મલયાલમ ફિલ્મ Manjummel Boys એ રિલીઝ થયાના માત્ર 26 દિવસમાં વૈશ્વિક સ્તરે 2.4 અબજ ડોલરનો આંકડો પાર કરનારી પ્રથમ મલયાલમ ફિલ્મ તરીકે રેકોર્ડ તોડ્યો છે. '2018 એવરીવન ઇઝ અ હીરો' ફિલ્મ દ્વારા કમાણીના રેકોરને તોડીને, Manjummel Boys મલયાલમ સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.
નિર્દેશક ચિદમ્બરમે આ ફિલ્મ માટે સૌબિન શાહિર, શ્રીનાથ ભાસી, જીન પોલ, અભિરામ રાધાકૃષ્ણન અને અન્ય કલાકારોને સિલેક્ટ કર્યા હતા. પરવ ફિલ્મ્સ અને શ્રી ગોકુલમ ફિલ્મ્સ બંને સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, આ ફિલ્મ 2006ની એક સાચી ઘટના પર આધારિત છે.
આ વાર્તા મિત્રોના એક જૂથની આસપાસ ફરે છે જે કોડાઈકનાલમાં વેકેશન પર જાય છે. જ્યારે તેઓ ગુનાની ગુફાઓના એક પ્રતિબંધિત વિસ્તાર પર અટવાય જાય છે ત્યારે ફિલ્મ એક રોમાંચક વળાંક લે છે. તે સમયે તેઓ તમામ ચેતવણીને અવગણીને , વધુ ઊંડાણમાં જવાનું સાહસ કરે છે, અને તેમાંથી એક વ્યક્તિ ખાડામાં પડે છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો ભયાવહ સંઘર્ષ ફિલ્મને એક રોમાંચક તબક્કામાં લઈ જાય છે.
પુરસ્કાર વિજેતા ભારતીય ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક અનુરાગ કશ્યપે લેટરબોક્સડ પર ફિલ્મની સમીક્ષા કરતા તેમણે આ ફિલ્મને "એક્સ્ટ્રા ઓર્ડિનરી" ફિલ્મ ગણાવી હતી. કશ્યપે લખ્યું, "આત્મવિશ્વાસથી ભરપૂર એક અસાધારણ ફિલ્મ છે. ભારતના તમામ મોટા બજેટના ફિલ્મ નિર્માણ કરતાં આ ઘણી સારી ફિલ્મ છે. આવો આત્મવિશ્વાસ, આવી અશક્ય વાર્તા કહેવાની રીત.મને આશ્ચર્ય છે કે, કોઈ આવા અધભુત વિચારને નિર્માતાને કેવી રીતે વેચી શકે છે. હિન્દી ફિલ્મ જગતમાં ફક્ત આવી ફિલ્મોની રીમેક જ બની શકે છે. એક પછી એક ત્રણ અદભુત મલયાલમ ફિલ્મોની સામે હિન્દી ફિલ્મ જગત ખુબ પ પાછળ રહી ગયું છે ".
22 ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલી આ ફિલ્મ દર્શકોનો જોરદાર પ્રતિસાદ મેળવી રહી છે. તેણે તેના શરૂઆતના દિવસે 3 કરોડ થી વધુની કમાણી કરી હતી. માઉથ પબ્લિસિટી બાદ દેશભરના પ્રેક્ષકોમાં તે ચર્ચાનો વિષય બની છે. ભારતમાં અંદાજે ₹107.60 કરોડની કમાણી કરી. વધુમાં, 135 મિનિટની આ ફિલ્મ યુકે અને યુરોપના 100 થી વધુ ફિલ્મ થિયેટરોમાં સફળ રહી છે.
'Manjummel Boys' 2024ની અત્યાર સુધીની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ પણ છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login