દેશ સહિત દુનિયાના અનેક દેશોના ઘરો અને હોટેલ્સ મા સવારના નાસ્તામાં બનતી વાનગી એટલે પૌંઆ,ત્યારે નવસારી એ પૌંઆના ઉત્પાદનનું હબ તરીકે વિકસીને સામે આવ્યું છે.નવસારીમાં રોજનું 600 ટન જેટલા પૌઆનું ઉત્પાદન થાય છે અને નવસારી થી પોંવા માત્ર ભારત જ ન નહિ પરંતુ અલગ અલગ દેશો માં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતનું એક એવું નાનકડું શહેર નવસારી જે એક ખાવાની વસ્તુ ના કારણે અકલ્પનીય પ્રસિદ્ધિ મેળવી રહ્યું છે અને તે છે પૌંઆ. નવસારીમાં પૌંઆ બનાવતી 65 જેટલી મિલો આવેલી છે. જેમાં રોજનું 600 ટન જેટલા પૌવાનું ઉત્પાદન થાય છે. પૌવા બનાવવાની શરૂઆત ભલે મહારાષ્ટ્રના રોહા થી થઈ હોય પણ દક્ષિણ ગુજરાતના ડાંગર નો પાક લેતા ખેડૂતોએ નવસારીમાં જ પૌવાનું ઉત્પાદન શરૂ કરી ઉત્તમ ગુણવત્તા યુક્ત પૌવા બનાવતા આજે દેશભરમાં નવસારી શહેરએ પૌવા ઉત્પાદનનું હબ તરીકે ઓળખ કાયમ કરી છે. અને સમગ્ર ગુજરાતમાં પૌવા ઉત્પાદન માટે નવસારી જિલ્લો પહેલા ક્રમે આવે છે.
નવસારી જિલ્લા પૌંઆ મિલ,એસોશિએશનનાં કારોબારી સભ્ય ઓમ પ્રકાશ અગ્રવાલ એ કહ્યું કે, નવસારી ખાસ કરીને પૌવા માટે ફેમસ છે .અહીં બે પ્રકારના પૌવા બનાવવામાં આવે છે. એક નાયલોન અને બીજા જાડા પૌવા.નાયલોન પૌંઆ માંથી ચેવડો બને છે. જ્યારે જાડા પૌવા ખાસ કરીને નાસ્તા માટે વાપરવામાં આવે છે. અહીંના પૌવામાં મીઠાશ હોય છે. કારણ કે દક્ષિણ ગુજરાતની જમીનમાં જે ફળદ્રુપતા છે. તેના કારણે અહીં ઉગાડવામાં આવતી ડાંગરમાં પણ મીઠાશ આવે છે. તેના કારણે જ આ ડાંગરમાંથી તૈયાર થતા પૌવામાં પણ મીઠાશ આવે છે. ખાસ કરીને પૌવા માટે ગુજરી ડાંગર અહીં ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવે છે. માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશોમાં જેવા કે સાઉદી અરેબિયા, યુએસ ,યુકે માં પણ નવસારી જિલ્લામાંથી પૌવા એક્સપોર્ટ કરવામાં આવે છે.
નવસારીમાં 60 જેટલી પૌવા બનાવનારી ફેક્ટરીઓ આવી છે અને આ ફેક્ટરીઓના કારણે નવસારી જિલ્લાની 3000 થી વધુ પરિવારોને રોજગાર મળી રહ્યો છે. નવસારીમાં મોટાભાગે ખેડૂત પરિવારો રહેતા હોય છે .આ ખેડૂત પરિવારો ડાંગર ઉગાડે છે અને આ ડાંગરમાંથી જ પૌવા બને છે. સાથે અહીંના ખેડૂતોને આ ફેક્ટરીઓમાં રોજગારી પણ મળી રહે છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ડાંગર એ અગત્યનો પાક છે. અને ડાંગરના પાકની જરૂરિયાતોને જોતા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ડાંગરના પાકની ઘણી નવી જાતો નું સંશોધન કરવામાં આવ્યું છે. અને તેને કારણે ડાંગરના પાકમાં વધારો થયો છે જે પૌઆ અને મમરાના ઉત્પાદન માટે અનુકૂળ છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login