ભારતમાં જેટલી ભાષાઓની વિવિધતા છે તેટલી જ આપણાં ભારતમાં વાનગીઓની વિવિધતા જોવા મળે છે. આપણા દેશમાં જેટલાં રાજ્ય તેટલી વાનગીઓની વિવિધતા જોવા મળે છે. ફૂડ ગાઈડ TasteAtlas દ્વારા બહાર પાડવામાં આવેલી વાર્ષિક યાદી અનુસાર વિશ્વના શ્રેષ્ઠ ભોજનની યાદીમાં ભારતીય ભોજનને વિશ્વમાં 11મો ક્રમ આપવામાં આવ્યો છે.
ક્રોએશિયા સ્થિત ફૂડ ગાઈડ TasteAtlasએ 12 ડિસેમ્બરે વિશ્વની 100 શ્રેષ્ઠ વાનગીઓની વાર્ષિક યાદી બહાર પાડી છે. ઇટાલિયન ભોજન આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ જાપાન અને ગ્રીસ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. જ્યાં સુધી ભારતની વાત છે, તે યાદીમાં 11મા સ્થાને છે. આ યાદીમાં પોર્ટુગલ (4), ચીન (5), ઈન્ડોનેશિયા (6), મેક્સિકો (7), ફ્રાન્સ (8), સ્પેન (9) અને પેરુ (10)ને ટોચનાં 10માં સ્થાન મેળવ્યું છે.
પ્રવાસ માર્ગદર્શિકા TasteAtlas વિશ્વની 100 શ્રેષ્ઠ વાનગીઓની વાર્ષિક યાદી પણ બહાર પાડે છે. બટર ગાર્લિક નાન એ સાતમા સ્થાને ગૌરવપૂર્ણ એન્ટ્રી કરી. બ્રાઝિલના પિકાન્હા, મલેશિયાના રોટી કનાઈ અને થાઈલેન્ડના ફાટ કાફ્રોએ ટોચના ત્રણ સ્થાન મેળવ્યા છે. અન્ય ભારતીય એન્ટ્રીઓની વાત કરીએ તો, મુર્ગ મખાની (43) અને ચિકન ટિક્કા (47)એ પણ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા જ્યારે ફૂડ અને ટ્રાવેલ ગાઈડ ટેસ્ટ એટલાસે વિશ્વભરની કૂકિંગ કૂલિનરીની બેસ્ટ બ્રેડને માન્યતા આપતી એક યાદી બહાર પાડી ત્યારે તેમાં રોટી, બટર ગાર્લિક નાન, અમૃતસરી કુલચા સહિત 5 ભારતીય બ્રેડ સામેલ થઈ હતી.
અગાઉ, TasteAtlas એ વિશ્વની 150 સૌથી પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ્સના સંકલનમાં સાત ભારતીય ભોજનશાળાઓ પણ દર્શાવી હતી. મુરથલના અમરિક સુખદેવ ધાબા અને કોલકાતાની પીટર કેટ તેમાં દર્શાવવામાં આવ્યા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login