ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે જાય છે. અત્યાર સુધી મોટાભાગના વિદ્યાર્થીઓ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા પરંપરાગત દેશોમાં અભ્યાસ કરવાનું પસંદ કરતા હતા, પરંતુ હવે ઘણા નવા દેશોને તેમના મનપસંદ ઉભરતા સ્થળોમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.
હવે જર્મની, સ્પેન, ફ્રાન્સ, આયર્લેન્ડ, દુબઈ, સિંગાપોર, ન્યુઝીલેન્ડ અને માલ્ટા જેવા દેશો ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષી રહ્યા છે. જેના કારણો સુવ્યવસ્થિત વિઝા પ્રક્રિયાઓ, માહિતીની સારી પહોંચ અને આવકમાં વધારો પણ થયો છે.
જર્મનીની ઉત્તમ શિક્ષણ પ્રણાલીને કારણે છેલ્લાં ચાર વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 107%નો ધરખમ વધારો થયો છે. અહીં વિદેશી વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે શિક્ષણ, સરળ વિઝા પ્રક્રિયા અને વિવિધ પ્રકારના કોર્સ જેવી સુવિધાઓ આપે છે
તો બીજી તરફ ફ્રાન્સનું લક્ષ્ય 2030 સુધીમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને આવકારવાનું છે. અહીં અભ્યાસ કરવાના ઘણા ફાયદાઓ પૈકી એક સુવ્યવસ્થિત વિઝા પ્રક્રિયા છે, જેમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે 5-વર્ષના ટૂંકા ગાળાના શેંગેન વિઝાનો સમાવેશ થાય છે. વિઝા સામાન્ય રીતે એક અઠવાડિયામાં મળી જાય છે. લાંબા ગાળાના વિઝામાં લગભગ એક મહિનાનો સમય લાગે છે.
ત્રણ વર્ષમાં સ્પેનમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીમાં લગભગ 12% વધારો થયો છે. દેશ પ્રવાસન, આર્કિટેક્ચર અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય જેવા અભ્યાસના લોકપ્રિય ક્ષેત્રો ઉપરાંત સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરે છે. અહીં વિઝા પ્રક્રિયામાં સામાન્ય રીતે 30 થી 60 દિવસનો સમય લાગે છે. અહીં રહેવા-જમવાની વ્યવસ્થામાં પણ વધારે ખર્ચ નથી થતો.
તો બીજી તરફ દુબઈ પણ કોસ્મોપોલિટન વાતાવરણને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ફેવરિટ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ દુબઈ જઈ રહ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે દુબઈના વિઝા મેળવવામાં લગભગ 15 થી 20 દિવસનો સમય લાગે છે. ઘણા વિદ્યાર્થીઓ અહીં એપાર્ટમેન્ટ શેર કરીને રહે છે.
યુરોપિયન દેશ માલ્ટા તેમના રહેવાની કિંમત અને અંગ્રેજીના ઉપયોગને કારણે લોકપ્રિય બની રહ્યું છે. સામાન્ય રીતે વિદેશી વિદ્યાર્થીઓ અહીં બિઝનેસ, ટુરિઝમ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી જેવા અભ્યાસક્રમોનો અભ્યાસ કરવા આવે છે. વિઝા 7 થી 15 દિવસ લે છે.
આ સિવાય આયર્લેન્ડે 2010 અને 2020 વચ્ચે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો કર્યો છે. 2021માં 25,00૦થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા ગયા હતા. જુલાઈ 2021 થી માર્ચ 2022 વચ્ચે સિંગાપોરમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 1,500 થી વધીને 10,000 થઈ ગઈ છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login