ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુએ ફરી ભારતને ધમકી આપી છે. આ વખતે પન્નુએ 12 માર્ચથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને નિશાન બનાવીને ભારતના 'આર્થિક વિનાશ' વિશે ધમકી આપી છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, પન્નુએ 12 માર્ચે BSE અને NSEને નિશાન બનાવીને ભારતના આર્થિક વિનાશની યોજના બનાવી છે. આ ધમકી શીખ ફોર જસ્ટિસ (SJF) તરફથી આવી છે જેમાં પન્નુ પણ સામેલ છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભારતમાં નિયુક્ત 'આતંકવાદી' પન્નુએ 12 માર્ચ પહેલાં ભારતીય શેરોને ડમ્પ કરવા અને યુએસ સ્ટોક ખરીદવા માટે હાકલ કરી છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય લેવલે વેપાર કરતી બેંકો અને કોર્પોરેટ્સની પણ ઓળખ કરે છે. ઉલ્લેખનીય છે કે 12 માર્ચે મુંબઈ બ્લાસ્ટની વરસી છે. આ વિસ્ફોટોમાં BSE બિલ્ડિંગ પણ નિશાન પર હતું.
આ દરમિયાન, એક ભારતીય ગુપ્તચર સ્ત્રોતને પણ ટાંકવામાં આવ્યું છે કે પન્નુ જનમતની નિષ્ફળતા પછી એક નવા અભિયાન દ્વારા પૈસા કમાવવા માગે છે. ભારતીય ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે પન્નુ વિદેશી એજન્સીઓ માટે કામ કરતો વિદેશી એજન્ટ છે.
આ જ એજન્સીઓ અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે તેમનું રક્ષણ કરી રહી છે. અગાઉ વડાપ્રધાનને ધમકી આપી હતી અને હવે તે ભારતની આર્થિક સ્થિરતાને નિશાન બનાવવા માગે છે. પન્નુ વૈશ્વિક આતંકવાદી છે જેને હવે ટ્રાયલનો સામનો કરવો પડશે.
ખાલિસ્તાની નેતાએ 30 ડિસેમ્બરે વડાપ્રધાનના અયોધ્યા રોડ શોને રોકવા માટે મુસ્લિમોને કથિત રીતે ઉશ્કેર્યા અને તેના માટે 100,000 ડોલરનું ઈનામ ઓફર કર્યા પછી પન્નુની તાજેતરની ધમકી આવી છે. આ પહેલાં તેમને ક શીખ સમુદાયને 19 નવેમ્બરે ICC વર્લ્ડ કપ ફાઈનલમાં ખલેલ પહોંચાડવા, 13 ડિસેમ્બરે અથવા તે પહેલાં ભારતીય સંસદ પર હુમલો કરવા અને એર ઈન્ડિયાને ઉડાવવાની પણ ચેતવણી આપી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login