હવાઈ કોંગ્રેસના ભૂતપૂર્વ કોંગ્રેસ મહિલા સદસ્ય તેમજ 2020માં ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને કોંગ્રેસમાં પ્રથમ હિંદુ-અમેરિકન તુલસી ગબાર્ડે હાલમાં X પર એક શો હોસ્ટ કરવા માટે એલોન મસ્ક સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ થનારો તેમનો આ શો સીએનએનના ભૂતપૂર્વ એન્કર ડોન લેમન અને સ્પોર્ટ્સ રેડિયો કોમેન્ટેટર જિમ રોમ પણ હોસ્ટ કરી રહ્યા છે.
ગબાર્ડનો આ નવો શો ડોક્યુમેન્ટ્રી શૈલીના વિડિયો અને અઢળક સામગ્રીની શ્રેણી હશે. "અમે તમારા દેશ અને વિશ્વમાં શું થઈ રહ્યું છે તેના સત્ય વિશેની વાર્તાઓ અને સમાચાર તમારા માટે લાવીશું," તેવું ગબાર્ડે પોતાની X પરની એક પોસ્ટમાં લખ્યું હતુ."પરંતુ સત્તામાં રહેલા લોકો તમે જે સાંભળો છો તે કરતા નથી. વધુમાં ટૂંકી ફિલ્મોની શ્રેણી કે જેનાથી લોકો સૌથી વધુ પ્રભાવિત છે ત્યા લોકો તેમની વાર્તાઓ શેર કરે છે પરંતુ તેને બંધ કરી દેવામાં આવે છે".
વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આ પગલું તેવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વધુ ધ્યાન આકર્ષિત કરવા અને Xના માલિક મસ્ક પોતાની પોસ્ટ્સ પરના વિવાદોથી ધ્યાન હટાવવા માંગે છે. વધુમાં જર્નલે જણાવ્યું હતું કે કંપની મસ્કની માલિકી હેઠળ આવ્યા બાદથી વિડિયો અને લાંબા-ફોર્મેટ સામગ્રી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આમાં ફોક્સ ન્યૂઝના ભૂતપૂર્વ હોસ્ટ ટકર કાર્લસનનો પણ સમાવેશ થાય છે. ફોક્સ ન્યૂઝથી અલગ થયા બાદથી કાર્લસન X પર વીડિયો સામગ્રી પોસ્ટ કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. કાર્લસને તાજેતરમાં તેની પોતાની સ્ટ્રીમિંગ સેવા શરૂ કરી છે. જો કે તેણે એમ પણ કહ્યું કે તે X પર ફ્રી કન્ટેન્ટ પોસ્ટ કરવાનું પણ ચાલુ જ રાખશે.
ગબાર્ડે 2013થી 2020ના અંત સુધી સદનમાં સેવા આપી હતી. પછી 2020માં, તેણે ડેમોક્રેટિક પ્રાથમિકમાં વ્હાઇટ હાઉસ માટે ઝુંબેશ ચલાવી હતી પરંતુ તેમાં સફળ થઈ ન હતી. જે લોકો પોતાને હિંદુ-અમેરિકન કહે છે તેમા ગબાર્ડ ખૂબ પ્રખ્યાત છે. તેમના ભારતના વડાપ્રધાન મોદી સાથે ગાઢ સંબંધો હોવાનું કહેવાય છે. સાથે જ ગબાર્ડને હિંદુ અમેરિકન ફાઉન્ડેશન સહિત અનેક હિન્દુ સંગઠનો તરફથી મજબૂત સમર્થન મળ્યું છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login