ADVERTISEMENTs

સુરતના નાટ્યકલાના સાધક પંકજ પાઠકજીને 'સંસ્કાર વિભૂષણ' એવોર્ડથી સન્માનિત કરાયા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગુજરાતનાં ત્રીસ કલા સાધકોને સંસ્કાર વિભૂષણ એવોર્ડ,માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

સંસ્કાર વિભૂષણ એવોર્ડ સાથે પંકજ પાઠકજી / સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત

ગુજરાતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર કલા-સંસ્કૃતિને ઉજાગર અને ઉજવણી કરવા માટે સંસ્કાર ભારતી - ગુજરાત પ્રાંત દ્વારા "મારી ગુણવંતી ગુજરાત સંસ્કારોત્સવ-૨૦૨૪નું  ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોરબંદરના મેર રાસ મંડળનો મણિયારો, ઢાલ તલવાર રાસ અને સિદ્ધપુરના દ્વારકેશ મંડળનો બેડા રાસ રજુ થયો હતો.

આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ "સંસ્કાર સન્માન ૨૦૨૪ "  અને "સંસ્કાર વિભૂષણ" માનપત્ર અર્પણ સમારોહ રહ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના ત્રીસ જિલ્લાના વિવિધ ક્ષેત્રના ત્રીસ શ્રેષ્ઠ કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કલાકારોને માનપત્ર,સ્મૃતિ ચિન્હ અને રોકડ પુરસ્કાર  વડે સન્માનિત કરવામાં  આવ્યા . રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ વર્ષની થીમ સમરસતા છે, તેથી આ કલાકારોની પસંદગીમાં પણ સમરસતા જાળવવાનો પ્રયત્ન કરાયો હતો. આ ઉત્સવ  પહેલી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે સાડા ચાર  કલાકે, ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, કર્ણાવતી ખાતે માત્ર આમંત્રિતો માટે  યોજાયો હતો.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. ઉપરાંત સંસ્કાર ભારતીના અખિલ ભારતીય કોષાધ્યક્ષ સુભાષચંદ અગ્રવાલ, સંગીત નાટક અકાદમી, ન્યુ દિલ્હી ઉપાધ્યક્ષ જોરાવરસિંહજી જાદવ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સહકાર્યવાહ યશવંતભાઇ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં રાજ્યના વિવિધ શાસ્ત્રીય  અને લોક્નૃત્યો પણ રજુ થશે.

આ સન્માન સમારંભમાં કર્ણાવતીમાંથી મેઘાણી સાહિત્ય માટે પિનાકીન મેઘાણી, ભાવનગરમાંથી લોકસંગીત માટે અરવિંદ બારોટ, જામનગરમાંથી સાહિત્ય માટે લેફટનન્ટ ડો. સતીશચંદ્ર વ્યાસ 'શબ્દ', પોરબંદરમાંથી લોકસંગીત માટે લલિતાબેન ઘોડાદ્રા, સુરેન્દ્રનગરમાંથી ચિત્રકલા માટે લક્ષ્મણભાઈ લામ્પડા, જુનાગઢમાંથી લોકવાદ્ય માટે મીર હાજી કાસમ રાઠોડ, દેવભૂમિ દ્વારકામાંથી લોકસાહિત્ય માટે જીતુભાઈ દ્વારકાવાળા, આણંદમાંથી સાહિત્ય માટે અશોકપુરી ગોસ્વામી, વડોદરામાંથી ભૂઅલંકરણ માટે રાજેન્દ્ર પુરુષોત્તમ દિન્ડોરકર, બોટાદમાંથી આખ્યાન માટે હરદેવગીરી પ્રભાતગીરી ગોસ્વામી, અમરેલીમાંથી સાહિત્ય માટે સ્નેહી પરમાર, ગીર સોમનાથમાંથી લોકવાદ્ય માટે નથુભાઈ કાનજીભાઈ મકવાણા, રાજકોટમાંથી સાહિત્ય માટે અનુપમ દોશી, કચ્છમાંથી કચ્છી લોકસંગીત માટે ભારમલ સંજોટ, મોરબીમાંથી ભવાઈ માટે પ્રાણલાલ પૈજા, મહેસાણામાંથી અસાઈત સાહિત્ય માટે ડો. વિનાયક રાવલ, ભરૂચમાંથી સંગીતકલા માટે ડો. જાનકી મીઠાઈવાલા, સુરતમાંથી નાટયકલા માટે પંકજ વિભાકર પાઠકજી, ખેડામાંથી લોકસંગીત માટે ભારતીબેન વ્યાસ, પંચમહાલમાંથી નૃત્યકલા માટે ભરત બારૈયા, વલસાડમાંથી નાટ્યકલા માટે સતિષચન્દ્ર અમૃતલાલ દેસાઈ, તાપીમાંથી સાહિત્ય માટે ડો. દક્ષાબેન બળવંતરાય વ્યાસ, નવસારીમાંથી લોકકલા અને સાહિત્ય માટે ડો. સ્વાતી ધ્રુવ નાયક, બનાસકાંઠામાંથી સાહિત્ય માટે દીપકભાઈ જોષી, પાટણમાંથી લોકવાદ્ય માટે શંકરભાઈ કાળાભાઈ બારોટ, ગાંધીનગરમાંથી પ્રાચીનકલા માટે વિષ્ણુસિંહ ચાવડા, દાહોદમાંથી ચિત્રકલા માટે કિશોરકુમાર રાજહંસ, ડાંગમાંથી લોકકલા માટે શિવાજીભાઈ કાપરૂભાઈ ભોયે, સાબરકાંઠામાંથી સાહિત્ય માટે વિજયકુમાર રાવલ 'અર્ટોરા' અને અરવલ્લીમાંથી ભવાઈ માટે કમલેશભાઈ નાયક ને "સંસ્કાર સન્માન-૨૦૨૪" એવમ્ "સંસ્કાર વિભૂષણ" માનપત્રથી સન્માન કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ  માટે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. 

આ કાર્યક્રમની સફળતા  માટે સંસ્કારોત્સવ ૨૦૨૪ના સંયોજક રમણીક ઝાપડિયા, સંસ્કારભારતી, ગુજરાત પ્રાંત અધ્યક્ષ અભેસિંહજી રાઠોડ, મહામંત્રી જયદીપસિંહ રાજપૂત, કોષાધ્યક્ષ જગદીશભાઈ જોશી, પ્રસાદ દશપુત્રે,કમલેશ ઉદાસી,નવલભાઈ આંબલીયા સહિતના જહેમત ઉઠાવી  હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related