ADVERTISEMENTs

લોકશાહીને જીવંત રાખવા માટે મોદી સરકારને હટાવવી પડશે: પૃથ્વીરાજ ચૌહાણ

અગાઉ પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આવી ઘટનાઓ બની ચુકી છે. એટલે જો હવે ભારતના લોકો એ લોકશાહીને જીવંત રાખવી હશે તો મોદી સરકારને હટાવવી પડશે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણ / @prithvrj

છેલ્લા 2 દિવસથી સમગ્ર દેશના મીડિયા અને પ્રજાનું ધ્યાન ખેંચનાર સુરત લોકસભા બેઠક પર આખરે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય આવ્યા બાદ સ્થાનિક ની સાથે સાથે રાષ્ટ્રીય નેતાઓએ પોતાની રીતે આ બાબતે પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આ બાબા સાહેબ આંબેડકરના સંવિધાન ને ખતમ કરવા તરફનું વધુ એક પગલું છે. હું ફરી કહી રહયો છું કે આ ચૂંટણી સરકાર બનાવવા માટે નહીં પણ દેશ અને સંવિધાન બચાવવા માટેની છે.

આ બાબતને લઈને સમગ્ર દેશમાં ક્યાંકને ક્યાંક ચર્ચાઓ થઇ રહી છે. જેની વચ્ચે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણને સુરત ખાતે નવસારી બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈના પ્રચાર અર્થે સુરત મોકલવામાં આવ્યા હતા. જે દરમ્યાન સુરતના મહેમાન બનેલા પરંતુહવીરાજ ચૌહાણે સુરત બેઠક બિનહરીફ થવા બાબતે મોદી સરકાર પાર ગંભીર આક્ષેપો કર્યા હતા. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થયા બાદ તેઓ સુરતના મહેમાન બન્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. 

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે 2014માં તેમને ઘણા વાયદા કર્યા હતા. અચ્છે દિન આયેંગે તેવું પણ તેમણે કહ્યું હતું આ ઉપરાંત બે કરોડ નોકરી ખેડૂતોની આવક બમણી કરવાની વાત અને 100 દિવસમાં કાળુ ધન લાવવાની વાત તેમને કરી હતી અને આ જ વાતને લઈને 2014માં દેશની 31% જનતાએ તેમને મત આપ્યો હતો અને ભાજપની સરકાર બની હતી. ત્યારબાદ 2019 માં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી અને હવે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની વાત થઈ રહી છે.

હાલ જે સુરત બેઠક પર ઘટના બની છે તે પ્રમાણે જો ચૂંટણીના ઉમેદવારી પાત્ર રદ્દ થાય અને ચૂંટણી યોજાતા પેહલા જ ઉમેદવારને વિજયી ઘોષિત કરી દેવામાં આવે તે લોકશાહી ને ખતમ કરી નાખશે. લોકોને પોતાનો નેતા ચૂંટવાનો અધિકાર જ નહિ રહે. અગાઉ પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આવી ઘટનાઓ બની ચુકી છે. એટલે જો હવે ભારતના લોકો એ લોકશાહીને જીવંત રાખવી હશે તો મોદી સરકારને હટાવવી પડશે.

પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા વાયદાઓ કર્યા છે. તે હજુ સુધી પૂરા કર્યા નથી. મતોનું વિભાજન થાય તો ક્યારે જીતી ન શકાય અને એટલા માટે મતોનું વિભાજન થતું અટકાવવા માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે. ભાજપને ચૂંટણી જીતવી છે તો મતનું વિભાજન ખૂબ જ જરૂરી છે. આ ચૂંટણી પાંચથી છ મુદ્દા ની લડાઈ છે. જેમાં છેલ્લા દસ વર્ષથી કમર તોડ મોંઘવારી વધી છે ઉદ્યોગોની કમર તુટી ગઈ છે તો સુરતના મુખ્ય ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોની હાલત ખૂબ જ ખરાબ છે મોદી આમાંથી રાહત લાવવા માટે તત્પર નથી હાલ યુવાનોને નોકરી નથી મળતી અને ખેડૂતોની હાલત પણ ખૂબ જ ખરાબ છે ખેડૂતો માટે ત્રણ કાયદા લાવવાની વાત મોદી સરકારે કરી અને તેનો વિરોધ ખેડૂતોએ કર્યો જેમાં કેટલાક ખેડૂતો મૃત્યુ પણ પામ્યા હતા. આજે મોદી સરકાર ખેડૂતો સાથે બદલો લઈ રહી છે. 

તેમને મોદી સરકાર પાર વધુ સકંજો કસતા કહ્યું હતું કે, કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે.  મોદી સરકાર પાસે આજે પગાર કે પેન્શન આપવા માટે પૈસા નથી 2014માં દેશનું દેવું 55 લાખ કરોડ રૂપિયા હતું આજે તે 200 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. અમને આશા હતી કે નરેન્દ્ર મોદી 10 વર્ષના કાર્યકાળ વિશે વાત કરી રહ્યા છે, તુષ્ટીકરણની વાત કરી રહ્યા છે, પણ ઘરેણાંનું ઓડિટ કરવામાં આવશે અને આતંકવાદીઓને રૂપિયા વેચવામાં આવશે, આ પ્રકારની વાતો કરી રહ્યા છે. મોદી સરકાર માત્ર ટેક્સ લગાડવાનું જાણે છે 25 લાખ કરોડ રૂપિયાની આવક માત્ર પેટ્રોલના ટેક્સ થી જ સરકારે કરી છે મોદી અને શાહના મોડલમાં દેશમાં ચૂંટાયેલી સરકારને તોડવામાં આવી રહી છે. આવી બધી વાતો કરીને જનતાને ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા તબતક્કાનું મતદાન જોઈને મોદી સરકાર બોખલાઈ ગઈ છે. ભાજપમાં સરકારનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ઇલેક્શન બોન્ડ હોવાની વાત પણ પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. જો દેશમાં ભાજપની જીત થશે અને મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો દેશમાં લોકશાહી નહીં બચી શકે. 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની કામગીરી બાબતે કોંગ્રેસનેતા પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારો આક્ષેપ છે કે અર્થવ્યવસ્થા મનમોહન સરકારની રીતે આગળ વધતી હોત તો આજે દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી હોત આજે ઘણા ઉદ્યોગો પડી ભાંગ્યા છે અને ખબર પડી ગઈ છે કે મોદી તાનાશાહી તરફ આગળ વધી રહ્યા છે અને સંવિધાન બચાવવા માટે લોકો સામે ચાલીને આગળ આવી રહ્યા છે.

કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણ / Lopa Darbar

Comments

ADVERTISEMENT

ADVERTISEMENT

E Paper

Related