મેષ રાશિ: સપ્તાહના આરંભે બેચેની લાગે, થાકનો અનુભવ થાય, ધારેલા કામમાં અવરોધ આવતા જણાય, સપ્તાહની મધ્યમાં તમને ગમતા કામ થઇ શકે. તમારા સ્નેહી મિત્રોની મુલાકાત થાય, બિઝનેસ ડીલ કરવાની હોય કે જોબ માં ચેન્જીસ કરવાના હોય તો તે બાબતે પોઝિટિવ ન્યુઝ મળે, તમારા કોમ્પિટિટરોનો સામનો કરી શકો, જવાબ આપી શકો. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળતાનો હશે. તમારી ધારણા પ્રમાણે ના સ્કોર કરી શકો, એડમિશન માટે પ્રયત્ન કરતા હોવ તો સફળ થાય, નાણાકીય બાબતે આ સપ્તાહમાં થોડી ચિંતા ઉદભવે પણ રસ્તા નીકળી જાય. તારીખ 7-8-9 દરમ્યાન ખોટી દોડાદોડી થાય, ગેરસમજનો ભોગ બનાય, અણધાર્યો ખર્ચો આવી જાય. તારીખ 10-11-12 દરમ્યાન તમે ખુશમિજાજી રહો. તમારી ગણતરી પૂર્વકના કામ પુરા થાય. સમાજમાં ઈજ્જત વધે તેમજ માન મળે, 13 તારીખના દિવસે નાણાંકીય ખર્ચ આવે પણ પરિવાર પાછળ ખર્ચ થાય. એકંદરે સપ્તાહ આનંદમય પસાર થશે. મહિલાઓએ આ અઠવાડિયામાં મિત્રો સાથે કે કુટુંબીજનો સાથે ગોસિપ વગેરે થી સાવધાની રાખવી. ખોટી આર્ગ્યુમેન્ટ ન કરવા અને આવેશમાં આવી ઉતાવળમાં કોઈ સાથે સબંધ તોડવા કે જોડવા નહીં. એકંદરે ઈજ્જત સચવાઈ રહે, માન મળે તેવું સપ્તાહ છે.
વૃષભ રાશિ: તમારો રાશિ સ્વામી લાભ સ્થાનમાં, આર્થિક બાબતોમાં સરળતા જણાશે, કામકાજમાં સફળતા દેખાશે, ઘણી વખત તમને બેચેની અને ચિંતાનો અનુભવ થાય. સ્વાસ્થ્ય બાબતે નાની મોટી ફરિયાદો જણાશે, આ સપ્તાહમાં ગુસ્સાથી બચવાની જરૂર છે. તમારી ધારણા પ્રમાણે ન થાય તો વિરોધ કે બેચેની બંને થી બચવું, તારીખ 7-8-9 જુના મિત્રો મળશે, ઓળખાણનો લાભ ઉઠાવી શકશો, વડીલો તરફથી ગિફ્ટ મળી શકે છે. 10-11-12 આ દિવસોમાં માનસિક સંતુલન જાળવવું ગુસ્સાથી બચવાની જરૂર છે, કાર્યસ્થળે સહકર્મી લોકો બરાબર કામ ન કરે કે બગડે તો ગુસ્સે થવાને બદલે ગાઈડ કરી ફરી કામ ન બગડે તેનું ધ્યાન રાખવા સૂચન કરવું. 13 તારીખ ઉત્તમ દિવસ છે, મઝા માં દિવસ પસાર થશે, સ્નેહીમિત્રો મળશે, સમગ્ર ટાઈમ ખુશીમાં જશે, આ સપ્તાહમાં મહિલાઓ એ પોતાના વડીલો થકી જે મળે તે સ્વીકારવું તેમના તરફથી શિખામણ કે ઠપકો મળે તો તેનો પ્રતિવાદ ન કરવો, તમારી ધારણા પ્રમાણે ના કામ પુરા થશે, કોઈ શુભ પ્રસંગ ના આયોજન માટે નુકુલ સમય છે, માતાજીની પૂજા પ્રાર્થના જરૂર ફળશે, એકંદરે પરિવાર સંતાન અને કાર્યક્ષેત્રે સફળતા આપનારું આ અઠવાડિયું છે.
મીથુન રાશિ: આ સપ્તાહ અટકેલા અને બાકી રહેલા કામો પુરા કરવા તેમજ કોઈક સેટ કરેલા ગોળ હાંસલ કરવાનો છે, સપ્તાહ દરમ્યાન મિત્રોની મુલાકાત નવા સંપર્કો થી ફાયદો થાય, નવા ડીલ ની વાત ચાલે, પરિવારના કોઈ સભ્યની બીમારી પાછળ સમય આપવો પડે, દૂરગામ ના, પરદેશ ના કે નજીકના કોઈ સ્નેહીઓ તરફથી સારા સમાચાર મળશે, ફાયદાકારક સોદાની વાત આગળ વધશે. જમીન અથવા સ્થાવર સંપત્તિ લેવા માટે અનુકૂળ સમય છે. નવી પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરી શકાય. તારીખ 7-8-9 કાર્યસફળતાના સંજોગો બતાવે છે, સામાજિક વ્યવહારમાં તમારી પ્રસંશા થશે. તમારી આવડતનો લોકો સ્વીકાર કરશે. 10-11-12 એપ્રિલ દરમ્યાન તમને અણધારી આવક થાય. કોઈક ઇન્વેસ્ટમેન્ટનો સારો ફાયદો મળે, પરિવારના સ્નેહી મિત્રો ની મુલાકાત થઇ શકે, 13 તારીખે સાવધાની રાખવી અજાણતા કોઈનું ખરાબ ન થાય કે નુકશાન ન થાય તમને વાગી ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે, આવેશ થી બચવાની જરૂર છે. મહિલાઓ માટે આખું અઠવાડિયું વ્યસ્ત રહેવાનું છે. તમે કોઈક આયોજન કરી રહ્યા હોય તેની દોડાદોડી અને વ્યવસ્થામાં તમારો સમય જાય, તમારી વ્યવસ્થા શક્તિનો બધા સ્વીકાર કરશે અને મોટી જવાબદારી તમને સોંપાય તેવી આ સપ્તાહમાં શક્યતાઓ છે. મહિલાઓએ અજાણ્યા લોકો સાથે વધુ વાતો ન કરવાની સલાહ છે.
કર્ક રાશિ: આ સપ્તાહ દરમિયાન પણ સાવધાની રાખવાની જરૂર છે તમારા રાશિથી આઠમા સ્થાનમાં શની મંગળ નું ભ્રમણ. અણધાર્યા આવેશને કારણે ખોટા નિર્ણયો લેવડાવે બેચેની જણાય તબિયતની કાળજી રાખવાની જરૂર છે કાર્ય ક્ષેત્રે ઉતાવળે આવેશમાં કોઈપણ નિર્ણય લેવા નહીં. આ સપ્તાહ દરમિયાન પોતાના કામ માટે અથવા કાર્ય સિદ્ધિ માટે બહારગામ જવાનું થાય તો પ્રવાસ ભ્રમણ તમને લાભદાયક રહેશે. નવા કામ સંબંધે કોઈ ચર્ચા થાય તો તે સફળ રહેશે સંતાન બાબતે કોઈ નિર્ણય લેવા હોય તો તે માટે અનુકૂળ સમય છે નાણાકીય વ્યવહારો આ સપ્તાહમાં ખૂબ સાચવીને કરવા અન્યથા નુકસાન થવાના સંજોગો છે તારીખ 7 8 9 એપ્રિલ દરમિયાન મન શાંત રાખવું બીજાની વાત ધીરજ થી સાંભળવી પોતાની વાત પાછળથી રજૂ કરવી તારીખ 10 11 12 તમારા કામકાજમાં વૃદ્ધિ થશે વેપાર કે પ્રોફેશનમાં તમને ફાયદો થશે અનુકૂળતા જણાશે લોકો તમારી વાતને સ્વીકાર કરશે સમજશે 13 તારીખ નો દિવસ ખુબ મહત્વનો રહેશે નવા નિર્ણયો લેવા માટે જુના સંબંધો ફરી તાજા બને અને તેનો ફાયદો ઉઠાવી શકશો કર્ક રાશિને મહિલાઓએ આ સપ્તાહમાં પરિવારના સભ્યોની થોડી કમ્પ્લેન સાંભળવી પડે તેમના તરફથી તમને જે ફીડબેક મળવું જોઈએ તેમાં ઉણપ વર્તાઈ તમારી સ્નેહી મિત્રો સાથે નીચે મુલાકાત નક્કી થઈ હોય તે પોસ્ટ પણ થાય ફરી મળવાનું થાય સંબંધીઓ સાથેના તમારા વ્યવહારને કારણે નાની-મોટી ગેરસમજ ની શક્યતાઓ રહે પણ આગળ જતા તમે તેને સુધારી શકો બધા તમારી મહત્વનો સ્વીકાર કરે તેવા સંજોગો ઊભા થાય.
સિંહ રાશિ: આ રાશિ માટે આ સપ્તાહમાં નાની નાની વાતે વિવાદ અને ગેરસમજ ઊભા થવાના સંજોગો છે તમારી સાથે કામ કરનારા તેમજ કુટુંબીજનો થોડા ઉગ્રતાથી થોડા ગુસ્સાથી વ્યવહાર કરે એનોઇગ સિચ્યુએશન ઊભી થાય છતાં સપ્તાહના પહેલા ત્રણ દિવસ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે કોઈની વાતમાં આવી અથવા વાત સાંભળીને પરિવારના અથવા નજીકના કોઈ સ્નેહી મિત્રો સાથે ખોટો ગુસ્સો કે વાતો કરીને બગાડ ન કરવો ધાર્મિક બાબતોમાં જે કંઈ આપણાથી થઈ શકે તે પ્રયત્નો કરવા પૂજાપાઠ તરફ આ સપ્તાહ દરમિયાન થોડું ધ્યાન આપવાની જરૂર છે પોતાની વાત સાચી છે તેવી જીદ પકડીને ન રાખવું કારણ વગરના ક્લેસ થી બચવાની જરૂર છે આ સપ્તાહમાં પ્રોપર્ટી ને લગતી કેટલીક વાતો આવે વિવાદ ઊભા થાય તો તેનાથી બચવાની જરૂર છે તારીખ 7 8 9 ખૂબ જ સાવધાનીથી પસાર કરવી વિવાદને કારણે તમને નુકસાન ઉઠાવવું પડે નાનો મોટો અકસ્માત એક્સિડન્ટ થવાના યોગ છે કોઈ બીમારી લાગે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ કોઈ ઘરેલુ ઉપાય બને ત્યાં સુધી ન કરવા પ્રમાણે તારીખ 10 11 12 તમારી ગણતરી કે ધારણા પ્રમાણે કામ થાય નહીં બેચેની લાગે કેટલીક વાતે તમારે ઠપકો સાંભળવો પડે અથવા ભૂલ થઈ છે તે અહેસાસ થતાં મનને થોડી ગ્લાનિ થાય. 13 તારીખ નો દિવસ આનંદમાં સ્નેહથી મિત્રો સાથે મોજ મજામાં પસાર થાય મહિલાઓ માટે આ સપ્તાહ ખૂબ સાચવીને જાળવીને ચાલવા જેવું છે કોઈપણ કામ કરતા ઉતાવળને કારણે નાનો મોટો એકસીડન્ટ થવાની શક્યતા છે માનસિક બેચેની ચિંતા ને કારણે તમને ફરસ્ટ્રેશન અનુભવાય તમારા અંગત સ્નેહીઓ પણ તમારી વાતને યોગ્ય રીતે સમજતા નથી તેવું લાગતા મન દુઃખ થાય પોતાની વાત વાત જ સાચી છે તેવું બને ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન ન કરવાની સલાહ છે અન્યથા પોતાનું જ નામ બગાડે તેવા સંજોગો છે સાવધાની રાખવી.
કન્યા રાશિ: મનગમતા વ્યક્તિઓની મુલાકાત અને આપણી પસંદગીના કામમાં ઈનવોલ થવાને કારણે આ સપ્તાહમાં ખુશી અને આનંદનો અનુભવ થશે વિચારો પણ રોમેન્ટિક અને કલા વિશે થોડા આવશે સપ્તાહના મધ્યમાં થોડોવિરહ વિષાદ બેચેની જેવા અનુભવ થાય. પૂજા પાઠ ધાર્મિક બાબતોમાં મન થોડું આ સપ્તાહ દરમિયાન જશે એકંદરે જે કોઈ કામ હાથમાં લેવાનું હોય તેમાં સફળતા મળશે અવરોધો દૂર થશે જ્યાં જરૂર હોય ત્યાં તેવી સહાયતા તમને મળી રહેશે તમારી અંદર છુપાયેલી શક્તિઓને બહાર કાઢવાનો આ સમય ચાલી રહ્યો છે મનમાં આવતા અને ઉઠતા વહેમથી બચવાની જરૂર છે તારીખ 7 8 9 ખુશી મજામાં દિવસ પસાર થશે તમારા હેતુ સિદ્ધ કરવા માટે જરૂરી સાથ અને સહકાર મેળવી શકશો તારીખ 10 11 12 બેચેની અને ચિંતામાં સમય પસાર થાય નજીકના સ્નેહીઓ માટે તમારા મનમાં ખોટા ખયાલ કોઈ બીજાની વાતોથી આવે જેનાથી બચવાની જરૂર છે 13 તારીખે આનંદમાં દિવસ પસાર થશે સ્નેહી મિત્રોને મળવાનું થશે અને નાનકડો પ્રવાસ પણ થઈ શકે આ રાશિને મહિલાઓએ આ સપ્તાહમાં વહેમથી બચવાની જરૂર છે માતાની પૂજા આરાધના થી તમને ખૂબ આનંદ લાગશે તમારા અટકેલા કામ પૂરા થાય તેવી આ સપ્તાહમાં પૂરી શક્યતા છે અથવા આગળ વધે પ્રોપર્ટી ને લગતા કોઈ નિર્ણયો લેવાના હોય તો તમારા પરિવારના સભ્યો નો સહકાર મળશે તમારી ગણતરી પ્રમાણે દરેક કામ પાર પાડી શકો એમ છો કોઈ પણ ખોટા આક્ષેપ આવે તો વિચલિત ન થવું શાંતિથી સાંભળવું વિવાદ કરવો નહીં એ વાતો તેની જાતે જ શાંત પડી જશે નાણાકીય બાબતે આ સપ્તાહમાં સારો ફાયદો થાય તેવા સંજોગો મહિલાઓ માટે છે.
તુલા રાશિ: આ સપ્તાહ તમારા જીવનમાં કેટલીક નવી ઘટનાઓ અને નવા સંજોગોનું નિર્માણ દર્શાવી રહ્યું છે પ્રવાસ પર્યટન અને નજીકના સ્નેહીઓનો સહકાર આ સપ્તાહમાં મળશે તબિયતની સાવધાની રાખવી તબિયતની કાળજી લેવાની જરૂર છે કાર્ય ક્ષેત્રે કેટલીક નવી વાતો આવે જોબ બદલવાના સંજોગો પણ ઊભા થઈ શકે અથવા જોબ છોડવાના પણ સંજોગો ઊભા થઈ શકે મનમાં કેટલીક વખત ઉગ્રતા ના ખ્યાલ આવશે ગુસ્સો આવશે બીજાના વ્યવહારથી મન થોડું બેચેની અનુભવે છતાં આ સપ્તાહમાં તમારો સમય એકંદરે ખુશી મજામાં પસાર થશે અવરોધોને પાર કરીને તમે તમારું કામ કરી શકશો તારીખ 7 8 9 દરમિયાન જુના સંબંધો જે અટકી ગયા છે તેને ઠીક કરવાનો સમય છે સંતાન તેમજ સ્નેહીઓ તરફથી સહકાર મળી રહે એવા સમય ચાલી રહ્યો છે તારીખ 10 11 12 દરમિયાન તમને ગમતા વ્યક્તિઓની મુલાકાત થાય તમારું કામ થાય મોજ મજા માં દિવસો પસાર થાય લાંબા સમયથી જેની સાથે જોડાવાની અથવા બિઝનેસ ડીલ કરવાની ઈચ્છા હતી કે પાર્ટનરશીપ કે ફ્રેન્ચાઇઝી બાબતે કામ કરવાનું હોય તો એ આ તારીખો દરમિયાન શક્યતાઓ છે તારીખ 13 ના રોજ ગેરસમજથી બચવું નાણાકીય નુકસાન થવાના સંજોગ છે સાવધાની રાખવી મહિલાઓ માટે આ સપ્તાહ ખૂબ મહત્વનું છે ઘણા સમયથી જે કામ અટકેલા હતા તેને પૂરા કરવા માટે જરૂરી મદદ સહાય સંપર્ક બધું મળી જશે એકદમ અચાનક કોઈ જૂની સખી સહેલીની મુલાકાત તમને આનંદ આપી જશે સગા સ્નેહીઓ તરફથી તમને આદર મળશે કાર્ય ક્ષેત્ર તમારી ક્ષમતાનો સ્વીકાર થશે તમારા આક્રમક વલણ ને લોકો એપ્રિસિયેટ કરશે એકંદરે મહિલાઓ માટે અનુકૂળ સપ્તાહ છે.
વૃશ્ચિક રાશિ: તમારો રાશિ સ્વામી મંગળ શનિ સાથે ચોથા સ્થાનમાં છે આ સપ્તાહમાં તબિયતની નાની મોટી સમસ્યાઓ ઊભી થવાના સંજોગ છે વિચારો અને તેના કારણે ઉદભવતી સ્થિતિનો સામનો તમારે કરવો પડશે તમારા જ મનમાં ખોટા ખોટા વહેમ જાગે જે જેથી બીજા પ્રત્યે તમારા મનમાં શંકા આવે જેને કારણે વિવાદ ઊભો થઈ શકે આ સપ્તાહમાં તમારા અંગત સ્નેહીઓ સાથે બને ત્યાં સુધી વિવાદમાં આવવાનું ટાળવું જોઈએ નાણાકીય બાબતોમાં આ સપ્તાહ અનુકૂળ જણાઈ રહ્યું છે કોઈ લોન અથવા મોર્ગેજ વગેરેની ગોઠવણ કરવાની હોય કે સેટલમેન્ટ કરવાના હોય તો તે માટે આ સમય અનુકૂળ છે સગા સ્નેહીઓનો સહકાર મળેલો રહેશે કેટલીક બાબતોમાં તમને જે શંકા ઉદ્ભવેલી હોય તો તેમાં પણ તમને આ સપ્તાહમાં સફળતા મળી શકે તેમ છે સંતાન બાબતે કોઈ ચિંતા હોય તો તેનો ઉકેલ આ સપ્તાહમાં મળશે નવા કામને સેટ કરવું હોય જેમ કે નવો ધંધો અથવા નવી જગ્યાએ સેટ થવું હોય તો આ સપ્તાહ જાળવી જવું હમણાં નિર્ણયના લેવો ટૂંકમાં સ્થાન ફેર કરવાનો નિર્ણય આ સપ્તાહમાં લેવો નહીં તારીખ 7 8 9 ના રોજ પેટની ગરબડ માથાનો દુખાવો માઈગ્રેન અથવા શરીર સાંધાના દુખાવાની ફરિયાદ આવી શકે તારીખ 10 11 12 દરમિયાન તમને મનમાં બેચેની જણાઈ ખોટા ખ્યાલ આવે સગા સ્નેહીઓ સાથે અને નજીકના વ્યક્તિઓ સાથે કે કાર્ય સ્થળે ક્યાંક ને ક્યાંક વિવાદનો અનુભવ થાય ગેરસમજ ઊભી થઈ શકે છે 13 તારીખ તમારી મોજ મજા અને આનંદમાં પસાર થશે મહિલાઓએ આ સપ્તાહમાં ખૂબ સાવધાની રાખવી તમારા વડીલ સ્નેહી સ્ત્રીઓ જે હોય તેમની તબિયત બાબતે થોડી ચિંતા થાય દૂર દેશથી તમને કોઈ અણગમતા સમાચાર મળે જેને કારણે તમને બેચેની વધી શકે તમારા સંતાન બાબતે કોઈ દુઃખ થાય તેવી વાત સાંભળવાની આવી શકે સાવધાની રાખવાની જરૂર છે આ સપ્તાહમાં બને છે ત્યાં સુધી કોઈના પર ગુસ્સો કાઢવો નહીં કોઈને ખોટું લાગે તેવો વ્યવહાર કરવો નહીં તેવી સલાહ છે એકંદરે સપ્તાહ થોડો બેચેનીમાં જાય પણ સપ્તાહના અંતમાં તમે ખૂબ મોજ મજા કરી શકો.
ધનુ રાશિ: આ સપ્તાહમાં બધા કામ તમારી ગણતરી પ્રમાણે થાય તેવું નથી મને બેચેની થાય તેવી ઘટનાઓ આ સપ્તાહની શરૂઆતમાં જોવા મળશે તમારી વાત ને ગેરસમજ કરવામાં આવે તેવી શક્યતાઓ છે પ્રોપર્ટી ને લગતા નવા વિવાદ ઊભા થઈ શકે મોર્ગેજમાં કોઈક નવા વિવાદ ઊભા થવાના કારણે થતું કામ અટકી શકે પ્રવાસ પર્યટનમાં તમને હેરાનગતિ નો અનુભવ થાય ખાસ કરીને તમારા વાહનમાં ગરબડ થતી જણાય ખોટો ખર્ચો આવી શકે છે અને બેચેની લાગે જેને કારણે તમને ખર્ચ થાય ટૂંકમાં વાહન કે પ્રોપર્ટી ને બાબતે ખર્ચના સંજોગો આ સપ્તાહમાં ઊભા થઈ શકે છે કાર્ય સ્થળે નાની મોટી વાતમાં ગેરસમજો થઈ શકે સંતાનની પ્રગતિથી જો કે તમને સંતોષ થશે તમારા ઘરની વડીલ સ્ત્રીઓની તબિયતની બાબતે ચિંતા આ સપ્તાહમાં જણાશે તારીખ 7 8 9 ખર્ચ ચિંતા અને વ્યગ્રતામાં સમય પસાર થાય કાર્ય સંબંધી નિર્ણયો લેવાની ક્ષમતા ઓછી થઈ હોય તેવી ફીલિંગ આવશે તારીખ 10 11 12 પેટની ગરબડ અથવા માનસિક ચિંતાને કારણે એસીડીટી જેવી તકલીફ ઊભી થઈ શકે 13 તારીખ નાની મોટી દોડાદોડી થાય જો કે સમય સારી રીતે પસાર થાય આ સપ્તાહમાં ધન રાશિની મહિલાઓએ સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરીને તમારી સાથે જો વડીલ સ્ત્રીઓ રહેતી હોય તો તેમની તબિયતની વિશેષ કાળજી રાખવાની જરૂર છે તેમના તરફથી કોઈ વાત સંભળાવવામાં આવે તો તેનો રિસ્પોન્સનો આપો સંતાનની પ્રગતિ બાબતે તમને સંતોષ થાય તેવી વાત સાંભળવા મળશે એકંદરે મહિલાઓ માટે સાવધાની થી પસાર કરવાનું આ સપ્તાહ છે.
મકર રાશિ: સપ્તાહ દરમિયાન તમારી ગણતરી અને ધારણા પ્રમાણેના કામ થાય નાણાકીય આવક થાય અટકેલા નાણા છૂટા થઈ શકે નજીકના સ્નેહીઓનો સાથ સહકાર મળી રહેશે સપ્તાહ દરમિયાન બોલવામાં ખૂબ કાળજી રાખવી તમારી વાતનો કોઈ અવળો અર્થ ન રહે તેનું ધ્યાન રાખવું જ્યાં જરૂરી હોય ત્યાં જ બોલવું જરૂર ન હોય ત્યાં ચૂપ રહેવાની જરૂર છે કાર્ય સ્થળે નાના મોટા વિવાદ થાય જેનો તમે ઉકેલ પણ લાવી શકશો આર્થિક બાબતે સરળતા જણાશે સપ્તાહની મધ્યમાં પ્રોપર્ટી અથવા વાહનને લઈને કોઈ સમસ્યા ઉપસ્થિત થાય સગા સ્નેહીઓ સાથે નાની મોટી ચડભડ થઈ શકે તારીખ 7 8 9 ના રોજ પ્રવાસ પર્યટનથી લાભ થાય તમારા નવા મિત્રો અને ગ્રાહકો સાથેના તમારા સંબંધ મજબૂત થાય નવી મુલાકાત અથવા ઇન્ટરવ્યૂમાં સફળતા મળે વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા નો સમય છે 13 તારીખ થોડી બેચેનીમાં પસાર થઈ શકે તારીખ 10 11 12 માં મનને વિસાદ થાય તેવી ઘટના બને મહિલાઓ માટે આ સપ્તાહ આનંદમાં પસાર થશે ઘર કે નોકરીને લઈને કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો તેનો ઉકેલ મળશે સગા સ્નેહીઓ તરફથી સારા શબ્દો સાંભળવા મળશે મહિલાઓએ આ સપ્તાહમાં ટોંટિંગથી બચવું બને ત્યાં સુધી કોઈ ની ટીકા ન કરવી બને તો એપ્રિસિયેટ કરવાથી તમારી છાપ સારી બનશે ઈજ્જત વધશે વડીલો તરફથી તમને સન્માન મળે તેવા સંજોગ આ અઠવાડિયે બની રહ્યા છે.
કુંભ રાશિ: ખાનપાનમાં કાળજી રાખવાનો સમય છે. તબિયત સાચવવાની ખુબ જરૂર છે તમને દાંત અથવા આંખ કે પેટની તકલીફ આ સપ્તાહ દરમ્યાન ઉદ્ભવી શકે સગા સ્નેહીઓનો સાથસહકાર મળી રેહશે નાણાકીય બાબત માં દોડાદોડી કરવી પડે છેવટે કામ સફળ થશે.આવેશ ગુસ્સા થી આ સપ્તાહમાં બચવાની પણ જરૂર છે તમારી કામ કરવાની ક્ષમતા ઘટતી હોઈ એવી લાગણી આવસે ક્યારેક જ્યાં સાહસ કરવાનું હોઈ તે સાહસ કરવાની ઇચ્છા કે વૃત્તિ નાબળા પડતા હોઈ એવો ખ્યાલ આવસે આંખ ની તકલીફ આ સપ્તાહમાં ઉદ્ધવી શકે તારીખ 7-8-9 એપ્રિલ બોલચાલ માં કાળજી રાખવી પરિવાર ને કારણે હેરાનગતિ ઉભી થઈ શકે 10-11-12 એપ્રિલ દરમ્યાન પ્રવાસ પર્યટન ફાયદાકારક રેહશે કોઈક નવી પાર્ટી અથવા નવા ઇન્ટરવ્યૂ નવી જગ્યા માટે જોબ માટે નો ઇન્ટરવ્યૂ માં સફળતા મળવાના સંજોગ છે નવી પાર્ટી સાથે કામ તમારું સારી રીતે થઈ શકે પ્રોપર્ટી ને લગતી કોઇ સમસ્યા હોઈ તો એનો ઉકેલ મળશે. 13 તારીખ બેચેનીમાં પસાર થાય સાવધાની રાખી અને લોકો ની સાથે વ્યવહાર કરવા કુંભ રાશિ ની મહિલાઓ માટે આ સપ્તાહ થોડી બેચેનીમાં જાય કુટુંબ ના સભ્યો તમારી વાત નો અવળો અર્થ લે અને ગેરસમજ કરે નાણાકીય બાબતે સાવધાની રાખવી લેવડદેવડમાં ભૂલચૂક ના થાય તેનું ધ્યાન રાખવું બિલ્સ વગેરા પ્રોપર રીતે ચેક કરીને પછી જ પેમેન્ટ કરવું પોતાના નજીકના જે સ્નેહીઓ જે તમારા થી નાના ભાઈબેન વગેરે એમની બાબતે કોઈ ચિંતા ઉભી થઈ હોઈ તો તેનો ઉકેલ તમે લાવી શકશો.
મીન રાશિ: આ રાશિના જાતકો માટે સફળતાનો સપ્તાહ કહી શકાય નવા કામ કરવા હોય તે માટેની અનુકૂળતાઓ જણાશે લાંબા ગાળાથી અટકેલા કામમાં પ્રગતિ જણાશે તમારા નજીકના સ્નેહીઓ તમારી વાતનો સ્વીકાર કરશે કોઈ ગેરસમજ થઈ હોય તો તે દૂર થશે આવક ના નવા રસ્તા ખુલ્લા થતા જણાશે તમારે જોબ બદલવી હોય તો તે બદલાઈ શકે તેવા સંજોગો છે ખાસ કરીને તમારી સાથે કામ કરનારા વ્યક્તિઓ બાબતે તમારે ધ્યાન રાખવાની જરૂર છે તમારી સાથે કામ કરનારા વ્યક્તિઓ તમારી એસેટ બનશે તેમના થકી સારો લાભ મેળવી શકશો કેટલીક જૂની ઘટનાઓને કારણે તમારે જવાબ આપવાના થશે જેના યોગ્ય જવાબો તમે આપી શકશો આવા કોઈ કિસ્સા હોય તો તેનો તમારી તરફેણમાં ઉકેલ આવશે કોર્ટ કચેરીમાં લાભદાયક ગોઠવાણો થઈ શકે તેઓ અનુકૂળ સમય છે તારીખ 7 8 9 ખુશી આનંદમાં પસાર થશે સફળતા નો સ્વાદ તમે ચાખી શકશો તારીખ 10 11 12 દરમ્યાન ખાન પાનની કાળજી રાખવી તેમજ વાણી વ્યવહારમાં સાવધાની રાખવી બને ત્યાં સુધી કટાક્ષમાં વાત ન કરવી અથવા અસત્ય હોય તેવી વાતો રજૂઆત ન કરવી 13 તારીખે મોજ મજા પ્રવાસમાં દિવસ પસાર થશે સ્નેહી મિત્રોને મળવાનું થશે જુના સંબંધો તાજા થશે જૂની યાદો પણ તાજી થશે મહિલાઓ માટે સમગ્ર સપ્તાહ ખુશી મજામાં પસાર થશે નાની મોટી બેચેની કુટુંબ પરિવારના સભ્યો ના વ્યવહારને કારણે લાગે થોડી ગેરસમજ ને કારણે મન દુઃખ થાય છતાં તેનો તમે હળવાશથી ઉકેલ લાવી શકશો તમારી વાત અને વ્યવહાર બંનેની પ્રશંસા થાય તેવા સપ્તાહ મહિલાઓ માટે છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login