કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગર પાલિકા આયોજિત ‘૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી કરાઇ હતી. 'સ્વયં અને સમાજ માટે યોગ' થીમ પર આધારિત ઉજવણીમાં આશરે ૬૦૦ લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા.
‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી મોદીએ વિશ્વના ૧૭૬ દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે. જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે. વધુમાં મંત્રીશ્રીએ યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી.
સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શહેરની અલગ-અલગ 62 જગ્યાએ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સુરતવાસીઓ જોડાયા હતા. શહેરના કોમ્યુનિટી હોલ, મલ્ટિપર્પઝ હોલ, ગાર્ડન જેવી અનેક જગ્યાઓ પર યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વડીલો, બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ યોગ કરી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજી રહ્યા છે. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ યોગ કરીને ઉજવણી કરી છે.
આ પ્રસંગે સુરતના સાંસદશ્રી મુકેશ દલાલ, સ્થાયી સમિતિ ચેરમેનશ્રી રાજન પટેલ, માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશ પટેલ, શહેર પક્ષ પ્રમુખશ્રી નિરંજન ઝાંઝમેરા, શાસક પક્ષ નેતા શશિબેન ત્રિપાઠી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login