ADVERTISEMENTs

ભારત પર ઓવારી ગયું IMF, વૈશ્વિક અર્થતંત્રનું સ્ટાર પર્ફોર્મર ગણાવ્યું ભારતને

ભારત માત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ પૈકી એક નથી પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં પણ મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે. હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ પણ આ વાત પર મહોર દીધી છે.

India World Image / Google

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ 

ભારત માત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ પૈકી એક નથી પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં પણ મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે. હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ પણ આ વાત પર મહોર દીધી છે. IMFએ જણાવ્યું છે કે, ભારત એક સ્ટાર પરફોર્મર તરીકે ઉભરી આવ્યું છે અને વૈશ્વિક વિકાસમાં તેનું યોગદાન 16 ટકાથી વધુ હોવાનો અંદાજ છે.
IMFનું કહેવું છે કે ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ મજબૂત રીતે આગળ વધી રહી છે. IMFમાં ભારતીય મિશનના નડા ચૌરી કહે છે કે છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ભારત ખૂબ જ મજબૂત રીતે વિકાસમાં આગળ વધ્યું છે.

ભારત આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકાથી વધુ યોગદાન


તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'સાથી દેશોમાં વાસ્તવિક વિકાસની દૃષ્ટિએ તે સ્ટાર પર્ફોર્મર્સ પૈકી એક છે. ભારત સૌથી ઝડપથી વિકસતા બજારો પૈકી એક છે. અમારા અંદાજ મુજબ, ભારત આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં 16 ટકાથી વધુ યોગદાન આપી રહ્યું છે.' IMFની વાર્ષિક આર્ટિકલ IV એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, આ દક્ષિણ એશિયાઈ દેશ (ભારત) સમજદાર મેક્રો ઈકોનોમિક નીતિઓ દ્વારા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓ પૈકી એક બનવાના રસ્તા પર જ છે. બીજી તરફ વૈશ્વિક વૃદ્ધિમાં મંદી સહિત ભારતને ઘણી પ્રતિકૂળતાઓનો પણ સામનો કરવો પડે છે. ચૌરીએ આ અંગેના કારણો વિશે પણ જણાવ્યું કે શા માટે તેઓ ભારતનો પક્ષ લઇ રહ્યાં છે. તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સમાં રોકાણ કરવા માટે સરકારનું દબાણ, મોટી અને વધતી જતી વસ્તી અને ડિજિટલાઇઝેશન સહિત માળખાકીય સુધારાનોપણ સમાવેશ કરવામાં આવે છે.

IMFએ તેના વાર્ષિક રિપોર્ટમાં રાજકોષીય બફર ભરવા, ભાવ સ્થિરતા હાંસલ કરવા, નાણાકીય સ્થિરતા જાળવવા અને સમાવેશી વૃદ્ધિને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભલામણ કરી છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related