પ્રવાસી ભારતીય દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પ્રવાસી સમુદાયનો સાંસ્કૃતિક ધરોહર જાળવણી અને મજબૂત આંતરાષ્ટ્રીય સબંધો વિકસાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ભારતીય પ્રવાસી સમુદાય ભારતની સંસ્કૃતિ અને મૂલ્યોનો પ્રચાર કરી ખૂબ સારું કામ કરી રહ્યો છે અને તેના લીધે લોકો એકબીજાની નજીક આવે છે.
પોતાના X એકાઉન્ટની ટ્વીટમાં પીએમ મોદીએ લખ્યું હતુ કે, "ભારતીય પ્રવાસી દિવસની શુભકામનાઓ. આજનો આ દિવસ ભારતીય પ્રવાસી સમુદાયના યોગદાન અને સિદ્ધિની ઉજવણીનો છે. તેમનુ સંસ્કૃતિની જાળવણી અને વૈશ્વિક સબંધો મજબૂત કરવા પ્રત્યેનુ સમર્પણ પ્રશંસનીય છે. તેઓ સમગ્ર વિશ્વમા ભારતની ભાવનાને મૂર્ત બનાવીને એકતા અને વિવિધતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે".
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શુભેચ્છા પાઠવતા વિદેશ મંત્રી એસ. જયશંકરે પોસ્ટ મૂકી હતી કે, "ભારતીય પ્રવાસી દિવસની વિશ્વભરમાં ફેલાયેલા સૌ ભારતીય પ્રવાસી સમુદાયને શુભકામના. અમને તમારી સિદ્ધિ પ્રત્યે અપાર ગર્વ છે. તમારુ ઉત્કૃષ્ટ યોગદાન ભારતની વૈશ્વિક સ્થિતિને વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે".
પ્રવાસી ભારતીય દિવસ (PBD) દર વર્ષે 9 જાન્યુઆરીએ ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના નોંધપાત્ર યોગદાનને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. તારીખ જાન્યુઆરી 9, ઐતિહાસિક મહત્વ ધરાવે છે કારણ કે આ તારીખ 1915ના તે દિવસને ચિહ્નિત કરે છે જ્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા.
2015થી પ્રવાસી ભારતીય દિવસ (PBD) ના ફોર્મેટમાં દર બે વર્ષે એકવાર ઇવેન્ટની ઉજવણી કરવા માટે સુધારો કરવામાં આવ્યો છે. વચગાળાના વર્ષોમાં, થીમ-આધારિત PBD કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદેશી ડાયસ્પોરા નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને હિતધારકોની સહભાગિતા દર્શાવવામાં આવે છે. આ સંમેલનો પરસ્પર લાભદાયી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપતા, તેમની પિતૃભૂમિની સરકાર અને લોકો સાથે જોડાવા માટે વિદેશી ભારતીય સમુદાય માટે એક મંચ તરીકે સેવા આપે છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login