ADVERTISEMENTs

ભારતે કેનેડાના નાગરિકો માટે 61 દિવસ બાદ ઈ-વિઝા સર્વિસ શરૂ કરી, નિજ્જર મામલે થયો હતો વિવાદ

ભારતે બે મહિના બાદ કેનેડાના નાગરિકો માટે ઇ-વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત 22 નવેમ્બર ૨૦૨૩નાં રોજ કરી છે. 21 સપ્ટેમ્બર ૨૦૨૩નાં રોજ કેનેડામાં ભારતની વિઝા સેવાઓ પૂરી પાડતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર આ સુવિધા સ્થગિત કરી દીધી હતી

india canada E visa / google

કેનેડાના નાગરિકો માટે ઇ-વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત

ભારતે બે મહિના બાદ કેનેડાના નાગરિકો માટે ઇ-વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત 22 નવેમ્બર ૨૦૨૩નાં રોજ કરી છે. 21 સપ્ટેમ્બર ૨૦૨૩નાં રોજ કેનેડામાં ભારતની વિઝા સેવાઓ પૂરી પાડતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર આ સુવિધા સ્થગિત કરી દીધી હતી. હવે ૨૨ નવેમ્બર ૨૦૨૩ની અસરથી કોઇપણ કેનેડિયન પાસપોર્ટ ધરાવતો નાગરિક ભારતના ઇ વિઝા લઇ શકશે. જો કે, કેનેડાના સામાન્ય નાગરિક પાસપોર્ટ સિવાયની કોઇપણ શ્રેણીમાંથી ભારતમાં આવતા માગતા નાગરિકોએ હાલના નિયમો પ્રમાણે વિઝા માટે અગાઉથી અજી કરવાની રહેશે એમ ઓટ્ટાવામાં રહેલા ભારતીય હાઇ કમિશને એક નિવેદનમાં જણાવ્યું.

અગાઉ મૂકાયેલા પ્રતિબંધ વખતે 26 ઓક્ટોબરથી ભારતે કેટલીક કેટેગરીમાં વિઝા સેવાઓ ફરી શરૂ કરવાનું કહ્યું હતું. જેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા સામેલ હતા. જો કે હવે કેનેડાના નાગરિકો માટે તમામ પ્રકારની ઇ-વિઝા અરજીઓને છૂટ આપવામાં આવી છે.

નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશની સંસદમાં એક નિવેદન આપ્યું હતું, જેમાં નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ ભારત સરકાર પર મુક્યો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. જોકે ભારતે ટ્રુડોના આક્ષેપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા. તથા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આ મુદ્દે કેનેડા પાસે તેમની વાતના સમર્થનમાં કોઇ પૂરાવા હોય તો તે રજૂ કરવાની પણ માગ કરી હતી. વળી, ભારતે નિજ્જરને વર્ષ 2020માં જ આતંકી જાહેર કરી દીધો હતો.

આ પહેલાં કેનેડાથી ભારત આવનારા યાત્રીઓ માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. આ પછી ભારતે ખાલિસ્તાન સમર્થકોના જોખમને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી પણ બહાર પાડી હતી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related