ADVERTISEMENTs

સ્ટારબક્સના CEO તરીકે લક્ષ્મણ નરસિમ્હનની પ્રથમ વખત 'ઘર વાપસી'

નરસિમ્હનનો ઉછેર પૂણેમાં થયો છે અને વિદેશ જતા પહેલાં ઘણા વર્ષો સુધી મુંબઈમાં કામ કર્યું હતું. સ્ટારબક્સ 2028 સુધીમાં 1000 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે એટલે કે દર ત્રણ દિવસે એક સ્ટોર.

Lakshman Narasimha CEO / Google

પ્રથમ વખત 'ઘર વાપસી'

નરસિમ્હનનો ઉછેર પૂણેમાં થયો છે અને વિદેશ જતા પહેલાં ઘણા વર્ષો સુધી મુંબઈમાં કામ કર્યું હતું. સ્ટારબક્સ 2028 સુધીમાં 1000 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે એટલે કે દર ત્રણ દિવસે એક સ્ટોર.

ભારતીય-અમેરિકન સીઈઓ લક્ષ્મણ નરસિમ્હને સ્ટારબક્સનું સુકાન સંભાળ્યા બાદ આ અઠવાડિયે પ્રથમ વખત પોતાના વતન ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતના બે શહેરની ખાસ કરીને વ્યક્તિગત મુલાકાત ખરેખર 'ઘર વાપસી' હતી. તે એટલા માટે કારણ કે નરસિમ્હનનો ઉછેર પૂણેમાં થયો હતો અને વિદેશ જતા પહેલા ઘણા વર્ષો સુધી મુંબઈમાં કામ કર્યું હતું.

ભારત સ્થિત ટાટા સ્ટારબક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં સ્ટારબક્સ હાલ દેશભરના 54 શહેરોમાં 390 સ્ટોર્સ ચલાવે છે. તે આ સ્ટોર્સમાં આશરે 4,300 કર્મચારીઓ ને રોજગારી આપે છે. સાથે જ સ્ટારબક્સ 2028 સુધીમાં 1000 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે. એટલે કે દર ત્રણ દિવસે એક સ્ટોર ! 

1,000 વધારાના સ્ટોર્સ ખોલવાની જાહેરાત

ભારતમાં 1,000 વધારાના સ્ટોર્સ ખોલવાની જાહેરાતકંપનીના વધતા વલણને દર્શાવતા નરસિમ્હને આગામી ચાર વર્ષમાં સમગ્ર ભારતમાં 1,000 વધારાના સ્ટોર્સ ખોલવાની જાહેરાત કરી. તેઓએ નવા ગ્રાહકો સુધી તેઓ જ્યાં પણ હોય ત્યાં પહોંચવાની સ્ટારબક્સની મહત્વાકાંક્ષાઓને પણ પુષ્ટિ આપી. ભવિષ્યના સ્ટોર્સ સમાવેશ અને વિવિધતાના નમૂના હશે જ્યારે ત્રીજા પ્રકારના અનુભવો પર પણ ભાર મૂકશે જે કોફીની ચૂસકી સાથે અર્થપૂર્ણ માનવીય આકર્ષણને પણ પ્રોત્સાહન આપશે.

મુંબઈમાં નરસિમ્હન આ વર્ષની સ્ટારબક્સ કોફી ચેમ્પિયનશિપના વિજેતાની જાહેરાત કરવામાં મદદ કરવા માટે ડઝનબંધ સ્ટોર ભાગીદારો સાથે જોડાયા. જેમાં માધવ નામનો એક યુવાન બરિસ્તાએ ટ્રોફી જીતી.

એક પાર્ટનર ઓપન ફોરમ દરમિયાન નરસિમ્હને ભારતમાં ઉછર્યાની યાદો અને ક્રિકેટ રમવાનું પસંદ કરતા જિજ્ઞાસુ બાળકથી લઈને દાયકાઓ પછી સ્ટારબક્સમાં બરિસ્ટા તરીકેની તેની નમ્ર શરૂઆત સુધીની સફર વિશે વાતો શેર કરી.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related