ડો. તેજસ પટેલ, રઘુવીર ચૌધરી સહિત 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરાશે દેશના સર્વોચ્ચ સન્માન ગણાતા પદ્મ પુરસ્કાર ૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 132 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેમાંથી 5ને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 110ને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. જેમાં 8 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી વૈજયંતિમાલા, પ્રખ્યાત નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમ, દક્ષિણના ફિલ્મ કલાકારો ચિરંજીવી અને બિંદેશ્વર પાઠક (મરણોત્તર)ને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
તો, બોલિવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી, ઉષા ઉથુપ, ફાતિમા બીબી (મરણોત્તર), ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઈકને પદ્મ ભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના જાણીતા ડો. તેજસ પટેલ સહિત 8 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ડૉ.તેજસ પટેલ – પદ્મભૂષણ (મેડિસીન)
કુંદન વ્યાસ – પદ્મભૂષણ (પત્રકારત્વ)
રઘુવીર ચૌધરી – પદ્મશ્રી (સાહિત્ય)
યઝદી ઈટાલિયા – પદ્મશ્રી (મેડિસીન)
હરીશ નાયક – મરણોપરાંત પદ્મશ્રી (સાહિત્ય)
દયાળ પરમાર – પદ્મશ્રી (મેડિસીન)
જગદીશ ત્રિવેદી – પદ્મશ્રી (કળા)
કિરણ વ્યાસ – પદ્મશ્રી (યોગ)
પદ્મ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે જેમણે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી હોય અને વિવિધ ક્ષેત્રોમાં વિશેષ કાર્ય કર્યું હોય. આ પુરસ્કારો કળા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, દવા, સમાજ સેવા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, જાહેર કાર્ય, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ અથવા સેવાઓ માટે આપવામાં આવે છે.
આ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છેઃ
1. પદ્મ વિભૂષણ: અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે.
2. પદ્મ ભૂષણ: ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવા માટે.
3. પદ્મશ્રી: વિશિષ્ટ સેવા માટે.
ગૃહ મંત્રાલય અનુસાર, કોઈપણ વ્યક્તિ આ પુરસ્કારો માટે પાત્ર છે. જો કે, સરકારી કર્મચારીઓ જ્યાં સુધી તેઓ પદ સંભાળે છે ત્યાં સુધી આ પુરસ્કારો માટે પાત્ર નથી. જો કે, ડોકટરો અને વૈજ્ઞાનિકોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login