ADVERTISEMENTs

PM મોદી આવશે ગુજરાત પ્રવાસે: તરભ તથા દ્વારકામાં કરશે દર્શન, રાજકોટને મળશે મોટી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા તા. 22 તેમજ 24 અને 25 ફેબ્રુઆરી દરમ્યાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના પ્રવાસે / દેશ ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા તા. 22 તેમજ 24 અને 25 ફેબ્રુઆરી દરમ્યાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસ એટલે કે 22 તારીખે વડાપ્રધાન વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તેમજ ત્યાર બાદ તેઓ તા. 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ તેમજ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે.

22 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે અમૂલ ફેડરેશનનાં સહકાર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપશે. તેમજ તરભ ખાતે વિકાસનાં કાર્યોનું ભૂમિ પૂજન તેમજ લોકાર્પણ કરશે. તેમજ કાકરાપારમાં એટોમિક પાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. નવસારીમા પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ કરશે તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવામાં આવશે. ત્યારે બાદ 23 ફેબ્રુઆરીનાં રોજ તેઓ વારાસણી જશે. અને તા. 24 અને 25 ફેબ્રુઆરીનાં રોજ ફરી ગુજરાત આવશે.

વડાપ્રધાન મોદી તા. 24 તેમજ 25 નાં રોજ ફરી ગુજરાત આવશે. દરમ્યાન વડાપ્રધાન રાજકોટવાસીઓને મોટી ભેટ આપશે. જેમા રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવશેતેમજ રાજકોટ ખાતે જાહેર સભા સંબોધશે. તેમજ દ્વારકા ખાતે બનેલ સિગ્નેચર બ્રિજનું પણ ઉદ્ધાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. તેમજ દ્વારકા ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં ભગવાનનાં દર્શન કરશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related