યુએસ સ્થિત કન્સલ્ટન્સી ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલ સર્વે અનુસાર વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. વડાપ્રધાન મોદી 76 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે વૈશ્વિક નેતાઓમાં લોકપ્રિયતા મુદ્દે ટોચ પર છે. કંપનીના ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ ટ્રેકર અનુસાર, ભારતમાં 76 ટકા લોકો પીએમ મોદીના નેતૃત્વને મંજૂર કરે છે. જ્યારે અસહમત લોકોની સંખ્યા માત્ર 18 ટકા છે. છ ટકા લોકોએ આ અંગે કોઈ અભિપ્રાય આપ્યો નથી.
પીએમ મોદી લોકપ્રિયતાના મામલે અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેન કરતા ઘણા આગળ છે. મેક્સિકોના પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર આ યાદીમાં 66 ટકા એપ્રૂવલ રેટિંગ સાથે વડાપ્રધાન મોદી બાદ બીજા ક્રમે છે. જ્યારે સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટનીત્રીજા સ્થાને છે. તેમને મળેલું રેટિંગ 58 ટકા છે. મોર્નિંગ કન્સલ્ટે આ અગાઉ વિશ્વના નેતાઓની વિશ્વસનિયતા પર કરેલા સર્વેમાં પણ નરેન્દ્ર મોદી ટોચ પર હતા.
મોર્નિંગ કન્સલ્ટ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનક આ મામલે ઘણા પાછળ છે. બિડેનનું એપ્રુવલ રેટિંગ 37 ટકા છે, જ્યારે ટ્રુડોનું 31 ટકા છે. ઋષિ સુનકને માત્ર 25 ટકા રેટિંગ મળ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું રેટિંગ માત્ર 24 ટકા છે.
મોર્નિંગ કન્સલ્ટનું આ રેટિંગ ત્રણ હિન્દીભાષી રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીની જંગી જીત બાદ આવ્યું છે.
આ રેન્કિંગમાં વધુ એક વાત નોંધનીય છે કે પીએમ મોદીના પક્ષમાં ન હોય તેવું રેટિંગ 18 ટકા છે, જે ઘણું ઓછું છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો આ મામલે ટોચ પર છે. તેમને 58 ટકા નામંજૂર રેટિંગ મળ્યું છે. ખાલિસ્તાની અલગતાવાદી નિજ્જરની હત્યા બાદ ભારત સાથેના કેનેડાના રાજદ્વારી સંબંધોમાં આવેલી ખટાશનું આ પરિણામ હોવાનું માનવામાં આવે છે.
(સર્વે મોર્નિંગ કન્સલ્ટ)
નેતા રેટિંગ
૧. નરેન્દ્ર મોદી, ભારત ૭૬%
૨. આંદ્રેસ ઓબ્રાડોર, મેક્સિકો ૬૬%
૩. એલેઇન બેરસેટ, સ્વિત્ઝર્લેન્ડ ૫૮%
૪. લુઇઝ ઇનાસિયો લુલા દી સિલ્વા, બ્રાઝિલ ૪૯%
૫. એન્થની એલ્બેનીઝ, ઓસ્ટ્રેલિયા ૪૭%
૬. જ્યોર્જિયા મેલોની, ઇટાલી ૪૧%
૭. એલેક્ઝાન્ડર ડી ક્રૂ, બેલ્જિયમ ૩૭%
૮. જો બિડેન, અમેરિકા ૩૭%
૯. પેદ્રો શેન્શેઝ, સ્પેન ૩૭%
૧૦. લીઓ વરાદકર, આયર્લેન્ડ ૩૬%
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login