હાલમાં જ વર્લ્ડ ઓફ સ્ટેટિક્સે એક યાદી બહાર પાડી છે, જેમાં સામે આવ્યું છે કે ઈઝરાયલના 71 ટકા લોકો ભારતને પસંદ કરે છે. વર્લ્ડ ઓફ સ્ટેટિક્સે X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, વિશ્વનાં લોકો કહે છે કે અમે અમારા ભારતીય મિત્રોને ખૂબ પ્રેમ કરીએ છીએ. પ્યૂ રિસર્ચ સેન્ટરના કહેવા પ્રમાણે, ભારતીયો પર વિશ્વાસ મૂકવામાં ઈઝરાયલ 71 ટકા રેંકિંગ સાથે યાદીમાં ટોપ પર છે, તે પછી યુનાઈટેડ કિંગડમ (યુકે) 66 ટકા, કેન્યા 64 ટકા, નાઈજીરીયા 60 ટકા, કોરિયા 58 ટકા, જાપાન 55 ટકા, ઓસ્ટ્રેલિયા 52 ટકા અને ઈટલી 52 ટકા પર છે.
ઈઝરાયલે ભારત માટે પોઝિટિવ વલણ ધરાવતા દેશોની યાદી શેર કરી છે, જેમા ઈઝરાયેલ સહિત 11 અન્ય દેશોનો સમાવેશ છે. જેમા સૌથી પ્રથમ ઈઝરાયલ છે, તેના પછી યુકે બીજા નંબર પર છે, કે જે લોકો ભારત વિશે હકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે, જેની વૈશ્વિક લેવલ પર સંબંધો મજબૂત બન્યા છે. તેનું પ્રુફ હાલમાં કેટલીક ઘટનાઓ દ્વારા જોવા મળે છે. જ્યારે તમામ દેશોએ એક સ્વરમાં કહ્યું હતું કે, ભારત જ એક એવો દેશ છે, જે રશિયા- યૂક્રેન અને ઈઝરાયલ-હમાસ યુદ્ધને રોકવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું હતું.
ઈઝરાયલે જે લીસ્ટ જાહેર કર્યુ છે, તેમાં ભારતના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીનનું નામ સામેલ નથી. એ વાત જગ જાહેર છે કે, પાકિસ્તાન અને ચીનનો ભારત સાથે વ્યવહાર બરોબર નથી. બંને દેશો સાથે ભારતની સરહદ વિવાદ થતા રહે છે, જે એક સૌથી મોટી સમસ્યા છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login