ADVERTISEMENTs

ભારતીય મૂળના અમિત પટેલ પર જૅક્સનવિલે જગુઆરમાં ઉચાપતનો ગંભીર આરોપ

હાલમાં જ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આઇકોનિક જેક્સનવિલે જગુઆર્સના ભૂતપૂર્વ કર્મચારી અને ભારતીય મૂળના અમિત પટેલ પર મોટા ઉચાપતનાં કાવતરાંનો સણસણતો આરોપ લગાવવામાં આવ્યો છે

Jaguar / google

એક ચોંકાવનારો ઘટસ્ફોટ

હાલમાં જ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આઇકોનિક જેક્સનવિલે જગુઆર્સના ભૂતપૂર્વ કર્મચારી અને ભારતીય મૂળના અમિત પટેલ પર મોટા ઉચાપતનાં કાવતરાંનો સણસણતો આરોપ લગાવવામાં આવ્યો છે, આ આરોપ અનુસાર, પ્રતિષ્ઠિત NFL ટીમ સાથે 22 મિલિયન ડોલરથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે.

હાલમાં જ અમેરિકી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજોને કારણે અમિત પટેલના કથિત ગુનાઓ અંગે ખબર પડી છે. આરોપો પરથી ખબર પડે છે કે પટેલે આ પૈસાનો ઉપયોગ વૈભવી લાઇફસ્ટાઇલ અને મિલકતની ખરીદીમાં કર્યો છે.

જગુઆરની ઓળખ 'બિઝનેસ A'

કોર્ટના દસ્તાવેજો અનુસાર, જગુઆરની ઓળખ 'બિઝનેસ A' તરીકે કરવામાં આવી છે જો કે એક મીડિયા હાઉસના હવાલાથી આ ગુનાની પુષ્ટિ થઇ છે. અમિત પટેલે ઉચાપત કરેલી આ કરોડોની રકમ ઓનલાઈન જુગાર, પોતાના અને પાર્ટનર માટે ભવ્ય મુસાફરી અને મકાન, ઉચ્ચ-સ્તરની રમતગમતની ઇવેન્ટ્સમાં ટિકિટ મેળવવા માટે ખર્ચ કરી હોવાનું કહેવાઇ રહ્યું છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, પટેલે આ પૈસાનો ઉપયોગ નવી ટેસ્લા કાર અને નિસાન પીકઅપ ટ્રકની ખરીદીથી લઈને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે કર્યો હતો. તો બીજી તરફ પટેલ પર ફ્લોરિડાના સમૃદ્ધ પોન્ટે વેદ્રા બીચમાં મિલકત મેળવવા માટે નાણાંનો ખોટો ઉપયોગ કરવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો છે.

છેતરપિંડી અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોનો પણ આરોપ

કોર્ટના દસ્તાવેજો કહે છે કે પટેલ પર છેતરપિંડી અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોનો પણ આરોપ છે. જેમાં તેમના પર ચાર વર્ષમાં ટીમની વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ (VCC) સિસ્ટમ દ્વારા લાખોની ચોરી કરવાનો આરોપ પણ સામેલ છે.

જગુઆર્સે એક મીડિયા સંસ્થાને આપેલા નિવેદનમાં પટેલની નિમણૂકની પુષ્ટિ કરી અને તેમના આ વર્તનની નિંદા કરી હતી. કંપની વતી તેમણે ફેબ્રુઆરી 2023માં પટેલને નોકરીમાંથી બરતરફ કર્યા હતા, તો બીજી તરફ પટેલે તપાસ દરમિયાન FBI અને યુએસ એટર્ની ઑફિસને સંપૂર્ણ સહકાર આપ્યો હતો.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related