તા.૭થી ૧૫ દરમિયાન રાજ્યવ્યાપી ઉજવાઇ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે સુરતના ઐતિહાસિક ચોકબજાર કિલ્લાથી અડાજણ બસ ડેપો સુધીની ‘વિકાસ પદયાત્રા’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વિવિધ બેનરો સાથે શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે નાણાં ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના સફળ નેતૃત્વ હેઠળ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યએ વિકાસના નવા આયામ સર કર્યા છે. ૨૩ વર્ષ પહેલા શરૂ કરેલી વિકાસ યાત્રામાં ગરીબો-વંચિતોની સાથે બાળકો, મહિલાઓ, ખેડૂતો અને આદિમ જૂથ સહિતના નાગરિકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી સૌના સહિયારા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત, શાળા પ્રવેશોત્સવ, ગરીબ કલ્યાણ મેળા,સેવાસેતુ જેવા અનેક વિકાસલક્ષી પ્રયાસો થકી ગુજરાતને સમગ્ર ભારતના મોડેલ સ્ટેટ તરીકે વિકસાવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના ઉત્તમ આયોજનને પગલે સૌર ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં મોખરે છે. અને હવે ‘કેચ ધ રેઇન’ પ્રોજેક્ટ અંતર્ગત વરસાદી પાણીના સંચયની કામગીરી માટે પણ રાજ્યસરકાર દ્વારા ઝડપભેર પ્રયાસો કરાઇ રહ્યા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login