અમેરિકામાં એક પછી એક ચાર ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. જેનાથી વિદેશમાં ભણતાં વિદ્યાર્થિઓમાં ભય ફેલાયો છે અને લોકોમાં રોષ એટલી હદે ભડક્યો છે કે લોકો હવે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવાની માગ કરી રહ્યા છે.
તાજેતરનો મામલો સિનસિનાટીમાં આવેલી લિન્ડનર સ્કૂલ ઓફ બિઝનેસમાં સામે આવ્યો છે. અહીં મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઓળખ શ્રેયસ રેડ્ડી બેનિગેરી તરીકે થઇ હતી. જોકે, મૃત્યુ ક્યાં અને કેવી રીતે થયું તે અંગેની માહિતી બહાર આવી નથી. ન્યૂયોર્કમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે શ્રેયસના મોત અંગે જાણકારી આપતાં કહ્યું- શ્રેયસ રેડ્ડી બેનિગર બિઝનેસનો અભ્યાસ કરી રહ્યો હતો. તેના મૃત્યુના સમાચાર સાંભળીને તેઓ દુઃખી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. શ્રેયસનાં માતા-પિતા સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓનાં મોતનો આ ચોથો કિસ્સો છે. આ પહેલાં નીલ આચાર્ય, વિવેક સૈની અને અકુલ ધવનનાં પણ મૃત્યુ થયાં હતાં.
નેટીજન્સ દ્વારા પણ ભારતીય વિદ્યાર્થિઓ માટે એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવાની માગ થવા લાગી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેબાશીષ સરકારે વાણિજ્ય દૂતાવાસની પોસ્ટના જવાબમાં લખ્યું કે વિદેશ મંત્રાલયે ભારતીય વિદ્યાર્થિઓ માટે અમેરિકામાં સુરક્ષિત રહેવા માટે એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવાની જરૂર છે. તેમનું ફક્ત તેમના મૃતદેહોને ભારત મોકલી દેવાનું જ એકમાત્ર કામ નથી. અન્ય એક યૂઝરે લખ્યું કે ભારતીયો માટે અમેરિકા ઝડપથી અસુરક્ષિત થતું જઈ રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે ભારત ઉચ્ચ શિક્ષણ અને કામની શોધમાં અમેરિકા જવા માગતા ભારતીયો માટે એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login