લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે તેની વચ્ચે સમગ્ર દેશમાં જે તે રાજ્ય કે સીટના ઉમેદવાર પોતાના મત ક્ષેત્રમાં પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પણ જોવા મળી રહી છે. તેવામાં આકરા તાપમાં પણ નેતાઓએ મત માંગવા માટે પ્રજાની વચ્ચે જવું પડી રહ્યું છે. નેતાઓની યોજાયેલી જાહેર સભામાં ગરમીના કારણે મતદારોમાંથી કોઈક બેભાન થયા હોય કે તબિયત ખરાબ થઈ હોય તેવા સમાચારો ઘણીવાર સાંભળ્યા છે. કેટલીક વાર નેતાઓ પણ ગરમીના કારણે તેમની હાલત ખરાબ થવાથી તબિયત લથડી જતી હોવાના બનાવ પણ સામે આવ્યા છે.
આજે પણ એક આવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના યવતમાલ ખાતે એક જાહેર સભા સંબોધી રહ્યા હતા તે દરમિયાન જ ચાલુ ભાષણમાં તેઓ અચાનક મંચ પર પડી ગયા હતા. જો કે સ્ટેજ પર હાજર લોકોએ તેમને તરત જ ઉપાડીને સારવાર માટે લઈ ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ગડકરી ચૂંટણી સભાને સંબોધવા માટે યવતમાલના પુશદ પહોંચ્યા હતા. જ્યારે તેઓ સ્ટેજ પરથી લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ આસપાસના લોકોએ તેમની મદદ કરી અને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. જોકે થોડા સમય બાદ નીતિન ગડકરી એ એક્સ X પર પોસ્ટ કર્યું કે, ગરમીના કારણે તેઓ થોડી અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. પરંતુ હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ અનુભવી રહ્યા છે.
पुसद, महाराष्ट्र में रैली के दौरान गर्मी की वजह से असहज महसूस किया। लेकिन अब पूरी तरह से स्वस्थ हूँ और अगली सभा में सम्मिलित होने के लिए वरूड के लिए निकल रहा हूँ। आपके स्नेह और शुभकामनाओं के लिए धन्यवाद।
— Nitin Gadkari (मोदी का परिवार) (@nitin_gadkari) April 24, 2024
તમને જણાવી દઈએ કે નિતીન ગડકરી નાગપુર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર છે. નાગપુર બેઠક પર પહેલા તબક્કામાં મતદાન થયું છે. અહીં તેમની સામે કોંગ્રેસના વિકાસ ઠાકરે ઊભા છે. નીતિન ગડકરીની વાત કરીએ તો આ બેઠકથી તેઓ ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.
નીતિન ગડકરી સાથે આવું પહેલીવાર નથી બન્યું કે તેમની તબિયત અચાનક બગડી હોય. વર્ષ 2018 માં પણ મહારાષ્ટ્રના અહમદનગર ખાતે એક કાર્યક્રમ દરમિયાન તેઓ સ્ટેજ પર જ અચાનક બેભાન થઈ ગયા હતા. ત્યારે એવી જાણકારી મળી હતી કે ગડકરીને સુગર લેવલ ઓછું થવાને કારણે ચક્કર આવ્યા હતા. તેમને તાત્કાલિક પાણી અને પેંડા આપવામાં આવ્યા હતા અને તેઓ સ્વસ્થ થયા હતા. હાલ નીતિન ગડકરીએ વજન ઘટાડવા માટે તેમનો ઓપરેશન કરાવ્યું છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login