ADVERTISEMENTs

ભારતનું ગગનયાન મિશન અવકાશમાં માટે તૈયાર, ચાર અવકાશયાત્રીઓની નામોની જાહેરાત

ભારત હવે અંતરિક્ષમાં વધુ એક ઇતિહાસ રચવાની તૈયારીઓ કરી રહ્યું છે. ભારતના મહત્વકાંક્ષી ગગનયાન મિશન માટે અવકાશયાત્રીઓની ટીમ જાહેર કરવામાં આવી છે.

પીએમ મોદીએ ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા અવકાશયાત્રીઓને અવકાશયાત્રી પાંખો આપી. / / X @ISROSight

ભારત હવે અંતરિક્ષમાં વધુ એક ઇતિહાસ રચવાની તૈયારીઓ કરી રહ્યું છે. ભારતના મહત્વકાંક્ષી ગગનયાન મિશન માટે અવકાશયાત્રીઓની ટીમ જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના હાથે ચાર અવકાશયાત્રીઓને અવકાશયાત્રી પાંખો આપી.

ગગનયાન મિશન પર અવકાશમાં જવા તૈયાર મુસાફરોમાં સમાવેશ થાય છે ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન અને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો. ચારેય વાયુસેનાના ટેસ્ટ પાઇલટ છે અને રશિયા અને ભારતમાં લાંબી તાલીમ બાદ અવકાશમાં જવા માટે તૈયાર છે.

ગગનયાન મિશન હેઠળ પસંદ કરાયેલા ભારતીય અવકાશયાત્રીઓમાં પ્રશાંતનું પૂરું નામ પ્રશાંત બાલકૃષ્ણન નાયર છે. તેઓ એરફોર્સમાં ગ્રુપ કેપ્ટન તરીકે ફરજ બજાવે છે. હાલમાં રશિયામાં માનવ અવકાશ ફ્લાઇટ મિશન માટે તાલીમ લઈ રહ્યા છે. અજીત કૃષ્ણન એરફોર્સના ટેસ્ટ પાઇલટ છે અને એરફોર્સમાં ગ્રુપ કેપ્ટન તરીકે સેવા આપી રહ્યા છે.

ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રીઓમાંથી એક અંગદ પ્રતાપ એરફોર્સમાં ફાઇટર અને ટેસ્ટ પાઇલટ છે. હાલમાં તેઓ એરફોર્સમાં ગ્રુપ કેપ્ટન તરીકે ફરજ બજાવી રહ્યા છે. દરમિયાન, શુભાંશુ શુક્લા એરફોર્સમાં વિંગ કમાન્ડર તરીકે કાર્યરત છે.

નોંધનીય છે કે ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય વર્ષ 2025 સુધીમાં ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાનો છે. અવકાશયાત્રીઓ 400 કિલોમીટરની ઉંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં જશે અને સુરક્ષિત પરત ફરશે.

ગગનયાન માટે અવકાશયાત્રીઓની પસંદગીના પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે માત્ર ચાર નામ કે ચાર મનુષ્યો નથી. એવી શક્તિઓ છે જે 140 કરોડ ભારતીયોની આશાઓ અવકાશમાં લઈ જઈ રહી છે. 40 વર્ષ પછી કોઈ ભારતીય નાગરિક અવકાશમાં જઈ રહયા છે. વખતે સમય અમારો છે, કાઉન્ટડાઉન પણ અમારુ છે અને રોકેટ પણ અમારુ છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દરેક દેશની પ્રગતિમાં એક સમય એવો આવે છે જ્યારે વર્તમાન તેના ભવિષ્ય સાથે મળે છે. આજનો સમય ભારત માટે એવો છે. આપણી વર્તમાન પેઢી ભારતને જળ, જમીન અને આકાશમાં આગળ વધતું જોઈ રહી છે. એક નવા યુગની શરૂઆત છે જ્યારે ભારત વૈશ્વિક પ્લેટફોર્મ પર તેની હાજરીનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે. ભારતની તાકાત અવકાશ ક્ષેત્રે પણ દેખાઈ રહી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related