ADVERTISEMENTs

અમેરિકાના ડિટેન્શન સેન્ટરમાં ઘણા ભારતીયોને રાખવામાં આવ્યા છે, સુવિધાઓ ખરાબ છે, વિરોધમાં ભૂખ હડતાલ શરૂ કરી છે

વોશિંગ્ટનના ટાકોમા સ્થિત નોર્થવેસ્ટ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા લગભગ 50થી 100 આશ્રિત લોકોએ ભૂખ હડતાળ શરૂ કરી છે. તેમને કોઈ સુવિધા નથી મળી રહી અને તેમની સાથે પ્રાણીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે.

હાલમાં 300 ભારતીયો NWDCમાં કસ્ટડીમાં છે / @Sunita Sohrabji

NWDCમાં કસ્ટડીમાં 300 ભારતીયો

વોશિંગ્ટનના ટાકોમા સ્થિત નોર્થવેસ્ટ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા લગભગ 50થી 100 આશ્રિત લોકોએ ભૂખ હડતાળ શરૂ કરી છે. તેમને કોઈ સુવિધા નથી મળી રહી અને તેમની સાથે પ્રાણીઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. રક્ષકો ખૂબ જ ખરાબ વર્તન કરે છે કારણ કે તે અંગ્રેજી બોલતા નથી. ખોરાક નબળો અને મોટાભાગે માંસાહારી છે. વોશિંગ્ટનના ટાકોમા સ્થિત નોર્થવેસ્ટ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા લગભગ 50થી 100 આશ્રય મેળવનારાઓએ ભૂખ હડતાળ શરૂ કરી છે. તેઓ કહે છે કે તેમને કોઈ સુવિધા નથી મળી રહી અને તેમની સાથે પશુઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હાલ કુલ 300 ભારતીયો NWDCમાં કસ્ટડીમાં છે. 

આ તમામ લોકો મૂળ ભારતના પંજાબ રાજ્યના છે. સુવિધાઓના અભાવના વિરોધમાં તેમણે 2 જાન્યુઆરીથી ભૂખ હડતાળ શરૂ કરી છે. જ્યાં સુધી તે ડિટેન્શન કેન્દ્રમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવાની તેણે પ્રતિજ્ઞા લીધી છે. તે બધા જ આશ્રય માટે લાયક છે, પરંતુ તેમ છતા બિનસલાહભર્યા અને ભીડભાડવાળી પરિસ્થિતિઓ, ખરાબ ખોરાક અને તબીબી સંભાળની અછત વચ્ચે ઓછામાં ઓછા 4 મહિના જેટલા સમય કે તેથી વધુ માટે અટકાયતમાં રાખવામાં આવ્યા છે. 

લેટિનો એડવોકેસીના સ્થાપક મારુ મોરા વિલાલપાંડો કહે છે કે આશ્રિતોને ICE કોર્ટની સુનાવણી વિના બોન્ડ પર મુક્ત કરી શકાય તેમ છે, પરંતુ તેમ કરવામાં આવતું નથી. વિલાલપાંડોએ આક્ષેપ મૂક્યો હતો કે NWDC ખાતે ભારતીય આશ્રય શોધનારાઓ સાથે ગાર્ડ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવે છે કારણ કે તેઓ અંગ્રેજી બોલતા નથી. તેમણે કહ્યું કે ખોરાક ખરાબ હતો અને મોટાભાગે માંસાહારી હતો. લગભગ બે તૃતીયાંશ પંજાબીઓ માંસ ખાતા નથી.

ભૂખ હડતાળ કરનારાઓએ તેમના ઉપવાસ ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમારા અંતિમ શ્વાસ સુધી ભૂખ હડતાળ ચાલુ રહેશે. તેમાંથી એકના જણાવ્યા અનુસાર, 62 વર્ષીય મોહિન્દર ગિલ 6 જાન્યુઆરીના રોજ ભોજનના અભાવે બેભાન થઈ ગયા હતા અને તેમને સ્ટ્રેચર પર તેમના યુનિટની બહાર લઈ જવામાં આવ્યા હતા.

લા રેસિસ્ટેન્સિયા દ્વારા જાહેર પાડવામાં આવેલા વિડિયોમાં સિંહે કહ્યું, "જ્યાં સુધી મારું શરીર સહન કરી શકશે ત્યાં સુધી હું ઉપવાસ કરીશ." મારે અહીંથી આઝાદી જોઈએ છે, હુ બસ ઈચ્છું છું કે મને અહીથી છોડી દો અથવા મને મારા પરિવાર પાસે કેનેડા પાછા મોકલો. હું અહીં માનસિક રીતે બીમાર અને શારીરિક રીતે કમજોર પડી રહ્યો છું.

તેમણે કહ્યું કે ICE એ ભૂખ હડતાળ કરનારાઓને ધમકી આપી છે કે જો તેઓ ઉપવાસ નહીં તોડે તો તેમની અટકાયત લંબાવવામાં આવશે. લા રેસિસ્ટેન્સિયા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સિંહે કહ્યું કે તેના લીધે ઘણા લોકોએ હાર માની લીધી છે. 

2023માં આ કેન્દ્રમાં સાત વખત ભૂખ હડતાળ કરવામાં આવી હોવાનો અહેવાલ છે. ગયા નવેમ્બરમાં, વોશિંગ્ટન સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના અધિકારીઓએ 200થી વધુ ફરિયાદની તપાસ કરવા માટે અહીં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક રેડિયો સ્ટેશન કેએનકેએક્સે અહેવાલ આપ્યો હતો કે બંને વખત જ્યારે તેમણે પ્રયાસ કર્યો, તે વખતે પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ICE અટકાયત કેન્દ્રોમાં છેલ્લા એક દાયકાથી ભૂખ હડતાલના કિસ્સા વારંવાર બને છે. જેની પહેલી નોંધ 2014માં અલ પાસો ટેક્સાસના એક અટકાયત કેન્દ્રમાં મળી હતી. ICE એ ભૂખ હડતાલ સમાપ્ત કરવા માટે કડક વલણ અપનાવ્યું છે. જેમ કે નાકની નળીઓ મારફતે બળજબરીથી ખોરાક આપવો, સંબંધીઓ સાથે સંપર્કનો ઇનકાર, અને સામાન્ય કેદીઓથી અલગતા વગેરે.

વિલાલપાંડોએ કહ્યું કે NWDCમાં હજુ સુધી કોઈને બળજબરીથી ખવડાવવામાં આવ્યુ નથી. અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલે જણાવ્યું હતું કે ICE વ્યક્તિને તેની પોતાની ઓળખ પર મુક્ત કરી શકે છે, એટલે કે તે વ્યક્તિએ સુનિશ્ચિત કરવું રહ્યું કે તે ઇમિગ્રેશન કોર્ટની સુનાવણીમાં હાજર થવા માટે કાગળ પર સહી કરી બાહેંધારી આપે છે. પણ ઘણીવાર, ICE તે કરવાનું પસંદ નથી કરતી. બોન્ડ રકમ એટલી વધારે છે કે આશ્રય શોધનાર તેને ચૂકવી શકતો નથી. ભૂતપૂર્વ ટ્રમ્પ વહીવટીતંત્ર દરમિયાન હજારો આશ્રય શોધનારાઓને બે વર્ષથી વધુ સમય માટે ICE કેન્દ્રોમાં રાખવામાં આવ્યા હતા.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related