જેમ જેમ અયોધ્યામાં ભગવાન રામનું સ્વાગત કરવાનો દિવસ નજીક આવતો જાય છે, તેમ આ આદરણીય શહેર પ્રત્યે વૈશ્વિક રસ વધી રહ્યો છે. ઘણા લોકો માટે, ખાસ કરીને જેઓ પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા છે, તેમના મનમાં પ્રશ્ન એ છે કે "કોઈ અયોધ્યા કેવી રીતે પહોંચે ?"
– હવાઈ માર્ગે : આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ નવી દિલ્હીનાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અથવા મુંબઈનાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જઈ શકે છે અને ત્યાંથી અયોધ્યામાં નવા ઉદ્ઘાટન થયેલા મહર્ષિ વાલ્મીકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અથવા લખનૌ ઈન્ટરનેશનલ એરપોર્ટ કે જે અયોધ્યાથી સૌથી નજીકના એરપોર્ટ છે ત્યાંની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ લઈ શકે છે. પ્રવાસીઓ ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસી એરપોર્ટથી પણ અયોધ્યા પહોંચી શકે છે.
ટ્રેન દ્વારા : જીર્ણોધ્ધાર કરાયેલું અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશન લગભગ તમામ મોટા શહેરો અને નગરો સાથે સારી રીતે જોડાયેલુ છે. રેલ માર્ગે અયોધ્યા લખનૌથી 128 કિલોમીટર, ગોરખપુરથી 171 કિલોમીટર, અલ્હાબાદથી 157 કિલોમીટર અને વારાણસીથી 196 કિલોમીટર દૂર છે. શ્રીરામ મંદિર સ્ટેશનથી 1 કિમી દૂર આવેલું છે.
સડક માર્ગે : ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બસ સેવાઓ 24 કલાક ઉપલબ્ધ છે. બસ લખનૌ, દિલ્હી અને ગોરખપુરથી અવારનવાર મળે છે. વારાણસી, પ્રયાગરાજ અને અન્ય સ્થળેથી પણ બસસેવા તેમના સમયપત્રક મુજબ ઉપલબ્ધ છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login