ADVERTISEMENTs

રાજકોટની બેઠક પરથી પ્રથમ દિવસે જ 100થી વધુ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા / X / @PRupala

છેલ્લા કેટલાક દિવસોથી  કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વધુને વધુ વકર્યો  છે. પુરુષોત્તમ રૂપાલા એ વારંવાર માફી માંગી હોવા છતાં પણ ક્ષત્રિયો સમાધાન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. હવે રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ મોરચો માંડ્યો છે. જેને લઇને રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. ત આજથી ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું અને ભરવાનું શરૂ થયું છે.જેમાં આજે 100 થી વધુ ઉમેદવારી ફોર્મ ઉપડી ગયા હતા.

રાજકોટ લોકસભા બેઠકની ઉમેદવારી ફોર્મ આથી વહેચવાના શરૂ થયા હતા, જેમાં આજે આ  બેઠક માટે જિલ્લા કલેકટર કચેરીએ ઉમેદવારી પત્રો ઉપાડવા માટે ધસારો થયો હતો.આજે પ્રથમ દિવસે બપોર સુધીમાં 100થી વધુ ઉમેદવારી ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓએ ઉપાડ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના મહિલા અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજનાં મહિલા આગેવાન નયનાબા જાડેજાએ કહ્યું હતું કે,'ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં 100 ફોર્મ ઉપાડવામાં આવશે.'

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related