સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે આજે વહેલી સવારથી કડોદરાના ડાઈંગ-પ્રોસેસિંગ એશ્વર્યા મિલ સહિત ત્રણ ધંધાર્થીની 12થી વધુ જગ્યા પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં માઈનિંગ જાયન્ટ કંપની એસ.એન.ગ્લોબલ મિનરલ્સ અને તરણ જ્યોતની સુરત ઓફિસમાં આવકવેરા વિભાગના દરોડા પાડયા હતા.
લોકસભાના ઇલેક્શન પતવાની સાથે જ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં હરકત માં આવ્યું છે. અને સુરત નાં ઘણા સ્થળો પર આજે વહેલી સવાર થી જ દરોડા પાડવામાં આવ્યા હતા.આ અંગે મળતી માહિતી અનુસાર સુરત આવકવેરા વિભાગની ડીઆઈ વિંગ દ્વારા આજે વહેલી સવારે કડોદરાના વરેલીમાં આવેલી પ્રોસેસિંગ મિલ ઐશ્વર્યા ડાઈંગમાં દરોડા પાડ્યા છે. આ સાથે જ માઈનિંગ જાયન્ટ એવી એસ.એન.ગ્લોબલ મિનરલ્સ અને તરણ જ્યોતની સુરત ઓફિસમાં આવકવેરા વિભાગે આજે સવારે દરોડા પાડ્યા છે. ઐશ્વર્યા ગ્રૂપના તમામ વ્યવસાયો પર તપાસ હાથ ધરવામાં આવી છે. ઐશ્વર્યા ગ્રૂપ સાથે સંકળાયેલા કોલના વેપારીને પણ ઈન્કટેકસ વિભાગે સકંજામાં લીધો છે. સાથે સાથે કોલ બિઝનેસ ગ્રૂપ સાથે સંકળાયેલા મોરબીના સિરામિકના વેપારીને પણ ઝપેટમાં લઈ લીધો છે.બીજી તરફ ડુમસ રોડ ખાતે આવેલા રાજહંસ મોન્ટેજાના 5મા માળે આવેલ કંપનીના ઓફિસ પર આવક વિભાગના આશરે 25થી વધુ અધિકારીઓ દ્વારા તપાસ હાથ હતી અને કેટલાક મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે.
સુરત અને વડોદરા આવક વિભાગના અધિકારીઓ વહેલી સવારથી જ 12થી વધુ જગ્યા તપાસ શરૂ કરી છે. અંદાજે 50થી વધુ અધિકારીની ટીમ તપાસમાં જોતરાઈ છે. મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.આ સિવાય ડુમસ રોડ ખાતે આવેલા રાજહંસ મોન્ટેજા ખાતે કંપનીની ઓફિસ પર ઈન્કટેકસ ની રેડ પડી હતી. એસ. એન. ગ્લોબલ મિનરલ કંપની વિદેશથી કોલસા ઈમ્પોર્ટ કરે છે અને ડાઈન કોલસા સપ્લાય કરે છે. બરોડાની કામગીરીમાં આશરે 25થી પણ વધુ અધિકારીઓ જોડાયા હતા. કંપનીના મધ્યપ્રદેશ ખાતે આવેલાં ફોર્મ પર પણ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આવકવેરા વિભાગે મહત્વના દસ્તાવેજ બેન્ક ડીટેલ્ ની જાણકારી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આ સાથે આજ કોમ્પલેક્ષના 6ઠ્ઠા માળે આવેલા તરણ જ્યોત ખાતે પણ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કંપનીની ઓફિસ સિંગાપુર, ઈન્ડોનેશિયા ખાતે પણ છે. આ કંપનીના 2 પ્રોસેસિંગ પ્લાન્ટ સુરત અને મોરબીમાં છે. સુરતમાં તેની કોર્પોરેટ ઓફિસ છે. આ કંપની કોલસાને ટુકડાઓમાં વિખેરીને તમામ ટુકડાઓને લગભગ સમાન શ્રેણીમાં વર્ગીકૃત કરે છે. આ સમગ્ર પ્રક્રિયાને સ્કેનિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ કંપનીના ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login