ADVERTISEMENTs

જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય યોગ્યઃ સુપ્રીમ કોર્ટ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખ્યો છે.

Supreme Court / Google

જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેનું કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયાધિશ ડી.વા. ચંદ્રચુડની આગેવાનીવાળી પાંચ જજોની બેન્ચે આ મુદ્દે ચુકાદો આપતા કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ભારતનું બંધારણ જ લાગુ પડશે. સાથે જ, તેમણે જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર ૨૦૨૪ પહેલાં ચૂંટણી કરાવવાનો અને જમ્મુ કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવાનો આદેશ પણ કર્યો.

કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય યોગ્ય

કેન્દ્ર સરકારના આર્ટિકલ ૩૭૦ હટાવવાના નિર્ણયને માન્ય રાખતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કલમ 356માં રાષ્ટ્રપતિને શક્તિઓ આપવામાં આવી છે. કલમ 356ની શક્તિને પડકારવામાં આવી શકે નહીં. આ સાથે સાલ 2018ના કાયદાકીય નિર્ણયમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો. કોર્ટે એમ પણ નોંધ્યું કે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા પાછળ કેન્દ્ર સરકારનો કોઇ ખરાબ ઇરાદો નથી.

સુપ્રીમ કોર્ટમાં આ મામલો વર્ષ 2019થી આ ચુકાદો પેન્ડિંગ હતો. કલમ 370 હટાવવાના નિર્ણય સામે 23 અરજીઓ આવી હતી, જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવાના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ બધી અરજીઓ પર સુનાવણી બાદ કોર્ટે 5 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને 12 ડિસેમ્બરના રોજ આ મામલે ચુકાદો અપાયો છે.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જજવાળી બેંચમાં જસ્ટીસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત સામેલ છેમુખ્ય ન્યાયાધીશે કહ્યું, જમ્મુ-કાશ્મીરના બંધારણમાં સાર્વભૌમત્વનો કોઈ ઉલ્લેખ નથી. જો કે, ભારતના બંધારણની પ્રસ્તાવનામાં તેનો ઉલ્લેખ છે. જ્યારે ભારતીય બંધારણ અસ્તિત્વમાં આવ્યું, ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવામાં હતી. જો કે, કોર્ટે એમ પણ કહ્યું કે ૩૭૦ની કલમની જોગવાઇ કાયમી નહોતી.

કલમ 370 શું છે ?

ભારતીય બંધારણની "અસ્થાયી, સંક્રમણકારી અને વિશેષ જોગવાઈઓ" નો લેખ 370 હેઠળ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર બંધારણ સભા પાસે રાજ્યમાં ભારતીય બંધારણનો કેટલો ભાગ લાગુ કરવો જોઈએ તે સૂચવવાનો અધિકાર હશે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યને ભારતીય બંધારણની કલમ 370 ની 'અસ્થાયી' જોગવાઈ હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. આ દરજ્જાથી રાજ્યને તેનું પોતાનું બંધારણ, પોતાનો ધ્વજ અને ભારત સરકારની ન્યૂનતમ હસ્તક્ષેપની મંજૂરી મળી.

PM મોદીએ શું કહ્યું આ નિર્ણયને લઈને ?

PM મોદીએ કહ્યું કે, આર્ટિકલ 370 નાબૂદ કરવા અંગેનો આજનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે અને 5મી ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને બંધારણીય રીતે સમર્થન આપે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બંધારણીય રીતે માન્ય છે. આ રીતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય એકદમ યોગ્ય હતો.

 

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related