ADVERTISEMENTs

H-1B સહિતના વિઝાની ફી માં થયૉ વધારો, જાણો કયા વિઝા માટે કેટલી ફી ?

વિઝા ફીમાં વધારોઃ વિદેશી કામદારો અને રોકાણકારોએ વધુ ચૂકવણી કરવી પડશે

વિઝાની ફી નો વધારો આગામી 1 એપ્રિલના રોજથી લાગુ કરવામાં આવશે / Canva

યુનાઇટેડ સ્ટેટ્સ સરકારે વિઝા ફીમાં વધારો કરવાની જાહેરાત કરી, જે 1 એપ્રિલ, 2024 થી લાગુ કરવામાં આવશે. જેમાં H1-B, L-1 વિઝા અને EB-5 વિઝા સામેલ છે.

H-1બી વિઝા, જે કુશળ કામદારો માટે છે, તેની કિંમત અગાઉ 460 ડોલર હતી. 1 એપ્રિલથી H-1B વિઝા માટે ફોર્મ I-129ની અરજી ફી વધારીને 780 ડોલર કરવામાં આવી છે. H-1B વિઝા માટે રજિસ્ટ્રેશન ફી પણ 10 ડોલરથી વધારીને 215 ડોલર કરવામાં આવી છે.

એચ-1બી વિઝા અમેરિકી કંપનીઓને વિશેષ કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓની જરૂર હોય તેવા ધંધા કે કાર્ય માટે અન્ય દેશોના કર્મચારીઓ ને આપવામાં આવતા વિઝા છે. આ વિઝા ત્રણ વર્ષ માટે મળી શકે છે અથવા વધુમાં 6 વર્ષ માટે પણ મેળવી શકાય છે. કર્મચારીઓ પાસે ફરીથી અરજી કરવાનો વિકલ્પ પણ છે. US ગવર્મેન્ટના નક્કી કર્યા મુજબ વાર્ષિક 65 હજાર H-1B વિઝા આપવામાં આવશે. જયારે અમેરિકાની કોઈ પણ યુનિવર્સીટી કે સંસ્થાઓ માંથી સ્નાતક કર્યું હોય તેવા લોકો માટે વધુ 20 હજાર વિઝા આપવામાં આવશે. નોકરી આપનાર કંપનીઓએ આ વિઝા માટે સ્પોન્સરશિપ આપવી જરૂરી છે.

આજ પ્રમાણે, L-1 વિઝાની ફી 460 ડોલરથી વધીને 1,385 ડોલર થઈ ગઈ છે. L-1 વિઝાને બે પેટા વર્ગોમાં વહેંચવામાં આવે છે.L-1A અને L-1B. L-1A વિઝા US એમ્પ્લોયરને એક્ઝિક્યુટિવ્સ અથવા મેનેજર્સને તેની વિદેશી કચેરીઓમાંથી તેની યુએસ કચેરીઓમાં સ્થાનાંતરિત કરવા અથવા US માં નવી ઓફિસ સ્થાપિત કરવાની મંજૂરી આપે છે. બીજી તરફ, L-1B વિઝા એ જ કંપનીના યુએસ સ્થિત કાર્યાલયમાં અદ્યતન જ્ઞાન ધરાવતા કર્મચારીઓની ટ્રાન્સફર માટે છે.

H-1B અને L-1 ઉપરાંત, EB-5ની ફી માં પણ વધારો જોવા મળ્યો હતો. EB-5 વિઝા ફી 3,675 ડોલરથી વધીને 11,160 ડોલર થઈ ગઈ છે. આ પ્રકારના વિઝા ખાસ રોકાણ ધરાવતા રોકાણકારો માટે US માં સ્થાયી થવાના સરળ રસ્તા તરીકે જાણીતા છે. EB-5 કાર્યક્રમનો ઉદ્દેશ રોજગારીનું સર્જન કરવાનો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.

Comments

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

Related