ભારતીય ફાર્મા કંપનીઓ ૨૦૨૩માં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી નવા ડ્રગ્સ માટેની મંજૂરીમાં ૪૮ થી ૫૦ ટકા હિસ્સો જાળવી રાખે તેવી અપેક્ષા છે. જે લગભગ ગયા વર્ષની સમકક્ષ છે એમ નિષ્ણાતો કહે છે. યુએસએફડીએ તરફથી વૈશ્વિક સ્તરે ૭૬૨ થી ૭૮૨ એબ્રિવિએટેડ ન્યૂ ડ્રગ અપ્રૂવલ્સ (ANDA) મળવાની ધરાણા છે. જો ભારતીય કંપનીઓ તેમાંથી ૪૮ ટકા હિસ્સો જાળવે તેવું ધારીએ તો ૨૦૨૩ના વર્ષમાં ૩૬૫ થી ૩૭૫ જેટલી મંજૂરીઓ ભારતીય કંપનીઓને મળે તેવો અંદાજ છે. ગત વર્ષ કરતા આ આંકડો થોડો ઉંચો જઇ શકે છે. ગત વર્ષે ભારતીય કંપનીઓએ ૩૫૫ જેટલી યુએસએફડીએ મંજૂરીઓ મેળવી હતી.
ઇન્ડિયનુ રેટિંગ્સ એન્ડ રિસર્ચના એસોસિયેટ ડિરેક્ટરના મતે યુએસએફડીએની જરૂરિયાત પાલન માટે અને પોતાનું પ્રોસેસિંગ મજબૂત કરવા માટે ભારતીય કંપનીઓએ વૈશ્વિક રેગ્યુલેટરી કન્સલ્ટન્ટ્સની મદદ લીધી છે. તેમણે ટ્રેનિંગમાં સુધારો કર્યો છે, ઓટોમેશન વધાર્યું છે. ઉપરાંત સંપૂર્ણપણે ડાયવર્સિફિકેશન પર ફોકસ વધાર્યું છે. તેમાં તમામ જીઓગ્રાફિઝમાં ફેસેલિટીઝ અને થર્ડ પાર્ટી ફાઇલિંગ્સનો સમાવેશ થાય છે. યુએસએફડીએ પ્રમાણે ઓક્ટોબરથી સપ્ટેમ્બરનું વર્ષ ગણવામાં આવે છે.
દેશ વર્ષ ૨૦૨૩ (અંદાજ) વર્ષ ૨૦૨૨
વૈશ્વિક મંજૂરી ૭૬૩-૭૮૨ ૭૪૨
ભારતીય કંપનીઓને મંજૂરી ૩૬૫-૩૭૫ ૩૫૫
ભારતીય કંપનીઓનો હિસ્સો ૪૮% ૪૮-૫૦%
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login