કેલિફોર્નિયામાં રહેતા ભારતીય-અમેરિકન વ્યક્તિને ઇનસાઇડર ટ્રેડિંગ માટે 24 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે અને લગભગ 1 મિલિયન ડોલર એટલે કે 8.22 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ પણ ફરમાવવામાં આવ્યો છે. ન્યાય વિભાગે ગત અઠવાડિયે આ માહિતી આપી હતી. લ્યુમેન્ટમ હોલ્ડિંગ્સ ઇન્કના ભૂતપૂર્વ મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી અમિત ભારદ્વાજે વ્યક્તિગત લાભ માટે તેમના મિત્રોને આગામી કોર્પોરેટ ડીલ સંબંધિત માહિતી આપવાનો ગુનો કર્યો હતો અને બાદમાં તપાસમાં સહકાર ન આપવાંનું કાવતરું ઘડ્યું હતું.
ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લાના સંયુક્ત રાજ્ય અમેરિકાના અટોર્ની ડેમિયન વિલિયમ્સના જણાવ્યા અનુસાર, સાન રેમોનના 49 વર્ષીય ભારદ્વાજે તેમના સાથીદારોને લ્યુમેન્ટમના આયોજિત કોર્પોરેટ સંપાદન વિશે મૂલ્યવાન, બિન-જાહેર માહિતી આપીને તેના એમ્પ્લોયર દ્વારા તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસનો ભંગ કર્યો હતો. સાર્વજનિક અદાલતની કાર્યવાહીમાં કરાયેલા આરોપો અને નિવેદનોમાંના આરોપો અનુસાર, ભારદ્વાજને ડિસેમ્બર 2020માં જાણવા મળ્યું હતું કે તેમની કંપની કોહેરન્ટ ઇન્ક હસ્તગત કરવાનું વિચારી રહી હતી. આ માહિતીના આધારે ભારદ્વાજે કોહેરન્ટ સ્ટોક અને કોલ ઓપ્શન્સ ખરીદ્યા અને પછી ત્રણ પાર્ટનરને આ અંગેની માહિતી આપી.
કોર્ટમાંથી મળેલી માહિતી અનુસાર, આ ગોરખધંધામાં ભારદ્વાજનો મિત્ર ધીરેન કુમાર પટેલ, અન્ય એક મિત્ર અને ભારદ્વાજના નજીકના પરિવારના સંબંધીઓ પણ સામેલ હતા. ભારદ્વાજે આપેલી માહિતીના આધારે, ત્રણેય કોહોર્ટ સિક્યોરિટીઝમાં વેપાર કરતા હતા. પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે પટેલ ભારદ્વાજને આ વ્યવસાયમાંથી કમાયેલા નફાના 50% પૈસા આપશે. જ્યારે લ્યુમેન્ટમ એક્વિઝિશનની જાહેરાતને પગલે કોહેરન્ટના શેરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો, ત્યારે ત્રણે કોહેરન્ટ સિક્યોરિટીઝમાં તેમની સ્થિતિ બંધ કરી દીધી અને સામૂહિક રીતે આશરે 900,000 ડોલરનો નફો કર્યો હતો. થોડા મહિનાઓ પછી ઓક્ટોબર 2021માં ભારદ્વાજે લ્યુમેન્ટમના નિયોફોટોનિક્સ કોર્પોરેશનના સંભવિત સંપાદન વિશે જાણ્યું હતું. ભારદ્વાજે શ્રીનિવાસ કક્કારા, અબ્બાસ સઈદી અને રમેશ ચિત્તોડને આ માહિતી આપી હતી. ગયા વખતની જેમ આ વખતે પણ ભારદ્વાજના પરિચિતોએ ઇનસાઇડર ટ્રેડિંગ દ્વારા 4.3 મિલિયન ડોલરનો નફો કર્યો હતો અને તે રકમ બધામાં વહેંચવામાં આવી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login