ADVERTISEMENTs

ગિફ્ટ સિટીમાં દારૂની છુટથી સરકારની તિજોરી છલકાશે, 500 કંપનીના કર્મચારીઓને લાભ થશે

જયારથી ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી છે ત્યારથી અનેક પ્રકારના સવાલો લોકોના મનમાં થઇ રહ્યાં છે.

GIFT City Gnadhinagar / Google

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી ત્યારથી અનેક પ્રકારના સવાલો

જયારથી ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી છે ત્યારથી અનેક પ્રકારના સવાલો લોકોના મનમાં થઇ રહ્યાં છે. ત્યારે આ વચ્ચે નશાબંધી અને આબકારી નિયામકે દારૂની છુટછાટની માહિતી અંગે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે. નોંધનીય છે કે, હાલ ગિફ્ટ સિટીમાં 500 જેટલી કંપનીઓ છે અને 12 હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે.

આ પૈકી અમુક કર્મચારીઓ જ કાયમી છે તો જેના કારણે માલિક- સંચાલકોને વાઈન ઍન્ડ ડાઈન ફેસેલિટીનો લાભ મળશે. તો આ સાથે જ લિકર એક્સેસની પરમિટ બે વર્ષ રહેશે બાદમાં ફરીથી પરમિટ રિન્યુ કરાવવાનું રહેશે, આ માટે 1 હજારની ફી નક્કી કરવામાં આવી છે.

ગિફ્ટ સિટીમાં પ્રોબિહિશન એન્ડ એક્સાઈઝના સુપરિન્ટેન્ડેન્ટ પાસેથી એફએલ-૩ લાયસન્સ મેળવવું પડશે, આ લાયસન્સની મુદ્દત પાંચ વર્ષની રહેશે અને તેની વાર્ષિક ફી એક લાખ રૂપિયા જેટલી હશે, જ્યારે બે લાખ સિક્યોરિટી ડિપોઝિટ આપવાની રહેશે. 

આ બાદ અરજી ગિફ્ટ ફેસિલિટેશન કમિટીના ડિરેક્ટરને મોકલવાશે અને બાદમાં જ નિર્ણય લેવામાં આવશે. આમ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ આપતા જ સરકારની તિજોરીની છલકાઈ જશે.

તો બીજી તરફ જે વિઝીટર એક દિવસ માટે આ પરમિટ આપશે. જો નિયમનો ભંગ થશે તો પ્રોબિહિશન એક્ટ 1949 સેક્શન 54 અને ૫દ હેઠળ એફએલ-3 લાયસન્સ અને લિકર એક્સેસ પરમિટને આંશિક ધોરણે રદ્દ કરવામાં આવશે. આ સાથે જ પરમિટ રીન્યુ કરવામાં નહીં આવે તો જો કોઈ ક્લબ, રેસ્ટોરાં, હોટેલનું લાયસન્સ રદ્દ કરવામાં આવે અથવા સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે. 

તો કંપનીએ દારૂનો સમગ્ર સ્ટોક પ્રોહિબિશન સુપરિન્ટેન્ડેન્ટને સોંપવાનો રહેશે. સીલબંધ બોટલ જે વિસ્તારમાં હશે ત્યાં સીસીટીવી સર્વેલન્સ ફૂટેજ ત્રણ મહિના રાખવા પડશે કોણે કઈ બ્રાન્ડનો કેટલી માત્રામાં દારૂ લીધો છે તેનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related