વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીને આ વર્ષના અશોક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર વિશ્વ શાંતિ, સૌહાર્દ અને અહિંસાને પ્રોત્સાહન આપવા માટેના તેમના યોગદાન માટે આપવામાં આવ્યો છે.
આ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે, આચાર્ય લોકેશજીએ અહિંસા, શાંતિ, સદભાવના, માનવતા, પ્રેમ અને ભાઈચારાના વિચારોને વિશ્વભરમાં ફેલાવવામાં અસાધારણ યોગદાન આપ્યું છે. આચાર્ય લોકેશજીએ તમામ લોકો માટે આશાનું કિરણ છે જેઓ આતંકવાદ, હિંસા અને વૈચારિક મતભેદને રોકવા માટે અથાક મહેનત કરે છે. એવોર્ડ સમારોહ તાજેતરમાં ઈન્ડિયા હેબિટેટ સેન્ટર, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આ દરમિયાન ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ જે.જે. સિંહ અને સંદીપ મારવાહે આચાર્ય લોકેશજીની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "આચાર્યજી દરેક માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમની સિદ્ધિઓ અને શક્તિઓ આપણને આશાથી ભરેલા સારા ભવિષ્યની ઝલક આપે છે." તેમણે કહ્યું કે CWCIR ટીમ પોતે આચાર્ય લોકેશજીનું સન્માન કરીને સન્માનિત અનુભવે છે.
આ પ્રસંગે આભાર વ્યક્ત કરતાં અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય ડૉ.લોકેશજીએ જણાવ્યું હતું કે આ સન્માન માત્ર મારું સન્માન નથી, આ સમગ્ર પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું સન્માન છે, ભગવાન મહાવીરનું સન્માન છે અને તેમના સિદ્ધાંતોનું સન્માન છે.
આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, "સંતો ભલે આદર અને નિંદાથી પર હોય પરંતુ આ એવોર્ડથી જવાબદારીઓ વધી છે. તેમણે આહવાન કર્યું કે આવો આપણે બધા સાથે મળીને વિશ્વમાં શાંતિ અને કરુણાની સ્થાપનામાં મહત્વપૂર્ણ યોગદાન આપીએ." આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં IFS, IAS, IRS, IPS અધિકારીઓએ ભાગ લીધો હતો અને આચાર્યજી માટે તેમના વિચારો અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login