ADVERTISEMENTs

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત, કુલ 7 તબક્કામાં યોજાશે ચૂંટણી. ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન.

હાલની સરકારનો કાર્યકાળ પૂર્ણ થવાના 12 દિવસ અગાઉ મતગણતરી કરવામાં આવશે, હાલની ભાજપ/એનડીએ સરકારનો કાર્યકાળ 16 જૂનના રોજ પૂર્ણ થાય છે.

મતદાન અધિકારીઓ 10 એપ્રિલ, 2019ના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સામાન્ય ચૂંટણી-2019 માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) સાથે દક્ષિણ આંદામાનના મંજેરીથી રટલેન્ડ ટાપુ માટે રવાના થયા. / PIB

વૈશ્વિક સ્તરે સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ ભારતમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. ચીફ ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં આશરે 97 કરોડ મતદારો છે. જેમાંથી 1.82 કરોડ મતદારો ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે. જે આ વખતે લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે. નવા વોટર્સની સંખ્યા US અને યુરોપિયન યુનિયનની સંયુક્ત વસ્તી કરતા પણ વધુ છે.
દેશના 29 રાજ્યો અને 7 સંઘ પ્રદેશમાં ચૂંટણીઓ યોજવામાં આવનાર છે. જેમાં દેશના મતદારો તેમના કુલ 543 પ્રતિનિતિઓ એટલે કે લોકસભાના સભ્યોને ચૂંટશે.
18મી લોકસભાની ચૂંટણી આગામી 19 એપ્રિલના રોજથી 1 જૂન સુધીના સાત તબક્કામાં યોજાશે. જયારે મતગણતરી ચાલુ સરકારનો કાર્યકાળ પૂર્ણ થવાના 12 દિવસ પેહલા એટલે કે 4 જૂનના રોજ કરવામાં આવશે. ચાલુ સરકારનો કાર્યકારલ 16 જૂનના રોજ પૂર્ણ થશે.

પત્રકાર પરિષદ સંબોધતા રાજીવ કુમારે જણાવ્યું હતું કે, "જો ચૂંટણી દરમ્યાન ક્યાંય પણ હિંસા થશે તો તેની સામે એક્શન લેવામાં અમે જરાય પણ નમતું જોખિશુ નહિ"

હાલની સત્તાધારી પાર્ટી ભાજપે ગત ચૂંટણીમાં 303 સીટ પર ભવ્ય વિજય મેળવ્યો હતો. જયારે વિપક્ષમાં કોંગ્રેસે 52 સીટ મેળવી હતી. આ વખતે ચૂંટણીમાં પણ ભાજપ મજબૂત દાવેદાર તરીકે જોવાઈ રહ્યું છે જેની સામે INDI Alliance કે જે ભારતમાં મોટા ભાગના રાજકીય દળોનું એક સંગઠન બનાવવામાં આવ્યું છે તેને મુખ્ય હરીફ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ) 1982માં શરૂઆતથી ભારતની ચૂંટણી પ્રક્રિયાના પાયામાં રહ્યું છે. આ સંખ્યામાં નોંધપાત્ર સુધારા સાથે, લોકસભાની આ ચૂંટણીમાં સમગ્ર દેશમાં 50 લાખથી વધુ ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે, જે 2019 માં ઉપયોગમાં લેવાયેલ 23 લાખ ઈવીએમથી નોંધપાત્ર વધારો છે.

મતદાન પ્રક્રિયાની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને કોઈપણ સંભવિત ગેરરીતિને નિષ્ફળ બનાવવા માટે, ઇવીએમનું પરિવહન કરતા વાહનો જીપીએસથી સજ્જ હશે, જે તેમની હિલચાલ પર ઓન ટાઈમ સમયની દેખરેખ રાખશે. વિદેશી મતદારો, રોજગાર, શિક્ષણ અથવા અન્ય કારણોસર વિદેશમાં રહેતા ભારતના નાગરિકો અને જેમણે અન્ય કોઈ દેશની નાગરિકતા મેળવી નથી, તેઓ તેમના ભારતીય પાસપોર્ટ પર આપેલા સરનામાંનો ઉપયોગ કરીને મતદાર તરીકે નોંધણી કરાવવા પાત્ર છે.
 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related