મેષ રાશિ:
આ સપ્તાહ દરમ્યાન તમારી ધારણા પ્રમાણે કામ થતાં જણાશે, સપ્તાહની શરૂઆત ખુબ મોજ મજા આનંદમાં ખુશીમાં થશે. સપ્તાહના માધ્યમ થોડી ચિંતા બેચેની આવી જાય, સ્નેહી મિત્રો સાથે અમુક વાતમાં વાદવિવાદ થઇ જાય. સપ્તાહના અંતમાં થોડી પેટની ગરબડ અને બેચેની જેવું જણાય. તમારી ધારણા પ્રમાણે કામ થવામાં વિલંબ થાય. તારીખ 7-8 મોજમજામાં અને જુના મિત્રોની મુલાકાતમાં, નવા કામ કે ઓર્ડરની બાબતમાં ફાયદો થાય તેવા સમાચાર મળે. 9-10 જુલાઈ ચિંતાકારક છે, ઘરના વડીલની સ્ત્રીની ચિંતા તમને સતાવે. નાનુંમોટું ટેંશન આવી જાય, કામકાજના સ્થળે તમને અવહેલનાનો અનુભવ થાય. 11-12-13 જુલાઈ દરમ્યાન સાવધાનીથી વ્યવહાર કરવો. તમારા સ્નેહીઓ તમારી વાતને મિસઅંડરસ્ટેન્ડ કરે. આ સપ્તાહમાં મોટું આર્થિક નુકશાન થાય એવું છે નહીં. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. હાઈ બીપી, કોલેસ્ટ્રોલ હોય તો ચેક કરાવવાની જરૂર છે. મહિલાઓ માટે આ સપ્તાહ જૂની યાદો તાજી કરવાનું અને જૂની મિત્રતા ફરી કરવાની થાય છે. પ્રોપર્ટી, ધન કે સંતાન બાબતે નિર્ણય લેવા હોય તો આ સપ્તાહ અનુકૂળ રહેશે.
વૃષભ રાશિઃ
આ સપ્તાહ મિશ્ર ફળદાયક છે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. અંગત સ્નેહીઓ સાથે સંપર્ક તમને લાભદાયક રહેશે. સપ્તાહના અંતમાં કુટુંબ પરિવારના સભ્યોની તબિયતને કારણે ચિંતા થાય. કામકાજમાં તમારી ધારણા પ્રમાણેનો વધારો થશે. નાણાકીય બાબતોનો ઉકેલ મળશે. જુના મિત્રો સ્નેહીઓનો સાથ સહકાર મળે, તારીખ 7-8 ના રોજ ખાનપાનની કાળજી રાખવી. વાતચીતમાં કોઈનું મન દુભાય નહીં તેનું ધ્યાન રાખવું. 9-10 તમારી ગણતરી પ્રમાણે કામ કરી શકો. નવી જગ્યાએ જવા કે ફેરફાર કરવા માટે અનુકૂળ દિવસ છે. 11-12-13 તમારા મનમાં નાનીમોટી ચિંતા બેચેનીનો ભાર વર્તાય. આંખની કાળજી રાખવી આ સપ્તાહમાં જરૂરી છે. મહિલાઓ માટે સપ્તાહમાં અંગત કર્યો કે સ્નેહીઓ તરફ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તમારી પર્સનલ સમસ્યાઓનો ઉકેલ લાવવા મથામણ કરો તેનો ફાયદો મળશે. પારિવારિક મિત્રોના સંબંધમાં ચઢઉતર જોવા મળે. સંતાન બાબતની ચિંતાનો કોઈ ઉકેલ મળશે.
મિથુન રાશિઃ
જાતકો માટે સંપૂર્ણ સપ્તાહ આનંદમય અને ખુશીના સમાચાર લઈને આવનારું છે. મનમાં જે કઇ ચિંતા બેચેની હોય તેનું નિરાકરણ મળશે. વડીલો કે કાર્યસ્થળે બોસ તરફથી પ્રસંશા મળશે. તમારી આવકમાં કોઈકને કોઈ વધારો થાય. એપ્રીશિએશન તરીકે તમને ફાયદો થાય એવા સંજોગ છે. સ્નેહી વડીલોમાં અને સમાજમાં તમારું માન જળવાયેલું રહેશે. તારીખ 7-8-9-10 મોજમજામાં પસાર થાય, તમે ધારેલા કામ ખુબ સારી રીતે પાર પાડી શકો. 11-12-13 દરમ્યાન હરવા ફરવાના પ્રોગ્રામ બને, કોઈક પીકનીક પર જવાનું થઇ શકે. સારું એવું ગેટ ટુ ગેધર થાય. ધાર્મિક પ્રસંગમાં પણ હાજરી આપવાની થઇ શકે. આ સપ્તાહ મહિલાઓ માટે પણ ઘણું અનુકૂળ છે. જે કામ કરવાની કે આગળ ચાલવાની ગણતરી છે તે ઈચ્છા મુજબ પુરુ થશે. મનમાં ધારેલા કામ એક પછી એક ઉકલતા જાય. શુભ સમાચાર દેશ તેમજ વિદેશથી મળે. અંગત સ્નેહીઓ સાથેના સબંધ વધુ મજબૂત થાય.
કર્ક રાશિઃ
આ સપ્તાહ ચિંતા બેચેની અને ઉચાટ લઈને આવેલું છે. જે કામ કરવા ધાર્યા હોય તેમાં અવરોધ આવે અડચણ આવે. ફાયનલ થયેલ ડીલમાં પણ ક્યાંક અડચણ આવી શકે. તબિયતની ગરબડને કારણે પણ હેરાનગતિ થાય. નાની મોટી સર્જરી થવા એક્સીડેન્ટ થઇ શકે. નાણાકીય બાબતે તમારી ગણતરીઓ ખોટી પડે. દોડાદોડીનો સમય છે આ. તારીખ 7-8-9 ખુબ સાવધાની રાખવી, ગુસ્સાને કાબુમાં રાખવો અન્યથા ગેરસમજને કારણે આપણને નુકશાન થઇ શકે. 10-11-12-13 આ તારીખો દરમ્યાન થોડી શાંતિ મળશે. તમે કરવા ધારેલા કામ આ સમયમાં પાર પાડી શકો. નવી ડીલ, નવી મુલાકાતો, નવા ઇન્ટરવ્યૂ આપવા જવું હોય તો આ સમયમાં કામ થઇ શકે. 12-13-14ના દિવસોમાં ખાનપાનમાં કાળજી રાખવી. તબિયતની ગરબડ થઇ શકે એમ છે. વડીલોની તબિયત ચિંતા કરાવે. મહિલાઓએ આ સપ્તાહમાં બોલવામાં ખુબ કાળજી રાખવી. તમજ કામ કરતી વખતે પણ એકાગ્રતા રાખવી. નહીંતર પડવા વાગવાના સંજોગ છે. આંખને તકલીફ કે માઈગ્રેન માથાનો દુખાવો થઇ શકે છે. કુટુંબીજનોની વાતોથી ક્લેશ થાય. બને ત્યાં સુધી શાંત રેહવું ઉગ્રતાથી કોઈપણ વાતનો સામનો ન કરવો.
સિંહ રાશિઃ
પ્રવાસ પર્યટન અને દોડાદોડી નો સમય છે. તમારા કામને અર્થે અથવા કોઈ સબંધ ને કારણે આ સપ્તાહમાં પ્રવસ થઇ શકે. અંગત સ્નેહીઓ સાથે બોલચાલમાં સાવધાની રાખવાની જરૂર છે. તમારી વાતને કારણે બીજા રિએક્ટિવ થઇ જાય. ખાનપાનમાં કાળજી રાખવી આ સપ્તાહમાં તમને કોઈ નાનીમોટી બીમારી થઇ શકે છે. સ્નેહીમિત્રોનો સાથ અને સહકાર મળી રહેશે. જુના અંગત સબંધોનો લાભ લઈને તમે ફાયદો મેળવી શકો એમ છો. તમારા અંગત સ્નેહીઓ ના સાથથી તમે કામ પર પાડી શકશો. તારીખ 7-8-9 વડીલો તેમજ ઉપરી અધિકારી નો સાથ સહકાર મળે, આવકના રસ્તા ખુલ્લા થશે. નવા કામની ગોઠવણો થઇ શકે. 10-11 બે દિવસ સાવધાનીથી પસાર કરવાના છે. અણધાર્યા પ્રોબ્લમ આવી જાય, નાણાકીય ચિંતા સતાવે. ખોટો ખર્ચો થઇ જાય. આંખની તકલીફ થઇ શકે. 12-13 બે દિવસ મોજમજામાં પસાર થાય. હરવા ફરવાનું સુખ મળે, ગણતરી પ્રમાણેના કામ થાય, તમારી ઈજ્જત માનમાં વધારો થાય. મહિલાઓ માટે આ સપ્તાહ મિશ્ર ફળદાયક છે, એકંદરે મોજમજામાં પસાર થશે. તબિયતની ગરબડ સપ્તાહ દરમ્યાન લાગે. બેચેની, ચિંતા, એસીડીટી જેવું થાય. સગાંસ્નેહીઓ કોઈ અંગત મિત્રો સાથે ગેરસમજ થઇ હોય તો એ સુધારવાના પ્રયત્નો આ સપ્તાહમાં કરવા જોઈએ. સંતાન બાબતે કોઈ ચિંતા હોય તો એનો રસ્તો મળશે. ઘર-મકાન બાબતનો કોઈ નિર્ણય લેવો હોય તો મહિલાઓને આ સપ્તાહ અનુકૂળ છે.
કન્યા રાશિઃ
આ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેટલાક વિશેષ સંજોગો લઈને આવેલું છે. કેટલીક જૂની બાબતો જેનો તેમ નિવેડો લાવવા માંગતા હોય તો તેનો ઉકેલ લાવી શકશો. પ્રોપર્ટી કે કોર્ટ કચેરીનો મામલો હોય તો તેમાં ધીરજ રાખવી, તેમાં આગળ જતા અનુકૂળતા થઇ શકે એમ છે. નોકરી ધંધા માં નવી તક આવી શકે છે. કામકાજની રીતે આગળ વધવાના પ્રયત્નો સફળ થતા જણાશે. કોઈ ખોટા વહેમ મગજમાં હોય તો તેનાથી દૂર રેહવાની જરૂર છે. તારીખ 7-8-9 નવું કામ હાથમાં લેવાનો સમય છે, 10-11 આગળના કોઈ કાર્યથી તમને ફાયદો થવાના સંજોગ છે. જુના નાણાં છુટા થાય, આવકનો વધારો કરવાના પ્રયત્નો સફળ થાય. 12-13 બે દિવસ સાવધાની રાખવાની જરૂર છે. આવેશ ગુસ્સાથી બચવું, તમારા વિરોધમાં કોઈ કાવતરા કરતુ હોય તે ખુલ્લા પડે, આ સપ્તાહ દરમ્યાન એકદંરે શુભ સમય છે. મહિલાઓએ તબિયતની કાળજી રાખવાની જરૂર છે. આંખની અથવા હાડકાને લગતી, યા કોઈ ગેસને લગતી બીમારી થવાની સૂચવે છે. હરવા ફરવાનો આનંદ આ સપ્તાહમાં તમને મળશે. અંગત સ્નેહીઓ સાથેના સબંધો ગાઢ થાય, કોઈ ગેરસમજ થઇ હોય તે દૂર થવાના સંજોગો છે.
તુલા રાશિઃ
જાતકોએ આ સપ્તાહ દરમ્યાન ઉત્સાહ જાળવી રાખવો. મનમાં જે ખ્યાલ આવે તે એક પછી એક અમલમાં મુકવા કોશિશ કરવી. વીકલી પ્લાન બનાવીને ચાલશો તો આ સપ્તાહ તમને ખુબ લાભ આપી જશે. પ્રવાસ પર્યટનથી લાભ થશે. નાણકીય બાબતોમાં કોઈ સમસ્યા ઉભી થઇ હોય તો તેનો ઉકેલ મળશે. તમારા અંગત સ્નેહી અને મિત્રો તમારો આદર કરશે. અનુકુળતાઓ આ સપ્તાહમાં જોવા મળશે. તારીખ 7-8-9 પ્રવાસ પર્યટનથી લાભ થશે. વડીલોનો સહકાર મળશે. એ સિવાય આ સપ્તાહમાં જૂની કોઈ બીમારી હોય ચામડીને લગતી તો તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તારીખ 12-13 બે દિવસ તમને ધારણા પ્રમાણેના કામની બધી સફળતા મળે. જુના સોદાનો લાભ આ સપ્તાહમાં મળશે. મહિલાઓ માટે સમય અનુકૂળ છે, સ્નેહીમિત્રોનો સહકાર મળશે. ગણતરી પ્રમાણે કાર્ય પાર પાડી શકશો. મહિલાઓ માટે આ સપ્તાહ ઉત્તમ છે. કોઈને હોઈ રીતે તમારી આવડત નો સ્વીકાર થશે. જૂની કોઈ બીમારી હોય તો એના ઈલાજ તરફ ખાસ ધ્યાન આપવું. સ્નેહી, વડીલો, મિત્રો, સંતાન વગેરે તરફથી થોડી ચિંતાની વાત આવે પણ તેનું નિરાકરણ તમે આ સપ્તાહમાં લાવી શકશો.
વૃશ્ચિક રાશિઃ
આ સપ્તાહમાં તમારા ગ્રહો નાણાકીય બાબતોમાં ખુબ સાવધાની રાખવાની સૂચવી રહ્યા છે. તમારા જાણીતા કોઈક વ્યક્તિ મીઠી મીઠી વાતો કરીને તમારી પાસે ઉધાર માંગે તો ખુબ સાવધાની રાખવી, આ સમયમાં આપેલા નાણાં પરત આવવાની શક્યતા ઓછી છે. પ્રોપર્ટીને લગતા કોઈ વિવાદ ઉભા થયા હોય તો તેમાં સમાધાન કારી વલણ રાખી બાંધછોડ કરી નિરાકરણ લાવવા પ્રયત્ન કરવા. તબિયતની ગરબડ હોય તો તરત મેડિકલ ટ્રીટમેન્ટ અને સલાહ લેવાની જરૂર છે. માનસિક રીતે થોડી બેચેનીનો અનુભવ આ સપ્તાહમાં થશે. તારીખ 7-8-9 અકારણ ચિંતા કલેશ થાય, તમારા માટે લોકોને ગેરસમજ થાય, 10-11 બે દિવસ થોડી સરળતા લાગશે. 12-13 કાર્યક્ષેત્રમાં તમારી ધારણા પ્રમાણે કામ ગોઠવાતા જાય, આવતા સપ્તાહ બાબતે અત્યારથી જ પ્લાનિંગ કરી રાખો, જેથી જે કોઈ મુલાકાત કે ઇન્ટરવ્યૂ હોય તો તેની અનુકૂળતા યોજન થકી મેળવી શકો. મહિલાઓ માટે આ સપ્તાહ એકંદરે બેચેનીમાં પસાર થાય. તમારા માટે ગેરસમજો ઉભી થાય. આવેશમાં ન બોલવા જેવા શબ્દો બોલાઈ જાય. નોકરી કે કામના સ્થળે કારણ વગરનો ક્લેશ થાય. તમને મન ઉખડેલું લાગે, ખોટા વિચારો અને વહેમને કારણે, મનમાં ચિંતા આવી જાય, સાવધાની રાખવી.
ધનુ રાશિઃ
ખુશી મજામાં શરુ થયેલ આ સપ્તાહ આગળ વધતા મનમાં બેચેની અને ભાર લાગે, પ્રવાસ પર્યટન એકંદરે સફળ થશે, કામકાજમાં નવા ઓર્ડર સાથે વૃદ્ધિ થાય, પ્રોપર્ટી બાબતે કોઈ સમસ્યા હોય તેનો ઉકેલ મળે, નવી પ્રોપર્ટી લેવા માટે અનુકૂળ સમય નથી. તમારા નજીકના વડીલ સ્નેહી વગેરેની તબિયતનું ધ્યાન રાખવાની જરૂર છે, તારીખ 7-8-9 સ્નેહીમિત્રોને મળવાનું થાય, ગમતા વ્યક્તિની મુલાકાત થાય આનંદમાં સમય પસાર થાય, 10-11 બે દિવસ બેચેનીમાં પસાર થશે. પેટની ગરબડ જણાય, 12-13 જુલાઈ દરમ્યાન નાનકડો પ્રવાસ થઇ શકે, મિશ્ર ફળદાયી સપ્તાહ રહેશે. મહિલાઓ માટે ગેરસમજણો સમય ચાલી રહ્યો છે. તમારી મહેનતનું તમને સારું ફળ મળે. અને કરવા ધારેલા કામ આ સમયમાં પાર પાડી શકો. કેટલાક આરોપ આક્ષેપ આવે પણ તેની અવગણના કરવી. ગોસિપમાં ન પડવાની સલાહ છે. ગોસિપમાં પડવાથી થોડી બદનામી મળી શકે છે. અંગત સંબંધોમાં સાવધાની રાખીને આગળ વધવું.
મકર રાશિઃ
ના જાતકો એ આ સપ્તાહમાં જુના સંબંધોને રી એસેસમેન્ટ કરવાની જરૂર છે, તમારા અંગત સ્નેહીઓ જે તમારી અમુક આદતોથી હેરાન થાય છે પરેશાન છે, તેના કારણે કૌટુંબિક વિરોધનો સામનો કરવો પડે, તેના કારણે કેટલીક તમારી વાતો પસંદ ન આવતી હોય તો તેના માટે ચર્ચા કરી સુધાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, નાણાંકીય બાબતોમાં આ સપ્તાહમાં ખુબ સાવધાની રાખવી. લેવડદેવડમાં કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું. પ્રવાસ પર્યટન આ સપ્તાહમાં મોજ મજા કરાવે આનંદે આપે તેવા સંજોગ છે. તારીખ 7-8-9 કોઈ તબીયતની ગરબડ હોય તો તેનો ઈલાજ કરાવવો, યોગ્ય મેડિકેશનથી બીમારીમાં રાહત થશે. 10-11 અંગત સ્નેહી મિત્રો સાથે સંબંધોમાં ઉષ્માનો અનુભવ થાય. તમારી સાથે દલીલો થાય પણ તેનો સારો નિકાલ આવે. 12-13 ખુબ જ સાવધાની રાખવાની જરૂર છે. કોઈ ખોટા કેસ કે આક્ષેપમાં ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું. કોઈની વાતમાં આવીને આ સપ્તાહમાં કોઈ નિર્ણય લેવો નહિ. કુટુંબ પરિવારનો સાથ સહકાર મળી રહેશે. ખરીદી કરવા માટેનો અનુકૂળ સમય છે. તમારી જોબ અથવા વેપારમાં વૃદ્ધિ થશે. નવા પ્લાન અમલમાં મુકવાનો અનુકૂળ સમય. જરૂરી સાથ સહકાર અને નાણાકીય મદદ મળી રહેશે. સપ્તાહના અંતમાં સાવધાની રાખવાની છે. અંગત સ્નેહીઓ સાથે ઉતાવળમાં કે આવેશમાં વાતો ન કરવી.
કુંભ રાશિઃ .
આવેગ અને ગુસ્સામાં આ સપ્તાહ દરમ્યાન કંટ્રોલ કરવાની જરૂર છે, તમારી બોલેલી વાત ભવિષ્યમાં તમને તકલીફમાં મૂકી શકે, કેટલાક નિર્ણયો જે અત્યારે સાચા અને સારા લાગતા હોય તે ભવિષ્યમાં ખોટા પુરવાર થઇ શકે, આ સપ્તાહમાં કોઈ મહત્વના નિર્ણય લેતા પેહલા બીજો પ્લાન મગજમાં રાખવો, નવું કાર્ય શરુ કરતા પહેલા એક બે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. સાડા સાતીમાં પસાર થતા હોવાથી તમારી બુદ્ધિ કોઈ વખત ખોટા નિર્ણયો લેવા તરફ દોરાય. તારીખ 7-8-9 દરમ્યાન પેટની ગરબડ, બેચેની, માનસિક વ્યથા લાગે. 10-11 દરમ્યાન નાણાકીય જરૂરિયાતો પુરી થાય, જે ગોઠવણો કરવી હોય તે થઇ શકે. અટકેલા નાના ઉઘરાણી વગેરે આ સપ્તાહમાં મળવાના સંજોગો છે. વીકેન્ડમાં ગમતા વ્યક્તિઓનો સાથ સહકાર મળશે, તમે કોઈને ભેટ સોગાદો આપો અથવા તમને મળી શકે. હરવા ફરવાનું સુખ મળે, મહિલાઓ માટે પ્રતિકૂળતાઓ દૂર થશે, કોઈ ગેરસમજો દૂર થઇ હોય તો તે દૂર થશે, શરત એજ છે કે તમારે આ સપ્તાહમાં શાંત રેહવું, બીજાની વાતોમાં ન આવવું, કોઈ બહારના વ્યક્તિની વાત સાંભળી આપણા અંગત સ્નેહીઓ સાથે કોઈ ક્લેશ ન કરવો. સાંભળેલી વાતો ખોટી હોઈ શકે, નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની આ સપ્તાહમાં જરૂર છે. કોઈની સાથે લેવડ દેવડમાં ઉતરો એ પેહલા પોતાના નજીકના સ્નેહીની સલાહ લેવી એકલા કામ કરતા હોવા તો બહારના વ્યક્તિઓ તમને હેરાન ન કરે એની સાવધાની રાખી કોઈની વાતોમાં ન આવવા મહિલાઓને આ સપ્તાહમાં સલાહ છે.
મીન રાશિઃ
આ સપ્તાહની શરૂઆત થોડી બેચેનીથી થાય, તમારી ધારણા પ્રમાણેનું કામ થાય નહિ, કેટલાક હિતશત્રુઓ તમારા કામમાં અવરોધ નાખતા હોય તેવી શક્યતાઓ બની રહી છે. તમારી પીઠ પાછળ ખોટું બોલનારા લોકો તમારા માટે ખોટી અફવા ઉડાવે, જેને કારણે તમને ચિંતા થાય બેચેની લાગે, કાર્યક્ષેત્રે તમારી ક્ષમતા હોવા છતાં તેને એપ્રુવલ ન મળે, બૌદ્ધિક રીતે તમારી ક્ષમતા હોવા છતાં તમારા માં ઓછી આવડત છે તેવું બતાવવામાં આવે જેથી તમે વ્યથિત થાઓ, આવેશથી બચવાનું સપ્તાહ છે આ. તારીખ 7-8 બે દિવસ માનસિક વ્યથાને કારણે તેમજ અંગત વડીલ સ્ત્રીની તબિયતને કારણે તમને ચિંતા થાય. 9-10-11 પેટની ગરબડ માનસિક ચિંતા તેમજ કેટલાક ખોટા નિર્ણય ને કારણે થતી હેરાનગતિ સામે આવે. 12-13 દરમ્યાન તમારા અટકેલા કામ પુરા થાય નાણકીય બાબતે તમને થોડી સરળતા જણાશે, કામકાજમાં પ્રગતિ જણાય. મહિલાઓ માટે આ સપ્તાહ પૂજા પાથ તેમજ શાંતિ ધાર્મિક કાર્ય વગેરેમાં વિતાવવા જેવું છે. તમારી વડીલ સ્ત્રીઓ જે હોય તેમના તરફથી થોડી ખોટી વાતો સાંભળવા મળે, તમારી પીઠ પાછળ કોઈ નિંદા કરે જોકે તેને બહુ ધ્યાનમાં ન લેવું પ્રોપર્ટીને લગતા કોઈ નિર્ણય લેવા હોય તો આ સપ્તાહ એવોઈડ કરવું, આવતા સપ્તાહમાં નિર્ણય લઇ શકાય. નવી પ્રોપર્ટી લેવા માટે અનુકૂળ સમય નથી. સંતાનો બાબતેના નિર્ણય સમજી વિચારને લેવા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login