ADVERTISEMENTs

પ્રીશા ચક્રવર્તીને વિશ્વની સૌથી પ્રતિભાશાળી જોન હોપકિન્સ યાદીમાં સ્થાન મળ્યું

પ્રતિષ્ઠિત જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ દ્વારા બહાર પાડવામાં આવેલી 'વિશ્વની સૌથી પ્રતિભાશાળી' વિદ્યાર્થીઓની યાદીમાં માત્ર 9 વર્ષની ભારતીય-અમેરિકન સ્કૂલ ગર્લ પ્રીશા ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રીશા કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં આવેલી વોર્મ સ્પ્રિંગ્સ એલિમેન્ટરી સ્કૂલની વિદ્યાર્થીની છે. / Johns Hopkins

પ્રીશા વોર્મ સ્પ્રિંગ એલિમેન્ટરી સ્કૂલની વિદ્યાર્થીની

પ્રતિષ્ઠિત જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ દ્વારા બહાર પાડવામાં આવેલી 'વિશ્વની સૌથી પ્રતિભાશાળી' વિદ્યાર્થીઓની યાદીમાં માત્ર 9 વર્ષની ભારતીય-અમેરિકન સ્કૂલ ગર્લ પ્રીશા ચક્રવર્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રીશાએ 90 દેશોના 16,000થી વધુ વિદ્યાર્થીઓમાંથી વિવિધ સ્તરના પરીક્ષણોના આધારે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. 

મીડિયા સાથે શેર કરેલી માહિતી અનુસાર, પ્રીશા કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં આવેલી વોર્મ સ્પ્રિંગ એલિમેન્ટરી સ્કૂલની વિદ્યાર્થીની છે. તેણે ગ્રેડ 3ની વિદ્યાર્થી તરીકે 2023ના ઉનાળામાં જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથની પરીક્ષા આપી હતી.

પ્રીશાને CTY ટેલેન્ટ સર્ચના ભાગરૂપે SAT (સ્કોલેસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટ), ACT (અમેરિકન કૉલેજ ટેસ્ટિંગ), સ્કૂલ અને કૉલેજ એબિલિટી ટેસ્ટ અથવા સમાન મૂલ્યાંકનોમાં તેના અસાધારણ પ્રદર્શન માટે પસંદ કરવામાં આવી છે. દર વર્ષે 30 ટકા કરતા ઓછા વિદ્યાર્થીઓ તેમના ટેસ્ટ સ્કોરના આધારે આ ઉચ્ચ સન્માન અથવા ગ્રાન્ડ ઓનર માટે પસંદ કરવામાં આવે છે.

છ વર્ષની ઉંમરે NNAT માં 99 પર્સેન્ટાઈલ સ્કોર કરવાની સિદ્ધિ

પ્રીશા વિશ્વ વિખ્યાત મેન્સા ફાઉન્ડેશનની આજીવન સભ્ય છે. મેન્સા ફાઉન્ડેશન એ વિશ્વની સૌથી જૂની ઇન્ટેલિજન્સ સોસાયટી છે, જેનું સભ્યપદ પ્રમાણિત, દેખરેખ હેઠળ લેવાયેલા IQ અથવા અન્ય માન્ય બુદ્ધિ કસોટીમાં 98 પર્સેન્ટાઇલ અથવા તેનાથી વધુ સ્કોર કરનારાઓને જ મળે છે. પ્રીશાએ માત્ર છ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્તરની NNAT (નાગ્લીએરી નોનવર્બલ એબિલિટી ટેસ્ટ)માં 99 પર્સેન્ટાઈલ સ્કોર કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી જે K-12 પ્રોગ્રામ્સ માટે હોંશિયાર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે. અભ્યાસ ઉપરાંત પ્રીશાને ટ્રાવેલિંગ, હાઇકિંગ અને મિક્સ્ડ માર્શલ આર્ટનો શોખ છે. પ્રીશાના માતા-પિતાના જણાવ્યા મુજબ, તેને હંમેશા શીખવાની ઈચ્છા હતી અને તેણે સતત અસાધારણ શૈક્ષણિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related