ADVERTISEMENTs

ભારતે 1.5 કરોડથી વધુ પાસપોર્ટ- ડોક્યુમેન્ટ ઇસ્યુ કર્યા, 16% વધારો

ભારતમાં વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ભારતમાં પાસપોર્ટ ઓફિસો અને વિદેશમાં મિશન અને પોસ્ટ્સ દ્વારા 1.5 કરોડથી વધુ પાસપોર્ટ અને સંબંધિત પ્રવાસ દસ્તાવેજો ઇસ્યૂ કરવામાં આવ્યા છે.

Poster / Google

ભારતે 1.5 કરોડથી વધુ પાસપોર્ટ- ડોક્યુમેન્ટ ઇસ્યુ કર્યા

ભારતમાં વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ભારતમાં પાસપોર્ટ ઓફિસો અને વિદેશમાં મિશન અને પોસ્ટ્સ દ્વારા 1.5 કરોડથી વધુ પાસપોર્ટ અને સંબંધિત પ્રવાસ દસ્તાવેજો ઇસ્યૂ કરવામાં આવ્યા છે. આ આંકડા દર્શાવે છે કે 2022ની સરખામણીમાં 16%થી વધુનો વધારો થયો છે. ભારતના વિદેશ મંત્રાલય આ આંકડાને લગભગ છ મહિના પહેલાં જાહેર કરાયેલી સેવા વિસ્તરણની સફળતા તરીકે જોઈ રહ્યું છે.

પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP) વર્ઝન 2.0ના બીજા તબક્કાની શરૂઆત કરવાની જાહેરાત કરી

નોંધનીય છે કે 24 જૂને પાસપોર્ટ સેવા દિવસની ખાસ તકે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP) વર્ઝન 2.0ના બીજા તબક્કાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી, જેમાં તેમણે નવા અને અદ્યતન ઇ-પાસપોર્ટનો સમાવેશ કરવાની વાત કરી હતી. 

આ સમયે વિદેશ મંત્રીએ વાતચીત દરમિયાન જણાવ્યું કહ્યું હતું કે પાસપોર્ટ સેવાના બીજા તબક્કામાં નવા અને અપગ્રેડેડ ઈ-પાસપોર્ટ હશે. તેમણે દેશ-વિદેશમાં પાસપોર્ટ ઓફિસ સાથે સંકળાયેલા અધિકારીઓને લોકોને સમયસર, વિશ્વસનીય અને પારદર્શક રીતે પાસપોર્ટ સંબંધિત સેવાઓ પૂરી પાડવા અપીલ કરી હતી. વર્ષ 2022માં 1.3 કરોડથી વધુ પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જે 2021ની સરખામણીમાં 63 ટકા વધુ હતી. 2022 પહેલાંના વર્ષોમાં કોરોના મહામારીને કારણે મુસાફરી અને પાસપોર્ટ સેવાઓમાં ઘટાડો થયો હતો અને કામગીરીમાં પણ વિક્ષેપ પડ્યો હતો. 2022માં કોરોના મહામારીનો અંત આવતા ફરી અર્થ વ્યવસ્થાઓ પાટા પર આવવા લાગી, તેથી પાસપોર્ટ સેવાઓમાં વધુ વધારો નોંધાયો છે.

ભારતમાંથી વિદેશ જનારા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો

ઉલ્લેખનીય છે કે PSPની બીજા વર્ઝનમાં પાસપોર્ટ સેવા કચેરી દ્વારા નવા, અદ્યતન અને અપગ્રેડેડ ઈ-પાસપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને સેવા કાર્યક્રમને પણ વેગ મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાંથી વિદેશ જનારા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. પ્રવાસ અને વ્યવસાય સંબંધિત પ્રવાસની સાથે-સાથે વિદેશમાં શૈક્ષણિક કાર્યક્રમોની ઈચ્છા પણ વધી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related