ADVERTISEMENTs

મિચેલ સ્ટાર્ક IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, ૨૪.૭૫ કરોડમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યો

IPLના ઇતિહાસમાં એક જ દિવસે બે મોટા રેકોર્ડ નોંધાયા. IPLની ૨૦૨૪ની સીઝન માટેની ખેલાડીઓની મિની હરાજી દુબઇમાં યોજાઇ હતી. તેમાં બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સૌથી મોંઘી દાટ બોલી લાગી અને રેકોર્ડ સર્જાયો.

Mitchell Starc / Google

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

IPLના ઇતિહાસમાં એક જ દિવસે બે મોટા રેકોર્ડ નોંધાયા. IPLની ૨૦૨૪ની સીઝન માટેની ખેલાડીઓની મિની હરાજી દુબઇમાં યોજાઇ હતી. તેમાં બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સૌથી મોંઘી દાટ બોલી લાગી અને રેકોર્ડ સર્જાયો. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર પેટ કમિન્સને હૈદરાબાદની ટીમે ૨૦.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો તેના દોઢ કલાકની અંદર જ પેટ કમિન્સનો રેકોર્ડ તોડીને ઓસ્ટ્રેલિયન પેસ બોલર મિચેલ સ્ટાર્ક IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો. બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે સ્ટાર્કને ૨૪.૭૫ કરોડ રૂપિયાની જંગી રકમ આપી ખરીદ્યો. બે કરોડની બેઝ પ્રાઇસ ધરાવતા સ્ટાર્કે આઠ વર્ષ બાદ

લીગમાં પુનરાગમન કર્યું. ઓસ્ટ્રેલિયાના તીર્જા એક પ્લેયર ટ્રેવિસ હેડને સનરાઇઝર્સ હૈદરાબાદે ૬.૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો.  સ્ટાર્કના નામની જાહેરાત થઇ ત્યારે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે સૌથી પહેલી બોલી લગાવી હતી. શરૂઆતમાં બોલી છ કરોડ રૂપિયા સુધી ચાલી હતી. ત્યારબાદ કોલકાતા અને ગુજરાતની ટીમો પણ મેદાને ઉતરી હતી. બોલી ૧૨ કરોડ સુધી પહોંચી હતી. ત્યારબાદ દિલ્હી અને મુંબઇ બોલીમાંથી ખસી ગયા હતા. કોલકાતા અને ગુજરાત પાસે ૩૧ કરોડ કરતાં વધારેની રકમ હતી. બંનેએ ૨૦ કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી પરંતુ ગુજરાતે હાર માની લીધી હતી. કોલકાતાએ સ્ટાર્કને ૨૪.૭૫ કરોડમાં ખરીદી લીધો હતો. 

IPLમાં અગાઉ વિવિધ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા રમી ચૂકેલાં સ્ટિવ સ્મિથ, રિલે રોસેયૂ, કરુણ નાયર, જોશ હેઝલવૂડ, કુશન મેન્ડિસ, મનીષ પાંડે, લોકી ફર્ગ્યુસન, આદિલ રશીદ જેવા ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા. કોઇપણ ટીમે તેમને ખરીદવામાં રસ દાખવ્યો નહોતો. 

IPL ૨૦૨૪નાં સૌથી મોંઘા ખેલાડીઓ (હેડિંગ)


મિચેલ સ્ટાર્ક    કોલકાતા           રૂ.૨૪.૭૫ કરોડ
પેટ કમિન્સ    હૈદરાબાદ            રૂ.૨૦.૫ કરોડ
ડેરિલ મિચેલ    ચેન્નઇ               રૂ.૧૪ કરોડ
હર્ષલ પટેલ    પંજાબ                રૂ.૧૧.૭૫ કરોડ
અલઝારી જોસેફ    બેંગ્લોર         રૂ.૧૧.૫ કરોડ
સમીર રિઝવી    ચેન્નઇ               રૂ.૮.૪ કરોડ
રોવમેન પોવેલ    રાજસ્થાન       રૂ.૭.૪ કરોડ
શાહુરુખ ખાન    ગુજરાત            રૂ.૭.૪ કરોડ
કુમાર કુશાગ્ર    દિલ્હી                રૂ.૭.૨ કરોડ
ટ્રેવિસ હેડ        હૈદરાબાદ          રૂ.૬.૮ કરોડ

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related