સિંગાપોરે હાલમાં જ ત્રણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને તેમની કલાત્મક ઉત્કૃષ્ટતા અને દેશની સમૃદ્ધ કલા અને સંસ્કૃતિમાં નોંધપાત્ર યોગદાન બદલ 'કલ્ચરલ મેડલિયન'થી સન્માનિત કર્યા છે. ત્યારે આ પ્રતિષ્ઠિત સન્માન ભારતીય મૂળના અમેરિકન નવલકથાકાર મીરા ચાંદને મળ્યું છે. 1997માં હો મિનફોંગ પછી મેડલિયનથી સન્માનિત થનારી અંગ્રેજી ભાષાની પ્રથમ મહિલા લેખિકા મીરા છે.
મંગળવારે ઇસ્તાના ખાતે આયોજિત એક ફંક્શનમાં રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમ દ્વારા મીરા ચાંદ ઉપરાંત નવલકથાકાર સુચેન ક્રિસ્ટીન લિમ અને મલય નૃત્ય કલાકાર ઓસ્માન અબ્દુલ હમીદને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડમાં 80 હજાર સિંગાપોર ડૉલર ગ્રાન્ટ તરીકે આપવામાં આવે છે.
આ પુરસ્કારની શરૂઆત સિંગાપોરમાં દિવંગત રાષ્ટ્રપતિ અને તત્કાલીન સાંસ્કૃતિક મંત્રી ઓંગ ટેંગ ચેઓંગ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, 'અમારા ત્રણ નવા સાંસ્કૃતિક મેડલિયન મેળવનાર દરેકને તેમના જીવન દરમિયાનના સંશોધનો અને કલાકારોની આગામી પેઢીને જ નહીં પણ બીજા ઘણાને પ્રેરણા આપવા બદલ સન્માનિત કરવામાં આવે છે.' એવોર્ડ વિજેતા નવલકથાકાર તરીકે ચાંદ તેમનાં બહુસાંસ્કૃતિક સમાજોના ચિત્રણ માટે જાણીતાં છે. તેમનું પુસ્તક, 'ધ પેઇન્ટેડ કેજ' બુકર પ્રાઈઝ માટે લોંગલિસ્ટ કરવામાં આવ્યું હતું.
સ્વિસ માતા અને ભારતીય પિતાનાં ઘરે લંડનમાં જન્મેલાં મીરાનું શિક્ષણ બ્રિટનમાં થયું હતું. મીરાએ લેખન કારકિર્દી ભારતમાં શરૂ કરી હતી જ્યાં તેઓ પાંચ વર્ષ સુધી રહ્યાં હતાં અને તેમને 'જીવન-બદલતા અનુભવ' નું પણ વર્ણન કર્યું હતું. ચાંદ તેમની વેબસાઈટ પર ભારતમાં તેમના અનુભવ વિશે લખે છે: 'મારા જીવનમાં પહેલીવાર અડધા એવા લોકોને મળી છું જેને હું ક્યારેય અગાઉ જાણતી ન હતી. આ અનુભવને સમજાવવા માટે મારા માટે લેખન સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.' તેમની વેબસાઈટ અનુસાર, તેમની નવલકથાઓ, 'હાઉસ ઓફ ધ સન', 'અ ફાર હોરાઈઝન' અને 'ધ પિંક વ્હાઇટ એન્ડ બ્લુ યુનિવર્સ' ભારતમાં તેમના પ્રવાસ અને તેમના પર દેશની અદમ્ય અસરનું પ્રતિબિંબ છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login