ADVERTISEMENTs

પ્રદેશ પ્રમુખ પાટીલ ફોર્મ ભરવાનું વિજય મુહૂર્ત ચુક્યા, હવે આવતીકાલે નામાંકન ભરશે.

નવસારી મધ્યસ્થ કાર્યાલયથી વિશાળ જનમેદની સાથે ઉમેદવારી પત્ર ભરવા નીકળેલા સી આર પાટીલને કલેકટર ઓફિસ પહોંચતા મોડું થયું, વિજય મુહૂર્ત ચુકી જતાં આજે ફોર્મ ભરવાનું ટાળ્યું.

નવસારી ખાતે યોજાયેલ ભવ્ય રોડ શો. / X / @CRPaatil

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા છે. વિશાળ જનમેદનીના સમર્થન સાથે રાજ્યની અલગ અલગ બેઠકો પર ઉમેદવારી પત્ર ભરાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે રોડ શો યોજીને નીકળ્યા હતા. આજે ગુજરાતમાં અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા, તેમજ કોંગ્રેસમાં પાટણના ચંદનજી, ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી અને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે ફોર્મ ભર્યું હતું. તો જૂનાગઢથી હીરાભાઈ જોટવા, આણંદથી અમિત ચાવડા, અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિતનાઓ આજે ફોર્મ ભરવા નીકળ્યા હતા. લગભગ તમામ ઉમેદવારોએ પોતાના નક્કી સમય મુજબ ઉમેદવારી રજૂ કરી દીધી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સૌથી મોટા માર્જીનથી જીતનાર લોકસભા બેઠક નવસારીના ઉમેદવાર સી આર પાટીલ પણ આજે વહેલી સવારે સુરત ખાતે તેમના નિવાસ્થાનેથી માતાના આશીર્વાદ લઈ સહપરિવાર નવસારી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. નવસારી મધ્યસ્થ કાર્યાલય થી લુન્સીકૂઇ થઈને કલેકટર કચેરી સુધી ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં નવસારીવાસીઓ અને સુરતથી ખાસ પાટીલને સમર્થન આપવા હજારો લોકો જોડાયા હતા.

પાટીલના આ રોડ શોમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા. સમગ્ર રોડ શો દરમ્યાન કિર્તીદાન ગઢવી અને ગીતાબેન રબારી એ પણ લોકગીતોની રમઝટ બોલાવી હતી. હજારોની જનમેદની અને લાંબા રૂટને કારણે પાટીલને ફોર્મ ભરવા માટે કલેકટર કચેરી સુધી પહોંચવામાં મોડું થયું હતું અને તેઓ વિજય મુહૂર્ત ચુકી ગયા હતા.

ભાજપમાં નિયમ કહો કે હિન્દૂ સંસ્કૃતિ મુજબની શ્રદ્ધા છે કે, તમામ ચૂંટણીઓમાં ભાજપનો કોઈપણ ઉમેદવાર હોય તે પોતાનું ઉમેદવારી પત્ર વિજયમુહૂર્ત એટલે કે બપોરે 12:39 વાગ્યે જ ભરતા હોય છે. પરંતુ આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના રોડ શો માં ઉમટેલી જનમેદનીને કારણે ટ્રાફિક જામ ના ચક્કરમાં વિજય મુહૂર્તમાં પહોંચી શક્યા ન હતા. જેથી પાટીલે આજે ફોર્મ ભરવાનું ટાળ્યું હતું અને હવે આવતીકાલે બપોરે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે તેવું નક્કી કરી પાટીલ કલેકટર કચેરીથી ફોર્મ ભર્યા વિના પરત ફર્યા હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related