યુનાઇટેડ સ્ટેટ્સના એટર્ની એરિક જી. ઓલ્શને જાહેરાત કરી હતી કે ભારતીય નાગરિક ઉપેન્દ્ર આડુરુને ફેડરલ કોર્ટમાં 12 વર્ષની જેલની સજા અને ગેરકાયદેસર જાતીય પ્રવૃત્તિમાં જોડાવા માટે સગીરને લલચાવવાનો પ્રયાસ કરવા બદલ 10 વર્ષની દેખરેખ હેઠળ મુક્તિની સજા ફટકારવામાં આવી છે.
કોર્ટમાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, એવું બહાર આવ્યું હતું કે 20 સપ્ટેમ્બર, 2022 થી 6 ઓક્ટોબર, 2022 સુધી, 32 વર્ષીય ભારતીય નાગરિક, સ્ટુડન્ટ વિઝા પર યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરી રહ્યો હતો, તેણે એક ડિટેક્ટીવ જે 13 વર્ષની છોકરી બની ને તેની સાથે સોશિયલ મીડિયા વાતચીત કરતો હતો. તેની સાથે વાતચીત દરમિયાન, સતત તે 13 વર્ષની બાળકી સાથે જાતીય પ્રવૃત્તિઓમાં સામેલ થવાની વાતો કરતો હતો અને આ અંડરકવર ડિટેક્ટીવ સાથે ઘણા પુખ્ત પોર્નોગ્રાફી ફોટાઓ પણ શેર કર્યા હતા.
આડુરુએ સતત છોકરી સાથે મુલાકાતની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો અને આખરે આયોજિત એન્કાઉન્ટર માટે મિલક્રીક ટાઉનશીપમાં એક પાર્કમાં મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જયારે તે બાળકીને મળવા આવ્યો ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યારબાદ તેના ફોનની ચકાસણી કરતા તેની અને ગુપ્ત જાસૂસ વચ્ચે સોશિયલ મીડિયા પર થયેલી વાતચીતનો પર્દાફાશ થયો હતો.
આ કેસ પ્રોજેક્ટ સેફ ચાઈલ્ડહૂડનો એક ભાગ છે, જે બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહારના વધતા મુદ્દાને ઉકેલવા માટે મે 2006માં ન્યાય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી પ્રયાસ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્નીની કચેરીઓ અને ક્રિમિનલ ડિવિઝનના બાળ શોષણ અને અશ્લીલતા વિભાગ (સી. ઈ. ઓ. એસ.) દ્વારા સંચાલિત પ્રોજેક્ટ સેફ ચાઈલ્ડહૂડ બાળકોનું જાતીય શોષણ કરનારાઓને શોધવા, પકડવા અને કાર્યવાહી કરવા તેમજ પીડિતોને ઓળખવા અને બચાવવા માટે ફેડરલ, રાજ્ય અને સ્થાનિક સંસાધનોને એકસાથે લાવે છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login