રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સેન્ટ્રલ ઓફિસ મુંબઇ ખાતે સોમવાર, તા. ૮ જુલાઇ, ર૦ર૪ના રોજ એમએસએમઇ એકમોની જરૂરિયાતોને સમજવા માટે RBIના ડેપ્યુટી ગવર્નર શ્રી એમ. રાજેશ્વર રાવ અને શ્રી સ્વામીનાથન જેની અધ્યક્ષતામાં મિટીંગ મળી હતી.
આ મિટીંગમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ધી ફેડરેશન ઓફ તેલંગાણા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, SME ચેમ્બર ઓફ ઇન્ડિયા, ઠાણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, કર્ણાટકા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, તામિલનાડુ સ્મોલ એન્ડ ટીની ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ચેમ્બર ઓફ સ્મોલ ઇન્ડસ્ટ્રી એસોસીએશન, ફેડરેશન ઓફ ઇન્ડિયન SME એસોસીએશન્સ, મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એસોસીએશન, પેકેજિંગ ઇન્ડસ્ટ્રી એસોસીએશન ઓફ ઇન્ડિયા, SME એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ, વર્લ્ડ SME ટ્રેડ સેન્ટર, SME બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ, મરાઠી ચેમ્બર ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ્સ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, SME બિઝનેસ ફોરમ સહિત સમગ્ર ભારતભરના SME/MSME એસોસીએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની MSME કમિટીના ચેરમેન સીએ મનિષ બજરંગ અને બેન્કીંગ (કો–ઓપરેટીવ) કમિટીના કો–ચેરમેન સીએ અલ્પેશ ધામેલિયાએ મિટીંગમાં ચેમ્બરના પ્રતિનિધિઓ તરીકે હાજરી આપી હતી. તેમણે ચેમ્બર ઓફ કોમર્સ વતી MSME એકમોની જરૂરિયાતો તેમજ પડકારો અંગે રજૂઆતો કરી હતી. જેમાં MSME એકમોના સૌથી પડકારજનક પેમેન્ટ સંબંધિત પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
MSME એકમોને સમયસર પેમેન્ટ મળી રહે તે માટે જીએસટી કાયદામાં ૧૮૦ દિવસમાં પેમેન્ટ નહીં થાય તો ITC રિવર્સ કરવાનો નિયમ છે, જેને કડકપણે અમલ કરાવવા માટે GSTR1 રિટર્નમાં જ જો આવા પેમેન્ટ નહીં મળેલા ઇન્વોઇસ કોઇક રીતે ફરીથી ચઢી શકે, જે સરકારશ્રીને માહિતગાર થાય તો વેપારીઓના પેમેન્ટમાં ઘણી રાહત થાય તે માટે યોગ્ય સુધારા કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત સરકારશ્રીની ખૂબ જ મહત્વાકાંક્ષી MSME સમાધાન યોજના સફળ થાય તે માટે MSME સમાધાન યોજનામાં આવેલ દાવા અરજીઓનો ઝડપથી નિકાલ કરાવવા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા RBIના ડેપ્યુટી ગવર્નર સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login