ADVERTISEMENTs

ભારતીય મૂળના જજે ડોનાલ્ડ ટ્રમ્પને ફ્રોડ પેનલ્ટી કેસમાં મોટો ઝટકો આપ્યો

ન્યૂયોર્કમાં ભારતીય-અમેરિકન જજે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. જસ્ટિસ અનિલ સિંહની અપીલ કોર્ટે છેતરપિંડીના કેસમાં ટ્રમ્પ પર લાદવામાં આવેલા 454 મિલિયન ડોલર દંડની વસૂલાત પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પને છેતરપિંડીના કેસમાં $454 મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો છે. / / Facebook @ Donald J. Trump

ન્યૂયોર્કમાં ભારતીય-અમેરિકન જજે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. જસ્ટિસ અનિલ સિંહની અપીલ કોર્ટે છેતરપિંડીના કેસમાં ટ્રમ્પ પર લાદવામાં આવેલા 454 મિલિયન ડોલર દંડની વસૂલાત પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પને ફટકો એવા સમયે લાગ્યો છે જ્યારે તેઓ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. નિર્ણય બાદ ટ્રમ્પે કાં તો આટલી મોટી રકમ એક મહિનાની અંદર ચૂકવવી પડશે અથવા તેને બોન્ડ દ્વારા સુરક્ષિત કરવી પડશે.

જો કે મિડ લેવલ એપેલેટ કોર્ટના જજ જસ્ટિસ અનિલ સિંહે ટ્રમ્પને થોડી રાહત આપી છે. તેઓએ જસ્ટિસ આર્થર એન્જેરોનના 16 ફેબ્રુઆરીના ચુકાદાના ભાગને અવરોધિત કર્યો છે જેમાં ટ્રમ્પ, તેમની કંપની અને સહ-પ્રતિવાદીઓને ન્યૂયોર્ક નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાં ઉછીના લેવા પર પ્રતિબંધ હતો. ટ્રમ્પ વતી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ઉધાર લેવા પર પ્રતિબંધના કારણે તેમના માટે બોન્ડ રજૂ કરવું અશક્ય બની ગયું છે.

ટ્રમ્પે કોર્ટ સમક્ષ 100 મિલિયન ડોલરના બોન્ડ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ જજ અનિલ સિંહે તેમની માગણી સ્વીકારી હતી. હવે ટ્રમ્પે 25 માર્ચ પહેલા બોન્ડ ફાઇલ કરવાના રહેશે. પૂર્વ રાષ્ટ્રપતિ વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે દંડની રકમ દરરોજ 1,12,000 ડોલર વધી રહી છે કારણ કે મૂળ રકમ પર વ્યાજ પણ વસૂલવામાં આવ્યું છે.

ટ્રમ્પના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે જો તેમને બોન્ડની રકમ વધારવાની મંજૂરી આપવામાં નહીં આવે, તો દંડની રકમ ચૂકવવા માટે તેમણે તેમની મિલકત ગીરો રાખવી પડશે અને પછી તે પાછી મેળવવી શક્ય બનશે નહીં. બીજી તરફ, ન્યૂયોર્કના એટર્ની જનરલે ટ્રમ્પની ઓફરનો વિરોધ કરતા કહ્યું કે તેમના વકીલોએ પોતે સ્વીકાર્યું છે કે તેમની પાસે પૂરો દંડ ચૂકવવા માટે પૂરતી સંપત્તિ છે.

રાજ્યની ટ્રાયલ કોર્ટમાં અપીલ વિભાગના ન્યાયાધીશ અનિલ સિંહે બુધવારે આપાતકાલીન સુનાવણી હાથ ધરતા નિર્ણય આપ્યો હતો. જો કે, તેમનો ઓર્ડર કામચલાઉ છે. પાંચ જજોની એપેલેટ પેનલ ટ્રમ્પની વિનંતી પર વિચાર કરશે. જ્યાં સુધી ટ્રમ્પને આદેશ પર સ્ટે નહીં મળે ત્યાં સુધી તેમની મિલકતો જપ્ત કરવાનો ખતરો રહેશે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related