યુનાઈટેડ આરબ અમીરાતના બુર દુબઈમાં આવેલું શિવ મંદિર 75 વર્ષ જૂનું હિન્દુ મંદિર છે. આ મંદિરને તેની જગ્યાએથી હટાવવાથી લોકોમાં નિરાશા છે. આ મંદિર હિન્દુ ધર્મના અનુયાયીઓ વચ્ચે એટલું લોકપ્રિય છે કે અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. રજાના દિવસોમાં અહીં એક જ દિવસમાં 5 હજાર લોકો મુલાકાત લેવા આવે છે. તહેવારોના દિવસોમાં અહીં દરરોજ 10 હજાર લોકો દર્શન માટે આવે છે. મોટી ભીડને જોતા આ પ્રાચીન શિવ મંદિરને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
75 વર્ષ જૂના શિવ મંદિર પરિસરને સ્થાનાંતરિત કરવાના સંયુક્ત આરબ અમીરાતના નિર્ણય પર સ્થાનિક લોકોમાં નિરાશા છે. મંદિર મેનેજમેન્ટે તમામ શ્રદ્ધાળુઓને જાન્યુઆરી 2024થી જેબેલ અલીમાં બનેલા નવા હિન્દુ મંદિરની મુલાકાત લેવા જણાવ્યું છે. રિપોર્ટ અનુસાર રજાના દિવસોમાં આ મંદિરમાં આવનારા લોકોની સંખ્યા પાંચ હજાર સુધી પહોંચી જાય છે. તહેવારો દરમિયાન ભીડ વધવાને કારણે પોલીસને ભીડને નિયંત્રિત કરવામાં ઘણી વખત પડકારોનો સામનો કરવો પડે છે. તેથી આ મંદિરનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંદિર મેનેજમેન્ટે પુષ્ટિ કરી છે કે 3 જાન્યુઆરી, 2024 થી, બુર દુબઈ સ્થિત શિવ મંદિર સંકુલ હંમેશા માટે બંધ થઈ જશે. આ ઉપરાંત સિંધી ગુરુ દરબાર સંકુલ પણ 3 જાન્યુઆરીથી કાયમ માટે બંધ રહેશે. તમામ શ્રદ્ધાળુઓએ જેબલ અલીમાં બનેલા નવા હિન્દુ મંદિરમાં આવવું પડશે, જેનું નિર્માણ ગયા વર્ષે જ કરવામાં આવ્યું હતું.
મંદિરને અન્ય સ્થળે ખસેડવાને કારણે લોકોમાં નિરાશા અને નારાજગી છે. કારણ કે મંદિરની આસપાસ 600 જેટલી નાની-મોટી દુકાનો છે. આ દુકાનો સંપૂર્ણ રીતે અહીં આવતા શ્રદ્ધાળુઓ પર નિર્ભર છે. એક દુકાનદારે જણાવ્યું કે તેનું બાળપણ આ મંદિર પરિસરમાં વીત્યું હતું. મારી દાદી આ મંદિર અને ગુરુદ્વારા સંકુલમાં માળા વણતી હતી.
મંદિર સંકુલના પ્રવેશદ્વાર પર ચોંટાડવામાં આવેલી નોટિસના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 3 જાન્યુઆરી, 2024થી શિવ મંદિરને જેબલ અલી મંદિરમાં શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. નોટિસ બાદ સ્થાનિક સમુદાયમાં તેના વિશે જોરદાર ચર્ચા ચાલી રહી છે. લોકો આ મંદિરના પરિસરમાં વિતાવેલા તેમના જૂના દિવસોની ચર્ચા અને યાદ કરી રહ્યા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login