ADVERTISEMENTs

જસપ્રીત બની ઝૈનબ, શીખ છોકરી પાકિસ્તાન ગઈ અને લગ્ન કર્યા

ભારત અને પાકિસ્તાનના રાજકીય સંબંધો ભલે ખટાશના હોય પરંતુ લોકોના દિલમાં એકબીજા માટેનો પ્રેમ ઓછો નથી.

Representative image /

ભારત અને પાકિસ્તાનના રાજકીય સંબંધો ભલે ખટાશના હોય પરંતુ લોકોના દિલમાં એકબીજા માટેનો પ્રેમ ઓછો નથી. થોડા સમય પહેલા પાકિસ્તાનની સીમા હૈદર એક ભારતીયના પ્રેમમાં હોવાના કારણે ધરપકડ થઈ હતી અને ભારત આવી હતી. ભારતની અંજુ નામની મહિલા પાકિસ્તાન ગઈ હતી અને ફેસબુક પર મિત્ર બનીને લગ્ન કરી લીધા હતા. હવે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ભારતીય યુવતીએ પાકિસ્તાની યુવક સાથે લગ્ન કરી લીધા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છોકરીનું નામ જસપ્રીત કૌર છે. તેના લગ્ન પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહેવાસી અલી અરસલાન સાથે થયા છે. લગ્ન પહેલા તેણે પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો અને તેનું નામ ઝૈનબ રાખ્યું. તેમના લગ્નનું પ્રમાણપત્ર પણ સિયાલકોટના જામિયા હનાફિયામાંથી મળ્યું છે.

38 વર્ષીય જસપ્રીત કૌરનો પરિવાર મૂળ ભારતના પંજાબના લુધિયાણાનો છે. તેના પિતા સંગારા સિંહ હવે જર્મનીમાં રહે છે. જસપ્રીત પાસે ભારતીય પાસપોર્ટ છે જે મ્યુનિકથી ઇશ્યુ કરવામાં આવ્યો હતો. તેને 15 એપ્રિલ સુધી પાકિસ્તાનમાં રહેવા માટે સિંગલ એન્ટ્રી વિઝા આપવામાં આવ્યો છે.

જાણવા મળ્યું છે કે જસપ્રીત અને અલી વિદેશમાં હતા ત્યારે તેમની ઓળખાણ થઈ હતી. ત્યાં અલીએ તેને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. પછી, જસપ્રીત 16 જાન્યુઆરીએ પાકિસ્તાન પહોંચી અને કહ્યું કે તે ધાર્મિક યાત્રા પર છે. ત્યાં જઈને તેણે ઈસ્લામ કબૂલ કર્યો અને અલી સાથે લગ્ન કર્યા. જસપ્રીત અને અલીના લગ્નની તસવીર પણ મીડિયામાં સામે આવી છે.

તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા પાકિસ્તાનમાં રહેતા નસરુલ્લા સાથે ફેસબુક પર મિત્રતા કર્યા બાદ ભારતની અંજુ પોતાનું ઘર અને પરિવાર છોડીને પાકિસ્તાન ચાલી ગઈ હતી. ત્યાં તેણીના લગ્ન નસરુલ્લા સાથે થયા હતા. પરંતુ હવે અંજુ ભારત પરત ફરી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related