કે આપણે બધા સમાન છીએ કારણ કે ભગવાન કોઈ ને કોઈ સ્વરૂપે આપણી અંદર રહે છે. હું કદાચ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે શ્રેષ્ઠ પ્રમુખ ન હોઈ શકું. બાય ધ વે આ અમેરિકન પ્રમુખનું કામ નથી. પરંતુ હું ચોક્કસપણે તે મૂલ્યોનું પાલન કરીશ જેના પર અમેરિકાની સ્થાપના થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 38 વર્ષીય વિવેક રામાસ્વામીના માતા-પિતા ભારતના કેરળના વતની હતા, જેઓ પાછળથી અમેરિકા આવીને સ્થાયી થયા હતા. જોકે વિવેકનો જન્મ ઓહાયોમાં જ થયો હતો. તેમણે યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેમની મિત્ર અપૂર્વા સાથે લગ્ન કર્યા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login