ADVERTISEMENTs

સુરતના ફાર્મા ઉદ્યોગકારોને બોટ્સ્વાનામાં ફાર્મા પ્લાન્ટ અને યુનિટ સ્થાપવા માટે બોટ્સ્વાના હાઇ કમિશ્નરનું આમંત્રણ.

ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ અંતર્ગત બોટ્સ્વાના હાઇ કમિશ્નરે સુરતના ઉદ્યોગકારોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે રોકાણ કરવા તેમજ જોઈન્ટ વેન્ચરમાં મેન્યુફેકચરીંગ કંપની શરૂ કરવા આમંત્રણ આપ્યું.

બોટ્સ્વાના હાઇ કમિશનના હાઇ કમિશ્નર સાથે મિટિંગ / SGCCI

SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત આફ્રિકન દેશ બોટ્સ્વાના હાઇ કમિશનના હાઇ કમિશ્નર હીઝ એકસલન્સી ગીલબર્ટ શિમાને મંગોલે અને બોટ્સ્વાનાના ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ સેન્ટરના ટ્રેડ એટેચીના ડાયરેકટર શ્રી દિપોપેગો જુલિયસ શેકો સાથે ઇન્ટરેકટીવ મિટીંગ મળી હતી. જેમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની સાથે સંકળાયેલા સુરતના ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ મિટીંગમાં SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની પ્રાથમિક વિગતો આપી ભારત તથા તેમના દેશની ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા હેતુ મિશન ૮૪ પ્રોજેકટના મહત્વ વિશે સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બોટ્સ્વાનામાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સૌથી મોટું બજાર ઓન્કોલોજી ડ્રગ્સ છે, જેનું માર્કેટ વોલ્યુમ વર્ષ ર૦ર૪માં ૧૯.૦પ મિલિયન યુએસ ડોલર હોવાનો અંદાજ લગાવવામાં આવી રહયો છે. આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ માર્કેટમાં જેનરિક દવાઓની માંગમાં વધારો જોવા મળી રહયો છે.

વર્ષ ર૦ર૩–ર૪ (એપ્રિલ–જાન્યુઆરી)માં ભારતથી બોટ્સ્વાના ખાતે ૮૦.ર૩ મિલિયન યુએસ ડોલરનું એક્ષ્પોર્ટ કરવામાં આવ્યું હતું. બોટ્સ્વાના ખાતે એક્ષ્પોર્ટ માટે જે તકો છે તેમાંથી માત્ર ૦.૦રર૭ ટકા એક્ષ્પોર્ટ થઇ શકયું છે. જેથી કરીને સુરત, ગુજરાત અને ભારતના ઉદ્યોગકારોને બોટ્સ્વાના ખાતે એક્ષ્પોર્ટ માટે ૯૯.૯૭ ટકા તકો રહેલી છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સંકળાયેલા સુરતના ઉદ્યોગકારોને બોટ્સ્વાના ખાતે ફાર્મા પ્રોડકટનું એક્ષ્પોર્ટ કરવા માટે વિશાળ તકો ઉપલબ્ધ છે, જેનો લાભ લેવા તેમણે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.

બોટ્સ્વાના હાઇ કમિશનના હાઇ કમિશ્નર હીઝ એકસલન્સી ગીલબર્ટ શિમાને મંગોલે જણાવ્યું હતું કે, બોટ્સ્વાના ભારત સહિત વિવિધ દેશોથી ૧૯૦ મિલિયન યુએસ ડોલરની ફાર્માસ્યુટિકલ પ્રોડકટની આયાત કરે છે. જેથી કરીને તેમણે સુરતના ફાર્મા ઉદ્યોગકારોને બોટ્સ્વાનામાં ફાર્મા પ્લાન્ટ અને યુનિટ સ્થાપવા માટે તેમજ ત્યાં જ ઉત્પાદન કરીને ત્યાંથી અન્ય દેશોમાં ફાર્મા પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બોટ્સ્વાના દેશના લોકોનો પરચેઝ પાવર પણ હવે વધી રહયો છે, આથી સુરતના રોકાણકારો અને ઉદ્યોગકારોને તેઓની ફાર્મા પ્રોડકટ માટે ત્યાં જ માર્કેટ એકસેસ મળી રહેશે.

બોટ્સ્વાના હાઇ કમિશનના હાઇ કમિશ્નર સાથે મિટિંગ / SGCCI

હેલ્થ કેર ક્ષેત્રે પણ સુરતના ઉદ્યોગ સાહસિકોને બોટ્સ્વાના ખાતે ઘણી સારી તકો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે સુરતના ઉદ્યોગકારોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પ્લાન્ટ સ્થાપવા, યુનિટ નાંખવા અને જોઇન્ટ વેન્ચરમાં મેન્યુફેકચરીંગ કંપની શરૂ કરવા અનુરોધ કર્યો હતો. 

બોટ્સ્વાનાના ટ્રેડ એટેચીના ડાયરેકટર શ્રી દિપોપેગો જુલિયસ શેકોએ સુરતના ફાર્મા ઉદ્યોગકારોને ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ રિટેલ, માર્કેટ ઓથોરાઇઝેશન, એપ્લીકેશન ફીઝ, પ્રોસેસિંગ ટાઇમલાઇન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગકારોને સ્થાનિક તંત્ર દ્વારા પ્રોડકટ રજિસ્ટ્રેશન માટે, રેસિડેન્ટ માટે તેમજ બિઝનેસ સેટઅપ માટે મદદ કરવામાં આવશે. બોટ્સ્વાના ખાતે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ફાર્મા યુનિટ સ્થાપવા તેમજ રોકાણ કરવાથી તેમની સરકાર દ્વારા વિવિધ ઇન્સેન્ટીવ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત બોટ્સ્વાના ડેવલપમેન્ટ કોર્પોરેશન પણ મશીનરી તેમજ ઇન્ટલેકચ્યુલ પ્રોપર્ટી માટે મદદરૂપ થાય છે.

સાઉથ આફ્રિકાના બોટ્સ્વાના સહિત અન્ય દેશોના પણ યુરોપિયન યુનિયનના દેશો અને અમેરિકા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. જેથી કરીને બોટ્સ્વાના ખાતે ઉત્પાદન કરી ત્યાંથી અમેરિકા તથા યુરોપિયન યુનિયન સાથે સંકળાયેલા દેશોમાં એક્ષ્પોર્ટ માટે ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ ડયૂટી તથા ઇમ્પોર્ટ ડયૂટીમાં રાહત મળે છે. જેથી કરીને સુરતના ઉદ્યોગકારોને બોટ્સ્વાના ખાતે મેન્યુફેકચરીંગ યુનિટ સ્થાપી ત્યાંથી જ અમેરિકા તથા અન્ય દેશોમાં એક્ષ્પોર્ટ કરવા માટે વિપુલ તકો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related