દીવ મા સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિર ની પાંચ લિંગ ની રચના પાંચ પાંડવ દ્વારા કરવામા આવી છે જેનો અભિષેક ખુદ સમુદ્ર અભિષેક કરે છે જે દ્રશ્ય ખુબ જ અદભુત જોવા મળે છે, આજે શ્રાવણ માસ નો પ્રથમ સોમવારે અને પ્રથમ દિવસે ભાવી ભક્તો દર્શન માટે ઉમટ્યા
શ્રાવણ માસ દરમિયાન લોકો મહાદેવ ની આરાધના કરતા હોય છે દીવ મા પણ ગંગેશ્વર મહાદેવ નુ મંદિર પ્રખ્યાત છે જે દીવ ના ફુદમ ગામે આવેલ ખૂબ જ પ્રાચીન મંદિર છે તો ચાલો જાણીએ ગંગેશ્વર મહાદેવ વિશે ગંગેશ્વર મહાદેવ નુ મંદિર પાંચ હજાર વર્ષ થી પણ વધુ જુનુ છે જેની રચના પાંડવો દ્વારા કરવામાં આવી હતી પાંચ પાંડવો વનવાસ દરમિયાન દીવ પણ આવી પહોંચ્યા હોવા ની લોક વાયકા છે તેઓ મહાદેવ ની પુજા કર્યા વગર ભોજન ગ્રહણ કરતા નહી તેથી અહી સ્થિત પાંચ શિવ લિંગ ની સ્થાપના પાંચ પાંડવો એ તેમના કદ અનુસાર કરી હતી અને પુજા કરી ભોજન કર્યું હતુ ત્યાર થી અહી આ પાંચ પાંડવ રચીત શિવલિંગ પુજાય છે આ પાંચેય શિવલિંગ નજીક એક પાણી નુ ખાડો હતો કહેવાય છે કે દરીયા નુ ગમે તેટલુ પાણી આવે પણ તે ખાડા મા મીઠુ પાણી જોવા મળે છે લોકો નુ કહેવુ છે કે એ ગંગાજળ છે જેથી પણ આનુ નામ ગંગેશ્વર પડયુ હોવા ની માન્યતા છે આ પાંચેય શિવલિંગ ને રોજ સમુદ્ર પોતે અભિષેક કરે છે શ્રાવણ માસ દરમિયાન અહી ભક્તો ની ભીડ જોવા મળે છે અને શિવલિંગ ને સમુદ્ર નો અભિષેક સૌ કોઈ પોતાના મોબાઇલ મા કેદ કરતા નજરે પડે છે ગંગેશ્વર મહાદેવ નુ મંદિર સમુદ્ર કિનારે હોવા થી તે ખુબ આકર્ષક લાગે છે અહી દેશ વિદેશ ના પર્યટકો જોવા મળે છે જેવો દર્શન ના લાભ ની સાથે ફોટોગ્રાફી અને સેલ્ફી ની પણ મજા માણતા હોય છે અહી ઘણા રાજનેતા ઓ પણ દર્શનાર્થે આવી ચુકયા છે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દીવ મુલાકાત દરમિયાન ગંગેશ્વર મહાદેવ ના દર્શન કરવા આવ્યા હતા અને બીજી મુલાકાત મા તેમને મહાપુજા નુ આયોજન કર્યું હતું કહેવાય છે કે એમની કોઈ મનોકામના પૂર્ણ થવા થી આ મહાપુજા નુ આયોજન થયુ હતુ ઘણા લોકો નુ કહેવુ છે કે ગંગેશ્વર મંદિર નો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથો મા પણ છે આ મંદિરમાં વાર ત્યોહાર ખૂબ જ ધામધૂમથી ઉજવવા મા આવે છે ગંગેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણમાં ગંગેશ્વર મહાદેવ નો ઈતિહાસ લખેલો જોવા મળે છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login