ભારતની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી, બિનનિવાસી ભારતીયો (NRI) માટે તેમના ચૂંટણી અધિકારોનો ઉપયોગ કરવાની તક એ લોકશાહીનું મૂળતત્વ છે. દેશની ઓકસભા માટેની ચૂંટણી આગામી 19 એપ્રિલથી 1 જૂન સુધી યોજાવાની છે.
વિદેશમાં વસતા દરેક ભારતીય નાગરિક, જેમણે વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરી નથી અને આ વર્ષની 1લી જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમર થઇ છે, તેઓ મતદાર નોંધણી માટે અરજી કરવા પાત્ર છે.
મતદાર યાદીમાં નોંધણી કરાવવા માટે, જે તે NRI એ તેમના પાસપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતમાં તેમના રહેઠાણના સ્થળને અનુરૂપ મતવિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારી (ERO) ને ફોર્મ 6A જમા કરાવવું આવશ્યક છે. આ ફોર્મ વ્યક્તિગત રીતે ERO ને રજૂ કરી શકાય છે અથવા નિયુક્ત સરનામાં પર ટપાલ દ્વારા મોકલી શકાય છે.
અરજી પ્રાપ્ત થયા પછી, ERO ફોર્મ 6A માં આપેલા વિદેશી સરનામાં પર મેઇલ દ્વારા અરજદારને તેમના નિર્ણયની જાણ કરશે, સાથે સાથે ફોર્મમાં સૂચિબદ્ધ મોબાઇલ નંબર પર એસએમએસ પણ મોકલશે. વધુમાં, મતદાર યાદી જો NRI એ ચેક કરવી હોય તો તેના માટે સંબંધિત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર પીડીએફ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અરજી પ્રક્રિયામાં ચોક્કસ દસ્તાવેજોની જરૂર પડે છે, જેમાં લાઈટ બેકગ્રાઉન્ડ સાથેનો તાજેતરનો પાસપોર્ટ-સાઈઝનો ફોટોગ્રાફ, અરજદારનો ફોટોગ્રાફ અને વિગતો દર્શાવતા સંબંધિત પાસપોર્ટ પેજની સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી અને માન્ય વિઝા ધરાવતું પેજ સામેલ કરવું જરૂરી છે.
એકવાર સફળતાપૂર્વક નોંધણી થયા પછી, એનઆરઆઈ તેમના મૂળ પાસપોર્ટ સાથે ચૂંટણીના દિવસે તેમના મતવિસ્તારમાં નિયુક્ત મતદાન મથક પર જાતે જઈને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે.
વિદેશ મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, હાલમાં 1,36,000 એનઆરઆઈ છે. જો તેઓ ક્યારેય ભારત પરત ફરશે, તો તેઓ સામાન્ય મતદાર તરીકે તેમના એડ્રેસના સ્થળેથી મતદાન કરી શકશે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login